આ માહિતી જાણવી જરૂરી છે:ચક્રવાતની આંખ શું હોય છે? કેવી રીતે તેની તીવ્રતા અને ભયજનક સ્થિતિને નક્કી કરવામાં આવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સેંકટો લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સેટેલાઈટ તસવીરોમાં તે દર્શાવવામાં આવ્યું છે કે તે અત્યંત ગંભીર લેવલનું ચક્રવાતી વાવાઝોડું છે. તેની આંખ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ગુજરાત તરફ સરકી રહી છે. છેવટે વાવાઝોડાની આંખ શું હોય છે? તેનું તોફાન, ભારે પવન અને વરસાદ સાથે શું સંબંધ ધરાવે છે? કેવી રીતે તેની તીવ્રતા અને ભયાનકતા નક્કી થાય છે? આ અંગે અમે માહિતી આપી રહ્યા છીએ...

કોઈ પણ ચક્રવાતના મધ્ય ભાગ એટલે કે કેન્દ્રને આંખ અથવા આઈ (Eye) કહે છે. કોઈ પણ ચક્રવાતી તોફાનની આંખનો વ્યાસ એટલે કે ઘેરાવો સરેરાશ ઓછામાં ઓછી 30 કિલોમીટર હોય છે. આ આંખની ચોતરફ સતત વાદળો ઘૂમતા રહે છે. આંખની નીચેના ભાગમાં આંખની દિવાલ (Eyewall) હોય છે. આ એક રીતે વાદળોનો ઘેરાવો હોય છે. આ ત્યારે જ સર્જન પામે છે કે જ્યારે ચક્રવાતી વાવાઝોડું ગંભીર (Severe) અથવા અત્યંર ગંભીર (Extremely Severe) સ્વરૂપ ધારણ કરે છે.

અત્યંત ગંભીર સ્વરૂપના ચક્રવારની આંખ વચ્ચેથી ખાલી હોય છે. એટલે કે આ ખાલીપણુ 30 કિલોમીટરથી 65 કિલોમીટર વ્યાસ ધરાવતી શકે છે. તેની ચોતરફ વાદળ, સામાન્ય પવન, સતત વીજળી અને ભારે વરસાદ થતો રહે છે. સામાન્ય ચક્રવાતની સ્થિતિમાં આંખ બને તો છે પણ તે ગંભીર ચક્રવાતની આંખની માફક દિવાલ બનાવી શકતું નથી. તેની ઉપર વાદળોનું એક કવચ બનેલું રહે છે.

સાઈક્લોનનું જિયોમેટ્રિક સેન્ટર
કોઈ પણ વાવાઝોડાની આંખ તે સાઈક્લોનનું જિયોમેટ્રિક સેન્ટર હોય છે. તે બે પ્રકારના હોય છે. ક્લિયર આઈ (Clear Eye) એટલે કે સ્પષ્ટ આંખ જેમાં એક ઉંડો ગોળો સ્પષ્ટ રીતે ચક્રવાતની વચ્ચે દેખાય છે. બીજું ફિલ્ડ આઈ (Filled Eye) એટલે કે તેમા આંખ તો બનેલી રહે છે, પણ આ ઉપરાંત સામાન્ય અથવા મધ્યમ સ્તરના તોફાની વાદળ ફસેલા રહે છે. આ માટે જ્યાં પણ ચક્રવાતી તોફાનની આંખ હોય છે, ત્યાં ખૂબ જ ઝડપથી પવન ફૂંકાય છે. જોકે વરસાદ ઓછો અથવા નહીંવત પ્રમાણમાં હોય છે. ચાલો આપણે આ ચક્રવાતી આંખ કેટલા પ્રકારની હોય છે.

નાની અથવા મિનિસ્ક્યૂલ આંખ (Small/minuscule eyes)
નાની આંખનો ઘેરાવો 19 કિમી વ્યાસ ધરાવે છે. તેની અંદર બનતી આંખની દિવાલ સતત બને છે અને બગડે છે. તેમ છતાં તે થોડા કિમીથી લઈ સેંકડો કિમી દૂર સુધી ફેલાઈ શકે છે. તેમાં પવનની ગતિ 45થી 100 કિમી પ્રતિ કલાક હોય છે.

મધ્યમ આંખ
કેટલાક વાવાઝોડા ખૂબ જ મોટા નહીં પણ ખતરનાક હોય છે. તે હવાના દબાણ, મહાદ્વીપીય હવાઓની ઝડપ, ગરમી અને સતત ફરતા વાદળોની ગતિ પર આધાર રાખે છે. તેની આંખ સામાન્ય રીતે 65થી 80 કિમી વ્યાસની હોય છે. આ પ્રકારના વાવાઝોડા સામાન્ય રીતે ઉષ્ણકટિબંધિય દેશોમાં આવે છે. તેમાં પવનની ગતિ 80થી 115 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. પણ તીવ્રતા વધતા હવાની ગતિ વધારે ઝડપી રહે છે.

મોટી આંખ (Big Eyes): વિશ્વના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોટું ચક્રવાત આવ્યું તે ટાઈફૂન કાર્મેન હતુ. તેની આંખનો ઘેરાવો 370 કિમી વ્યાસ હતો. જ્યારે સૌથી નાનું સાઈક્લો હરિકેન વિલ્મા હતું. તેની આંખનો ઘેરાવો ફક્ત 3.7 કિ.મી હતો. તેમાં હવાની ઝડપ 115 કિમીથી લઈ 250 કિમી પ્રતિ કલાક સુધી નોંધાઈ હતી. એકંદરે જેટલી મોટી અને ગહેરી આંખ એટલું જ વાવાઝોડું ભયંકર હોય છે.