તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • BJP MP's Threat: Remember TMC Leaders And The Chief Minister Will Also Come To Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓ પર હુમલા:BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચેની મારામારીમાં અત્યાર સુધીમાં 11ના મોત; જેપી નડ્ડ કોલકાતા પહોંચ્યા, PM મોદીએ રાજ્યપાલ સાથે વાત કરી

કોલકાતા2 દિવસ પહેલા
  • સોમવારે નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપાડામાં BJPની ઓફિસ અને કેટલીક દુકાનો પર કેટલાક લોકોએ હુમલો કરીને તોડફોડ કરી હતી
  • કૂચબિહારના સિતલકુચીથી પણ હિંસાના સમાચાર છે, નંદીગ્રામમાં BJPની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી

પશ્ચિમ બંગાળમાં 2મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા પછી હિંસાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના વર્કર્સની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ 11 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીશ ધનખડને ફોન કર્યો અને બંગાળમાં આગ લગાડવાના અને હત્યાઓના બનાવો પર ચિંતા વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ રાજ્યપાલ સાથે વાત કરી
રાજ્યપાલ જગદીશ ધનખડે જણાવ્યું કે રાજ્યની હાલની સ્થિતિ પર તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામ આવ્યા પછી રાજ્યમાં હિંસા, આગ લગાડવાના, લૂંટ અને હત્યાઓની ઘટનાઓ ચાલુ છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાને જાળવવી ખૂૂબ જરૂરી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ​​​​​
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં BJPની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન પશ્ચિમ દિલ્હી લોકસભા સીટથી ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તૃણમૂલના નેતાઓએ પણ દિલ્હીમાં આવાનું છે.

તેમણે કહ્યું કે TMCના ગુંડાઓએ જીતવાની સાથે જ અમારા કાર્યકર્તાઓને માર્યા. કાર્યકર્તાઓની ગાડીઓ તોડી. ઉપદ્રવી તેમના ઘરને આગ લગાવી રહ્યાં છે. એ વાત યાદ રાખજો કે TMCના સાંસદ, મુખ્યમંત્રી, ધારાસભ્યોએ પણ દિલ્હી આવુ પડશે. આને ચેતવણી ગણજો. ચૂંટણીમાં હાર જીત થાય છે, મર્ડર નહિ.

બીજી તરફ ઉત્તરાખંડથી ભાજપ સાંસદ અનિલ બલૂનીએ પણ તૃણમૂલ પર હુમલો કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો પણ શેર કર્યો. તેમણે લખ્યું બગાળમાં હિસાની સ્ક્રિપ્ટ પહેલેથીજ લખવામાં આવી હતી. મમતા બેનર્જીએ માર્ચમાં કહ્યું હતું કે સેન્ટ્રલ ફોર્સ તો જતી રહેશે. પછી કોણ બચાવશે? તે પછીથી અમે જ હોઈશું. એટલે કે બંગાળમાં હિંસાનો ખેલ ચાલી રહ્યો છે, એ TMCએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું. શરમજનક.

ભાજપનો આરોપ- મમતાના ઈશારે થઈ રહ્યાં છે હુમલા
વિપક્ષોના કાર્યકર્તાઓને નિશાન બનાવવા બાબતે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું- ભાજપ કાર્યકર્તાઓ પર હુમલા મમતા બેનર્જીના આશરા પર થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે બંગાળના પ્રવાસે જઈ રહ્યાં છે.

કોવિડ પ્રોટોકોલની સાથે સમગ્ર દેશમાં ધરણા કરશે ભાજપ કાર્યકર્તા
ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાના કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપે કહ્યું છે કે 5 મે પાર્ટી કર્તાકર્તા દરેક મંડલમાં હિંસાના વિરોધમાં ધરણા આપશે. આ દરમિયાન કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપાડામાં BJPની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. તેનો આરોપ TMC કાર્યકર્તા પર છે.
નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપાડામાં BJPની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. તેનો આરોપ TMC કાર્યકર્તા પર છે.

BJP ઓફિસર પર હુમલો
સોમવારે નોર્થ 24 પરગના જિલ્લાના ભાટપાડામાં BJPની ઓફિસ અને કેટલીક દુકાનો પર કેટલાક લોકોએ હુમલો કરીને તોડફોડ કરી હતી. આ દરમિયાન બોમ્બ ફેકવામાં આવ્યા. એક શખ્સ જણાવ્યું કે TMCના ઉપદ્રવીઓએ મારી દુકાન લુટી લીધી. અહીં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંકવામં આવ્યા છે. કૂચબિહારના સિતલકુચીથી પણ હિંસાના સમાચાર છે. નંદીગ્રામમાં BJPની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. હાલ્દિયામાં રવિવારે સાજે કેટલાક બદમાશોએ મીડિયાકર્મીઓ સાથે મારઝૂડ કરી હતી.

રાજ્યપાલે પોલીસ અધકારીઓ પાસે જવાબ માંગ્યો
હિંસાના રિપોર્ટ પછી રાજ્યપાલ જગદીપ ધનખડને સોમવારે પોલિસ મહાનિર્દેશક અને કોલકાતા પોલીસ કમીશ્નરને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પર વાત કરવા માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે પરિણામ આવ્યા પછી રાજ્યમાં થઈ રહેલી હત્યાઓ ખતરનાક સ્થિના સંકેત છે. પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તમામ પકારના પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે.

ત્રણ સીટો પર ચૂંટણી ટળી
રવિવારે આવેલા ચૂંટણી પરિણામમાં મમતા બેનર્જીની આગેવાની વાળા તૃણમૂલ કોંગ્રેસે 213 સીટ જીતી છે. BJPને 77 સીટ મળી છે. કોરોનાથી ઉમેદવારોનું મૃત્યુ થવાથી મર્શિદાબાદમાં બે સીટો પર ચૂંટણી ટાળવામાં આવી છે. ઈલેક્શન કમિશને ઓરિસ્સાની એક સીટ પર પણ ચૂંટણી સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય કોરોનાના કારણે લેવામાં આવ્યો છે.

TMCને 214 સીટ મળી, મમતા હારી
છેલ્લા થોડા દિવસોમાં જ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં TMCને બમ્પર જીત મળી છે. મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની શકે છે. જોકે તે પોતે નંદીગ્રામમાંથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા છે. તૃણમૂલને બંગાળમાં 214, ભાજપને 76 સીટ મળી છે. જ્યારે એક અપક્ષને અને એક સીટ RSMPને મળી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો