યુપીના ફરીદાબાદમાં એક મેડિકલ સ્ટોર પર ORS લેવા ગયેલા યુવકને હાર્ટ-એટેક આવતાં મોતને ભેટ્યો હતો. આ સમગ્ર દુર્ઘટના 3 મિનિટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. ઢળી પડતાં પહેલાં યુવક મેડિકલ સ્ટોર પર ઊભાં-ઊભાં પોતે ભયભીત અને ગભરામણથી પરેશાન થઈને ઘણી વખત પોતાની છાતીના ભાગે સ્પર્શ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ ઢળી પડે છે અને મેડિકલ સ્ટોરનો સંચાલક તેના હાથ પકડવાના પ્રયાસ કરે છે, પણ તે નીચે પડી પહેલા યુવકને બચાવવામાં નિષ્ફળ રહે છે. થોડી જ ક્ષણોમાં યુવક મોતને ભેટે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, યુવકનું નામ સંજય હતું. તે 23 વર્ષનો હતો. તે યુપીના એટાનો રહેવાસી હતો. બુધવારે તેને ગભરામણ થવાને કારણે તે દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર ગયો હતો. ત્યાં તેણે ORS માગ્યું હતું. દુકાનદારે લગભગ અઢી મિનિટ સુધી બીજા ગ્રાહકોને દવા આપી હતી. ત્યાર બાદ તે સંજય પાસેથી રૂપિયા લઈને તેને દવા આપી રહ્યો હતો. આ દરમિયાન જ સંજય અચાનક ઢળી પડ્યો હતો. દુકાનના માલિકે પડી રહેલા યુવકને બચાવવાના પ્રયાસ કર્યો, પણ તે બચાવી શક્યો નહી.
દુકાનદારે દોડીને યુવકને બેઠો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે બેઠો ન થતાં તેણે આ ઘટના બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
લોકોએ ખોટી દવા આપવાના આરોપ લગાવ્યા હતા
કેટલાક લોકોએ મેડિકલ સ્ટોર ચલાવતી વ્યક્તિ પર ખોટી દવા આપવાના આરોપ લગાવ્યા હતા, પરંતુ બાદમાં વીડિયો સામે આવ્યા બાદ સંજયે કોઈ દવા લીધી ન હોવાનું સ્પષ્ટ થયું હતું. તે માત્ર દવા લેવા ગયો હતો, પરંતુ એ પહેલાં જ ઢળી પડ્યો હતો.
વર્કઆઉટ કરતી વખતે ક્ષણભરમાં મોત:જિમમાં વર્કઆઉટ સમયે મોતનો સિલસિલો યથાવત્
ઇંદોરમાં વૃંદાવન હોટલ આવેલી છે, જેના માલિક પ્રદીપ રઘુવંશીસ જે દરરોજની જેમ જિમ ગયા હતા. ગુરુવારે સવારે ગોલ્ડસ નામના જિમમાં કસરત કરી રહ્યા હતા ત્યાં જ અચાનક ચક્કર આવતાં તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.