પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થના નજીકના અર્પિતા મુખર્જીના બીજા ઘરેથી 27.9 કરોડ રૂપિયાની કેશ મળી છે. સાથે જ 5 કિલો ગોલ્ડ પણ જપ્ત કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે બુધવારે સાંજે બેલધરિયા સ્થિત તેમના બીજા ફલેટમાં રેડ શરૂ કરી છે, જે ગુરુવારની વહેલી સવાર સુધી ચાલી.
કેશ અંગે પૂછવામાં આવતા અર્પિતાએ કહ્યું કે આ બધા રૂપિયા પાર્થ ચેટર્જીના છે. તેમણે કહ્યું કે પાર્થ આ ઘરનો ઉપયો રૂપિયા રાખવા માટે કરતા હતા. મને અંદાજ નહોતો કે ઘરમાં આટલી બધી કેશ હશે.
ED અધિકારીઓએ કહ્યું કે આ પહેલા ક્યારેય અર્પિતાએ કહ્યું નથી કે તેમના બીજા ફ્લેટ પર પણ કેશ રાખવામાં આવી છે. જોકે જ્યારે અમે ઘરમાં રેડ કરી તો અમને 2000 અને 5000ની નોટના બંડલ મળ્યા. 2000 રૂપિયાની નોટથી 50 લાખ રૂપિયાના બંડલ અને 500 રૂપિયાની નોટથી 20 લાખ રૂપિયાના બંડલ બનાવવામાં આવ્યા હતા. અમને 4.31 કરોડ રૂપિયાનું સોનુ પણ મળ્યું છે. તેમાં 1-1 કિલોની 3 સોનાની ઈંટો, 6 બંગળી (બધી 500-500 ગ્રામની) અને એક સોનાની પેન મળી છે.
લેવડદેવડની રેકોર્ડવાળી 3 ડાયરી મળી છે
EDના સૂત્રોના જણાવ્યા મુજબ, 18 કલાક સુધી ચાલેલી રેડમાં અર્પિતાના ફલેટમાંથી 3 ડાયરી પણ મળી છે, જેમાં લેવડદેવડનો રેકોર્ડ કોડવર્ડમાં નોંધાયેલો છે. તપાસ એજન્સીએ ઘરમાંથી 2600 પેજનું એક ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યું છે, જેમાં પાર્થ અને અર્પિતાની જોઈન્ટ પ્રોપર્ટીનો ઉલ્લેખ છે.
EDએ બધુવારે જ પાર્થ અને અર્પિતાના નજીકના વ્યક્તિઓના ત્યાં રેડ કરી હતી. આ સિવાય ઉત્તર 24 પરગના જિલ્લાના બેલધરિયા અને રાજડાંગામાં પણ EDની ટીમે તપાસ માટે પહોંચી હતી. અર્પિતાના જે ઘરમાંથી કેશ મળી છે તે બેલધરિયામાં છે.
અર્પિતાના 2 ફલેટ્સમાંથી મળી 49 કરોડની કેશ પરંતુ ન ચુકવ્યું 12 હજાર મેન્ટેનન્સ
અત્યાર સુધીમાં અર્પિતાના બંને ઘરે 44 કલાકની રેડ થઈ છે, જેમાં લગભગ 50 કરોડની કેશ અને મોટા પ્રમાણમાં ગોલ્ડ રિકવર કરવામાં આવ્યું છે. EDએ અર્પિતાના બેલધરિયા ટાઉન કલબ સ્થિત બે ફ્લેટ્સમાંથી એકને સીલ કરી દીધું છે. એક ફ્લેટની આગળ તો સોસાયટીએ નોટીસ પણ લગાવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અર્પિતાએ મેન્ટેનન્સના 11,819 રૂપિયા ચુકવ્યા નથી.
અર્પિતાના બીજા ફ્લેટ પર રેડની 2 તસ્વીર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.