સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી પંજાબમાં એક વખત ફરી ખૂની ગેંગવોર શરૂ થવાનો ખતરો વધ્યો છે. મૂસેવાલાને ગેંગસ્ટર દવિંદર બંબીહા ગેંગનો નજીકનો વ્યક્તિ માનવામાં આવતો હતો. એવામાં બંબીહા ગેંગે ધમકી આપી છે કે ઝડપથી મૂસેવાલાની હત્યાનો બદલો લેવામાં આવશે. બંબીહા ગેંગ તરફથી તેને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.
આ પોસ્ટમાં મૂસેવાલા સિવાય મીત બાઉન્સર મનીમાજરા અને લવી દિયોડા સહિત બીજા લોકોનો મોતનો બદલો લેવાની ધમકી આપવામાં આવી છે. સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પછી પંજાબમાં રસ્તાથી લઈને જેલની અંદર સુધી ગેંગવોરનો ખતરો છે.
જેણે કતલ કરી તેને છોડીશું નહિ
બંબીહા ગેંગે કહ્યું કે બીજા ગ્રુપવાળા કોઈ કારણ વગર તેમના ભાઈઓને મારીને બદમાશ બની રહ્યાં છે. અમે નિર્દોષ વ્યક્તિને કંઈ જ કહીશું નહિ, જોકે કોઈએ અમારા દુશ્મન ગ્રપનો સાથ આપ્યો તો તે પણ અમારો દુશ્મન હશે. આ પોસ્ટમાં ગુડગામના કુખ્યાત શૂટર કૌશલ ચૌધરી, ટિલ્લૂ તાજપુરિયા, દિલ્હી NCRના ગેગસ્ટર નીરજ બવાનાનું નામ પણ લખવામાં આવ્યું છે.
લોરન્સ ગેંગની વિરુદ્ધ એક થઈ રહ્યાં છે ગેંગસ્ટર
લોરન્સ ગેંગની વિરુદ્ધ બીજા ગેગસ્ટર્સે જૂથબંધી શરૂ કરી દીધી છે. દવિંદર બંબીહા સિવાય ગેંગસ્ટર નીરજ બવાના, ભૂપ્પી રાણા અને ગોંડર ગેંગ ધમકી આપી ચુકી છે. જ્યારે કૌશલ ચૌધરી અને ટિલ્લૂ તાજપુરિયા પણ તેમની સાથે છે.
લોરિન્સ ગેંગના ગેંગસ્ટરે લીધી જવાબદારી
મૂસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગના ગેંગસ્ટરે લીધી છે. કેનેડા બેઠેલા ગોલ્ડી બરાડે કહ્યું કે આ હત્યા અમે કરાવી છે. તે પછી ગેંગસ્ટર લોરેન્સના ભાણીયા સચિન થાપન બિશ્નોઈએ પણ હત્યાની જવાબદારી લીધી. તેમણે એક ચેનલને ફોન કરીને કહ્યું કે મૂસેવાલાનો રોલ તેમના ભાઈ વિક્ક મિડ્ડૂખેડાની કતલમાં હતો. તેમણે હત્યારાઓને જગ્યા અને ફાઈનાન્શિયલી સપોર્ટ કર્યો હતો. જેના કારણે તેણે પોતે માણસા જઈને મૂસેવાલાને ગોળીઓ મારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.