તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી પર રાજૂ શ્રીવાસ્તવની બોલી:લોકડાઉનમાં સૌથી વધુ દિવસો સુધી પતિ-પત્નીને એક સાથે રાખનાર વડાપ્રધાન છે મોદીજી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દોસ્તો આપણે ત્યાં ચૂંટણીઓ ચાલી રહી છે અને બંગાળમાં પણ ચૂંટણીના ધમપછાડા ચાલી રહ્યા છે. આ ચૂંટણી માહોલમાં એક લગ્ન પ્રસંગે ભોજન લઈ રહેલી એક વ્યક્તિને પૂછ્યું કે, તમે કોની તરફથી છો? વર પક્ષમાંથી કે કન્યા પક્ષમાંથી? તેણે કહ્યું કે, હું તો અપક્ષમાંથી છું. બસ, પછી તો લોકોએ તેના ટપલીદાવ કરીને હાથ સાફ કર્યા. અરે, પહેલાની વાત અલગ હતી. કોરોના-ફોરોનાની કોઈ ઝંઝટ ન હતી. લગ્નોમાં હજાર-દોઢ હજાર લોકોનું ટોળું જામતું. તેમાં કોણ કોને ઓળખે. હવે 50-100 લોકોનું ગેધરિંગ જ અલાઉ છે.

એટલે બહારનો માણસ તરત જ ઓળખાઈ જાય આમ તો આજકાલ લોકો એટલી સેલ્ફી લે છે કે, તેમનો ડાબો હાથ લાંબો થઈ જાય છે. ખેર, વાત કરીએ આપણા શહેરની. લોકો કહે છે કે, શહેરના રસ્તામાં ઘણાં બધા ખાડા છે. અરે ખાડામાં ફાયદા પણ છે. અમારા મિત્ર મનોહરની કાર એવા ખાડામાં ફસાઈ ગઈ. ત્યાર બગલમાંથી જ બાઈક પર જૂના મિત્ર મિશ્રાજી નીકળ્યા.

તેમણે બાઈક રોક્યું અને મનોહરની કારનું પૈડું બહાર કઢાવવામાં મદદ કરી. બંને વર્ષો પછી મળ્યા હતા, એટલે હાલચાલ પૂછ્યા અને કિટલી પર ચા-પાણી પણ કર્યા. ખબર પડી કે, મિશ્રાજીનો પુત્ર રેલવેમાં ઓફિસર થઈ ગયો છે. તેમણે મનોહર સાથે પોતાની પુત્રીની વાત ચલાવી. અને ત્યાં જ ચાની કિટલી પર ખાલી દસ રૂપિયામાં સંબંધની શરૂઆત થઈ.

ચા પરથી યાદ આવ્યું, એક મિત્ર છે મારો, અન્નુ અવસ્થી. એકવાર હું તેને મળવા ગયો. તે અંદરથી બંદૂક લાવ્યો અને હવામાં બે ફાયર કર્યા. મેં કહ્યું- આ શું હતું બે? ફાયર કેમ કર્યું? તો અન્નુએ કહ્યું કે, ‘ચા વાળાને બે ચા લાવવાનું કહ્યું.’ આમ તો, ચાઈનાવાળાના કારણે બધાની લંકા લાગી ગઈ છે. એક વર્ષથી લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. ચાઈનીઝ બધાનું નાક તેમના જેવું કરીને જ છોડશે. જોકે, લૉકડાઉનમાં સૌથી વધુ દિવસ સુધી ‘પતિ-પત્નીને સાથે રાખનારા’ મોદીજી પહેલા વડાપ્રધાન બન્યા.

સાંભળ્યું છે કે, કોરોના ફરી વધી રહ્યો છે. બધા ચેતતા રહેજો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને હાથ સેનેટાઈઝ કરતા રહો. નહીં તો યાદ રહે, માર્ચ ચાલી રહ્યો છે. યમરાજનું પણ ક્લોઝિંગ ચાલી રહ્યું છે. તેમને પણ માર્ચ પહેલા ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને છેલ્લે એક વાત, ‘જિસકી મસ્તી જિંદા હૈ, ઉસકી હસ્તી જિંદા હૈ, વરના ઈન્સાન જબરદસ્તી જિંદા હૈ...’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો