તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોલસા કૌભાંડમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પરિવાર ઘેરાતો જઈ રહ્યો છે. સોમવારે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીની સાળી મેનકા ગંભીરની CBIએ ત્રણ કલાક પુછપરછ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ, CBIએ કોલસા ગોટાળા અને પૈસાની હેરફેરને લઈને ઘણા સવાલ કર્યા. હવે મંગળવારે અભિષેકની પત્ની રુજિરા બેનર્જીની પણ પુછપરછ થશે. રુજિરાને CBIએ આજે બોલાવી હતા. જોકે તેમણે પત્ર લખીને CBI પાસે એક દિવસનો સમય માંગ્યો હતો. કાલે સવારે 10 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી CBI રુજિરાની તેમના ઘરે પુછપરછ કરશે.
અભિષેકે કહ્યું- અમે નમીશું નહિ
અભિષેકે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે આજે(રવિવારે) બપોરે 2 વાગ્યે CBIએ મારી પત્નીના નામની નોટિસ પાઠવી છે. અમને કાયદા પર ભરોસો છે. કેન્દ્ર સરકાર પર હુમલો કરતા તેમણે કહ્યું કે જો તેમને લાગે છે કે આ રીતે તેઓ ડરાવવામાં સફળ થઈ જશે, તો આ તેમની બહુ મોટી ભૂલ છે. અમે એવા વ્યક્તિઓમાંથી જેને નમાવી શકાય.
CBI-ED જ ભાજપના સહયોગી
આ દરમિયાન તૃણમૂલ સાંસદ સોગત રોયે કહ્યું કે ભાજપની સાથે કોઈ સહયોગી નથી. CBI અને ED જ તેમના સહયોગી છે. તેમના આ સહયોગીઓની મદદથી તેઓ અન્ય પાર્ટીઓને ધમકાવે છે અને તૃણમૂલ પર દબાણ બનાવે છે. અમારા નેતાઓને જે પણ નોટિસ આપવામાં આવી છે, તેનો કાયકાદીય રીતે મુકાબલો કરીશું.
નોટિસના ટાઈમિંગ પર ઉઠ્યા સવાલ
TMC આ મામલમાં CBIની નોટિસના ટાઈમિંગ પર પણ સવાલ ઉઠાવી રહી છે. TMCએ વિધાનસભા ચૂંટણી પહેલા આ પ્રકારની નોટિસ આપવાને રાજકારણ ગણાવ્યું. આ પહેલા પણ મમતા સરકાર ઘણી વખત કેન્દ્ર પર સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવી ચૂકી છે. બીજી તરફ ભાજપાએ કહ્યું કે આ મામલો ઘણા સમયથી ચાલી રહ્યો છે. CBIએ આ મામલામાં પ્રથમ વખત તપાસ શરૂ કરી નથી.
શુક્રવારે 13 જગ્યાએ રેડ કરી હતી
આ મામલામાં CBIએ શુક્રવારે રાજ્યના પુરલિયા, બાંકુરા, બર્દવાન અને કોલકાતામાં 13 જગ્યાએ રેડ કરી હતી. આ રેડ યુવા તૃણમૂલ કોંગ્રેસ નેતા વિનય મિશ્રા, વ્યવસાયી અમિત સિંહ અને નીરજ સિંહના ઘરે થઈ હતી. રેડ દરમિયાન કોઈ પણ ઘરે હાજર ન હતું. આ પહેલા 11 જાન્યુઆરીએ પ્રવર્તન નિર્દેશાલયએ હુગલી, કોલકાતા, ઉત્તર 24 પરગના, આસનસોલ, દુર્ગાપુર, બર્ધમાનમાં રેડ કરી હતી.
TMC નેતાઓ પર જ લાગ્યા છે આરોપ
કોલસા ગોટાળામાં TMCના નેતાઓ પર આરોપ લાગ્યા છે. તેમાં અભિષેકનું નામ પણ સામેલ છે. આરોપ એવો છે કે બંગાળમાં ગેરકાયદેસર રીતે હજારો કરોડોના કોલસાનું ખોદકામ કરવામાં આવ્યું અને એક રેકેટ દ્વારા તેને બ્લેક માર્કેટમાં વેચવામાં આવ્યા. આ મામલામાં ડિસેમ્બરની શરૂઆતમાં જ CBIએ કોલકતાના CA ગણેશ બગારિયાની ઓફિસ પર રેડ કરી હતી.
સપ્ટેમ્બરમાં શરૂ થઈ તપાસ, કોર્ટે CBIને મંજૂરી આપી
ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોલસા કૌભાંડની તપાસ શરૂ થઈ. ત્યારથી BJP તેના માટે TMC પર સતત આરોપ લગાવી રહી છે. BJP નેતાઓનું કહેવું છે કે કોલસા ગોટાળાથી મળેલા બ્લેક મનીને TMCના નેતાઓએ શેલ કંપનીઓ દ્વારા વ્હાઈટ મનીમાં બદલ્યા છે. તેમાં સૌથી વધુ ફાયદો મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને થયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.