• Gujarati News
  • National
  • West Bengal Post Poll Violence Update; Calcutta High Court Says CBI Probe Into Rape And Murder Cases

મમતા બેનર્જીને મોટો ઝટકો:કલકત્તા હાઇકોર્ટનો આદેશ- બંગાળ ચૂંટણી પછી થયેલી હિંસામાં રેપ અને હત્યાની બાબતોમાં CBI તપાસ કરવામાં આવે

3 મહિનો પહેલા
  • NHRCએ કોર્ટને કહ્યું હતું કે બંગાળમાં કાયદાનું શાસન નથી
  • પોલીસે 17 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી

કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાઓની CBI તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ કોર્ટની અધ્યક્ષતામાં કરવામાં આવશે. એના માટે SITનું ગઠન થશે. હત્યા અને રેપની બાબતોની જવાબદારી CBIની રહેશે. બીજી બાબતોની તપાસ SIT કરશે. કોર્ટે રાજ્ય સરકારને હિંસાથી પીડિત લોકોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

કોર્ટે CBI અને SIT પાસે 6 સપ્તાહમાં રિપોર્ટ માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. ચૂંટણી આયોગ પર ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે ECને હિંસા પર મહત્ત્વની ભૂમિકા નિભાવવાની હતી. કોલકાતા પોલીસ કમિશનર સોમેન મિત્રા પણ આ તપાસનો ભાગ રહેશે.

પોલીસે 17 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી
પોલીસે રાજનીતિક હિંસામાં 17 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. જોકે ભાજપનો આરોપ હતો કે તેમના આનાથી વધારે કાર્યકર્તા માર્યા ગયા છે. ભાજપે એક યાદી તૈયાર કરી હતી. યાદી પ્રમાણે ચૂંટણી પછી હિંસા, લૂંટની 273 ઘટના સામે આવી હતી.

TMC પર આરોપ લગાવી રહી છે BJP
ભાજપ આરોપ લગાવી રહી છે કે એપ્રિલ-મેમાં થયેલી બંગાળ ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપી કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. એમાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. BJPનો આરોપ છે કે TMC કાર્યકર્તાઓએ મહિલાઓ પર પણ અત્યાચાર કર્યો હતો.

NHRCએ કોર્ટને કહ્યું હતું કે બંગાળમાં કાયદાનું શાસન નથી
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ(NHRC)એ 13 જુલાઈએ કલકત્તા હાઈકોર્ટમાં રિપોર્ટ સબ્મિટ કર્યો હતો. આયોગે હિંસા બાબતે કોર્ટને કહ્યું હતું કે બંગાળમાં કાયદાનું શાસન નથી, પરંતુ શાસકના કાયદા ચાલે છે. બંગાળ હિંસા બાબતે તપાસ રાજ્યની બહાર કરવામાં આવે.

રિપોર્ટમાં કેટલીક ન્યૂઝ ચેનલ અને વેબસાઈટ્સ પર ખુલાસા પછી મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી હતી. મમતાએ કહ્યું હતું કે આયોગે ન્યાયપાલિકાનું સન્માન કરવું જોઈએ અને આ રિપોર્ટને લીક નહોતો કરવાનો. આ રિપોર્ટને માત્ર કોર્ટ સામે રાખવાનો હતો.

માનવાધિકાર આયોગના રિપોર્ટમાં મુખ્ય 4 મુદ્દા
1. બંગાળ ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસ CBI દ્વારા કરાવવી જોઈએ. મર્ડર અને રેપ જેવા ગંભીર અપરાધોની તપાસ થવી જોઈએ

2. બંગાળમાં મોટા પ્રમાણે થયેલી હિંસા એ બતાવે છે કે પીડિતોની દુર્દશાને લઈને રાજ્યની સરકાર દુલર્ભ સેવે છે.

3. હિંસા બાબતોથી જાહેર થાય છે કે તે સત્તાધારી પાર્ટીના સમર્થનથી થઈ છે. આ તે લોકો જોડે બદલો લેવા માટે થઈ છે, જેમણે ચૂંટણી દરમિયાન બીજી પાર્ટીને સમર્થન આપ્યું છે.

4. રાજ્ય સરકારના કેટલાક અંગત અધિકારીઓ હિંસાની આ ઘટનાઓમાં મુખદર્શક બની રહ્યા અને કેટલાક આ હિંસક ઘટનાઓમાં પોતે જ સમાવિષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...