તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • West Bengal Trade Union Leader Hands Over Video Of Rape Of Daughter To Police, Yogendra Yadav Questioned

આંદોલનમાં યુવતી સાથે દુષ્કર્મ:પશ્ચિમ બંગાળના ટ્રેડ યુનિયનના નેતાએ દિકરી સાથે થયેલા દુષ્કર્મનો વીડિયો પોલીસને સોંપ્યો, યોગેન્દ્ર યાદવની પૂછપરછ

બહાદુરગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહાદુરગઢ નજીક ટીકરીમાં ખેડૂતોના ધરણવાળી જગ્યા પર યુવતીનો મૃતદેહ-ફાઈલ ફોટો - Divya Bhaskar
બહાદુરગઢ નજીક ટીકરીમાં ખેડૂતોના ધરણવાળી જગ્યા પર યુવતીનો મૃતદેહ-ફાઈલ ફોટો

ખેડૂત આંદોલનમાં સામેલ પશ્ચિમ બંગાળની યુવતી સાથે દુષ્કર્મ આચરવાને લગતી ઘટનાને લીધે ભારે વિવાદ થયો છે. આ ઘટનામાં મૃતક યુવતીના પિતા અને પશ્ચિમ બંગાળ ટ્રેડ યુનિયનના નેતાએ દુષ્કર્મને લગતો વીડિયો પોલીસને સોંપ્યો છે. હરિયાણાના ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવ ઉપરાંત સંબંધિત યુવતીના સહયોગી કવિતા તથા યોગિતાને પણ નોટિસ મોકલવામાં આવી છે. મંગળવારે બપોર બાદ યોગેન્દ્ર યાદવ પોલીસ પૂછપરછ માટે હાજર થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લા સાથે સંકળાયેલા ત્યાના ટ્રેડ યુનિયનના નેતાની દિકરી તાજેતરમાં હરિયાણા-દિલ્હી બોર્ડર પર ઈજ્જર જિલ્લાના ટીકરીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા પહોંચી હતી. તે યુવતીનું મોત થઈ ગયું હતું. તેની સાથે દુષ્કર્મ અને કોરોના સંક્રમણને પગલે તેનું મોત નિપડ્યું હતું. ખેડૂત નેતાઓ સહિત 6 લોકો સામે કેસ દાખલ થયા બાદ સમગ્ર આંદોલન પર પ્રશ્ન સર્જાયો છે.

મંગળવારે સામે આવેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી મનોહર લાલે પોલીસ અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી માંગી છે. બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું છે કે આંદોલનની આડમાં આ પ્રકારના કૃત્યોને સ્વીકારવામાં આવશે નહીં. આ ઘટનામાં દરેક વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે.

વિજે પોલીસ વડા મનોજ યાદવ અને ઝાજ્જરના SPને આદેશ કર્યો છે કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને દોષિતોને આકરી સજા આપવામાં આવે. આ અગાઉ છોકરીના પિતાએ પોલીસ સમક્ષ આ અંગે કેટલાક પૂરાવા સોંપ્યા હતા. જેના આધાર પર પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં મદદ મળી શકે છે.

બીજી બાજુ હરિયાણા મહિલા પંચે પણ ઈજ્જરના SP પાસેથી રિપોર્ટ માંગ્યો છે. પંચના કાર્યકારી ચેરમેન પ્રીતિ ભારદ્વાજે કહ્યું કે પંચ આ ઘટનામાં છોકરીના પરિવારની શક્ય તમામ મદદ કરશે. પ્રીતિના જણાવ્યા પ્રમાણે નોટિસમાં સલાહ આપવામાં આવી છે કે તે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને એક અહેવાલ મોકલવામાં આવે.

અલબત હરિયાણા પોલીસ અત્યાર સુધીમાં જે પરિણામ સુધી પહોંચી છે તે પ્રમાણે આંદોલનનું સંચાલન કરનારા અનેક વ્યક્તિઓ અને નેતાઓને આ અંગે અગાઉથી જાણકારી હતી. તેમ છતાં આ કૃત્યને અનેક દિવસ સુધી છૂપાવી રાખવામાં આવ્યું તેમ જ તેને દબાવી દેવા તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. આ જ બાબત છોકરીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ખેડૂત સંગઠનના નેતાઓના નિવેદનો પરથી જાણી શકાય છે.

આ અગાઉ જવાબદાર લોકોએ મૌન ધારણ કરી લીધુ હતું. તેને પગલે યોગેન્દ્ર યાદવ, કવિતા અને યોગિતાને નોટિસ આપવી પડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીની તપાસ પ્રમાણે યુવતી સાથે ટ્રેનમાં છેડછાડની પૃષ્ટી થઈ છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ધરપકડ કરવા માટે ત્રણ ટીમ સતત દરોડા પાડી રહી છે.