પયગંબર પર ટિપ્પણ:જે બન્યું એ અયોગ્ય, જેને ઠીક કરતા સમય લાગશે: અન્સારી

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પયગંબર પર ટિપ્પણી મામલે પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું નિવેદન

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલે દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની આ ટિપ્પણી પર ખાડી દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. સમગ્ર મામલાને લઈ ભાજપ ડિફેન્સિવ મોડમાં છે. મામલાએ વેગ પકડતાં બીજેપીએ બંને નેતાઓ પર કાર્યવાહી કરી છે. નૂપુર શર્માને સસ્પેન્ડ કરવામાં આવી છે,

બીજી તરફ નવીન કુમાર જિંદલને પાર્ટીએ હાંકી કાઢ્યા છે. પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ આ વિવાદ પર કહ્યું કે, આવી ઘટના ન બનવી જોઈએ. આવી રીતે ધાર્મિક મામલામાં ગાળાગાળી પર ઉતરી આવવું ખોટું છે, જે થયું છે તેને ઠીક કરવામાં સમય લાગશે અને તેનો રસ્તો છે.

શું ખાડી દેશો તરફથી આટલી આકરી પ્રતિક્રિયા ઉતાવળમાં કરવામાં આવી, તેના જવાબમાં તેમણે કહ્યું, તેમની પ્રતિક્રિયા યોગ્ય હતી અને આપવી જ જોઈએ. વાત માત્ર ખાડી દેશોની નથી. વાત ઈન્ડોનેશિયાથી શરૂ થાય છે અને નોર્થ આફ્રિકા સુધી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, વાત આગળ વધવી જ ન જોઈએ, તેને ખતમ કરવી જોઈએ. ખતમ કરવાનો એક રસ્તો છે.

પીએમ મોદીએ આગળ આવીને આ ઝેરને ફેલાતાં રોકવું જોઈએ : નસીરુદ્દીન શાહ
બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહે ટિપ્પણી વિવાદ પર પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે આ મામલામાં વિલંબથી કાર્યવાહી કરવામાં આવી. આ પ્રકારના નિવેદનો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં સામે આવતા હોય છે. નૂપુર શર્મા ફ્રિજ એલિમેન્ટ (અરાજક તત્ત્વ) નથી, તેઓ ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા છે. શાહે કહ્યું કે મને લાગે છે કે સમય આવી ગયો છે. જો તેઓ સમાજમાં ફેલાઈ રહેલી નફરતનો રોકવા માંગે છે તો પીએમ નરેન્દ્ર મોદીને આગળ આવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...