પાડોશીઓએ વેપારી અને મજૂરને બાંધીને માર માર્યો, VIDEO:પ્લોટ પર બાંધકામ કરાવવા ગયા, પોલીસે બચાવી લીધો

એક મહિનો પહેલા

જોધપુરના પાલ રોડ વિસ્તારમાં પોતાના પ્લોટમાં બાંધકામ કરાવવા મજૂર સાથે પહોંચેલા ટ્રાન્સપોર્ટ વેપારીને પાડોશીએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. પાડોશીએ સાથે આવેલા મજૂરને પણ ખેંચીને માર માર્યો હતો. અન્ય પડોશીઓએ ટેરેસ પરથી હુમલાનો વીડિયો બનાવ્યો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બંધક મજૂરને છોડાવી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વીડિયો બનાવનારા પાડોશીએ જણાવ્યું કે લગભગ દોઢ કલાક સુધી મારામારી અને વિવાદ ચાલ્યો હતો. ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રામેશ્વરે ચૌપાસની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...