• Gujarati News
  • National
  • 24 MLAs Were Not Present At Shubhendu's Meeting With The Governor; Likely To Be Involved In Grassroots

બંગાળ ભાજપમાં ભંગાણના સંકેત:રાજ્યપાલ સાથેની શુભેન્દુની બેઠકમાં 24 ધારાસભ્ય હાજર ન રહ્યા; તૃણમૂલમાં સામેલ થાય એવી શક્યતા

કોલકાતા4 મહિનો પહેલા
  • તાજેતરમાં જ બંગાળના ભાજપ-અધ્યક્ષ દિલીપ ઘોષે બોલાવેલી બેઠકમાં પણ પાર્ટીના સાંસદ શાંતનુ ઠાકુર અને ત્રણ અન્ય ધારાસભ્યો પહોંચ્યા નહોતા

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા લોકોને પરત બોલાવવા માટે ખૂબ જહેમત કરી રહી છે. જોકે પાર્ટીની આ કોશિશ નિષ્ફળ દેખાઈ રહી છે. બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે સાંજે રાજભવનમાં પક્ષના ધારાસભ્યોના એક પ્રતિનિધિમંડળની સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન લગભગ 24 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા ન હતા. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હવે બંગાળ ભાજપમાં ભંગાણ નહિ પડેને?

શુભેન્દુ નેતા તરીકે સ્વીકાર્ય નથી
એક રિપોર્ટ મુજબ, ભાજપના નેતાઓની બેઠકનો હેતુ રાજ્યપાલને રાજ્યમાં થઈ રહેલી ઘણી હિંસક અને ખોટી ઘટનાઓની માહિતી આપવાનો અને અન્ય મહત્ત્વપૂર્ણ મામલાઓ પર ચર્ચા કરવાનો હતો, જોકે ભાજપના 74માંથી 24 ધારાસભ્ય શુભેન્દુની સાથે આવ્યા ન હતા. એવામાં પાર્ટીમાંથી રિવર્સ માઈગ્રેશનની અટકળો શરૂ થઈ ગઈ છે. એનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે બધા જ ભાજપના ધારાસભ્યો શુભેન્દુને નેતા તરીકે સ્વીકારવા માગતા નથી.

ઘણા ધારાસભ્યો પક્ષ બદલવા માગે છે
એક રિપોર્ટ મુજબ, ભાજપના ઘણા ધારાસભ્યો તૃણમૂલના સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે ઘણા ભાજપના ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જઈ શકે છે. ગત સપ્તાહે મુકુલ રોય તૃણમૂલમાં પરત ફર્યા. માનવામાં આવી રહ્યું છે કે રાજીવ બેનર્જી, દીપેન્દુ વિશ્વાસ અને સુભ્રાંશ રોય સહિત ઘણા અન્ય નેતાઓ પણ રોયની પાછળ-પાછળ ફરીથી તૃણમૂલમાં જઈ શકે છે. રોયે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને કૃષ્ણનગર ઉત્તર સીટ પર જીત પ્રાપ્ત કરી હતી.

30થી વધુ ધારાસભ્યો સંપર્કમાં
આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે પાર્ટી એ લોકોના મામલા પર વિચાર કરશે, જેમણે મુકુલની સાથે તૃણમૂલ છોડી હતી અને પરત આવવા માગે છે. TMCનાં સૂત્રોના જણાવ્યા મુજબ, 30થી વધુ ધારાસભ્યો તેના સંપર્કમાં છે. રોય પહેલાં સોનાલી ગુહા અને દીપેન્દુ બિસ્વાસ જેવા નેતાઓએ ખૂલીને કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં પરત ફરવા માગે છે.

ભાજપ-અધ્યક્ષની બેઠકમાં પણ ઘણા ધારાસભ્યો ગાયબ રહ્યા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં જ બંગાળ ભાજપ-અધ્યક્ષ દિલીપ ઘોષે બોલાવેલી બેઠકમાં પાર્ટીના સાંસદ શાંતનુ ઠાકુર અને ત્રણ અન્ય ધારાસભ્યો પહોંચ્યા ન હતા. પ્રભાવશાળી મતુઆ સમુદાયના એક અગ્રણી સભ્ય સાંસદ શાંતનુ ઠાકુર વિધાનસભા ચૂંટણી પહેલાં જ બંગાળમાં CAA કાયદાને લાગુ કરવાને લઈને ભાજપના વલણની અસંતુષ્ટ છે. આ સિવાય ત્રણ ધારાસભ્યો બિસ્વજિત દાસ(બગડા), અશોક કીર્તનિયા(બોનગાંવ ઉત્તર) અને સુબ્રત ઠાકુર(ગાયઘાટા)ના નામની ચર્ચા થઈ રહી છે.

ચૂંટણીનાં પરિણામોએ પક્ષ બદલનારાઓને ઝટકો આપ્યો

  • બંગાળની 294માંથી 213 સીટ TMCએ જીતી છે. 77 સીટ પર BJPને જીત મળી છે. ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં TMCના 50થી વધુ નેતાઓ BJPમાં જોડાયા હતા. એમાં 33 તો ધારાસભ્યો જ હતા, તેમને આશા હતી આ વખતે તો BJP જ જીતશે. જોકે ઘણાની આશા બીજેપીમાં જોડાયા પછી પણ પૂરી થઈ ન હતી, કારણ કે બીજેપીએ તેમને ટિકિટ પણ આપી ન હતી.
  • નેતાઓએ TMCથી અંતર બનાવી લીધું, એ પાછળ ત્રણ મોટાં કારણો હતાં. પ્રથમ કારણ, તેમની ટિકિટ કાપવામાં આવી અથવા બદલવામાં આવી હતી. બીજું- તેઓ પાર્ટી જે રીતે ચાલી રહી હતી એનાથી ખુશ ન હતા. તેમને BJPમાંથી ટિકિટ મળશે અને BJP જીતશે તેવી આશા હતી. જોકે પરિણામોએ પક્ષપલટુઓને મોટો ઝટકો આપ્યો છે. આ કારણે આ નેતાઓ હવે ફરીથી TMCમાં આવવા માગે છે.
અન્ય સમાચારો પણ છે...