ઉનામાં શહીદના પાર્થિવ દેહની પ્રતીક્ષા:મૃતદેહને એરલિફ્ટ કરવામાં વાતાવરણ બાધારૂપ બન્યું, સેના આજે ફરી કરશે પ્રયાસ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના કુપવાડાથી હિમાચલના ઉના જિલ્લામાં શહીદ હવાલદાર અમરીક સિંહનો પાર્થિવ દેહ હજુ સુધી આવ્યો નથી. તેમના ગામ ગણુ મંદવાડામાં શહીદ પુત્રના પાર્થિવ દેહની ત્રણ દિવસથી રાહ જોવાઈ રહી છે. અમરકીના ભાઈ સતત કુપવાડાના આર્મી સેન્ટરના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ખરાબ વાતાવરણના કારણે મૃતહેદને એરલિફ્ટ કરવામાં આવી રહ્યો નથી.

જણાવી દઈએ કે, ગુરુવારે શહીદ અમરીક સિંહના મૃતદેહને એરલિફ્ટ કરવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ કુપવાડાનું બરફિલું વાતાવરણ તેમાં સમસ્યા બની રહ્યું છે. સેના આજે પણ મતદેહને એરલિફ્ટ કરવાનો પ્રયત્ન કરશે. શુક્રવારે સવારે હરદીપ સિંહની કુપવાડા આર્મી સેન્ટરના અધિકારીઓ સાથે ફોન પર વાત થઈ હતી, જેમાં સેનાના અધિકારીઓએ વાતાવરણ યોગ્ય થયા બાદ જ મૃતહેદને એરલિફ્ટ કરશે તેમ જણાવ્યું હતું.

ત્યારે શહીદના નાના ભાઈ હરદીપ સિંહે કહ્યું છે કે, સેનાના અધિકારીઓએ જાણકારી આપી છે કે, જેવો મૃતહેદ એરલિફ્ટ થશે, તેનો શ્રીનગરમાં પોસ્ટમોર્ટમ કરાશે. ત્યારબાદ મૃતહેદને જમ્મુ લાવવામાં આવશે, ત્યાંથી આગળ મોકલવામાં આવશે. મૃતહેદ ચંડીગઢ પહોંચશે અને ત્યાંથી હિમાચલ લાવવામાં આવશે. શહીદના મૂળ ગામમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

2-3 દિવસ બાદ રજામાં આવવાના હતા ઘરે
અમરીક સિંહને લોહરી પર્વના 2-3 દિવસ બાદ કુપવાડાથી પોતાના ઘરે રજા પર આવવાનું હતું. પત્ની રૂચિ અને પરિવાર તેમની આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ નિયતિને કશું બીજું જ મંજૂર હતું. મંગળવારે સાંજે અમરીક એક ઘટનામાં શહીદ થયા હતા. તેમની શહીદીથી પરિવારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

ગણુ મંદવાડામાં શહીદના ઘરે જવાની ગલીમાં દુકાન ચલાવતા વિક્કી રાણા પણ તેમની શહીદીથી ગમગીન જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે, પાછલા વર્ષે જુલાઈ મહિનામાં અમરીક ઘરેથી પરત ડ્યૂટી પર ગયા હતા. તે બધા સાથે હળીમળી જતા હતા. દુકાનની બહાર તાપણું કરતા ગામના અન્ય લોકો પણ અમરીકની શહીદી પર ઘણા દુઃખી જોવા મળ્યા હતા.

2001માં સેનામાં જોડાયા હતા અમરિક સિંહ
જણાવી દઈએ, ગણુ મંદવાડાના 39 વર્ષીય હવાલદાર અમરીક સિંહે સાંજે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં માર્ગ ઘટનામાં શહીદ થયા હતા. અમરીક સિંહ 2001માં સેનામાં જોડાયા હતા. તે જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં તહેનાત હતા. તે તેમની પાછળ માતા ઉષા દેવી, પિતા ધર્મપાલ સિંહ, પત્ની રૂચિ અને પુત્ર અભિનવને છોડી ગયા છે. અમરીક સિંહ 2001માં 14 ડોગરા રેજીમેન્ટમાં જોડાયા હતા. અમરીક ત્રણ ભાઈમાંના વચ્ચેના હતા. તેમનો પુત્ર અભિનવ ધો-6માં અભ્યાસ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...