પ્રયાગરાજમાં એક મહિલા વકીલે કોર્ટ પોસ્ટ ઓફિસમાં કર્મચારીને થપ્પડ મારતાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા વકીલ પહેલા કાઉન્ટર પર બેઠેલા કર્મચારી પર થપ્પડ વરસાવતી દેખાઈ રહી છે. આટલું જ નહીં, પોતે માર્યા બાદ મહિલા વકીલે તેના સાથીદારોને પણ બોલાવ્યા અને પોસ્ટ ઓફિસ પહોંચેલા વકીલોએ વધુ બે કર્મચારીઓને માર માર્યો હતો. આ દરમિયાન હોબાળો પણ થયો. માહિતી મળતાં જ કર્નલગંજ પોલીસે ઓફિસ પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના શનિવાર બપોરની છે.
સીઓ કર્નલગંજ રાજેશ કુમારે જણાવ્યું કે બંને પક્ષોની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.