તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઉન્ડ રિપોર્ટ:પૈસા ખતમ, છેતરપિંડીના પણ શિકાર, છતાં ચાલતા જવું છે...

જયપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભરઉનાળે ઉઘાડા પગે પરિવાર સાથે ચાલતી બાળકી. - Divya Bhaskar
ભરઉનાળે ઉઘાડા પગે પરિવાર સાથે ચાલતી બાળકી.

કોરોના સંકટને કારણે દેશમાં લૉકડાઉન છે. મોટાભાગના લોકો ઘરમાં છે, છતાં જેમની રોજી-રોટી છીનવાઇ ગઇ છે, તેમની મુશ્કેલી વધી ગઇ છે. પેટ ખાતર તેઓ ઘરબાર અને પોતાના સગાંઓને છોડી મહેનત મજૂરી કરવા નીકળી પડ્યા હતા. કોરોનાએ બધુ છીનવી લીધું. તો જેને છોડી આવ્યા હતા તે માર્ગો પર પાછા આવી ગયા. નિ:સહાય, બેરોજગાર થયા બાદ ખાવા-પીવાનું સંકટ સતાવવા લાગ્યું, તો જીવની પણ પરવા કર્યા વિના નીકળી પડ્યા... હજારો કિલોમીટરની યાત્રાએ. ક્યાંક લાઠીચાર્જ સહન કરે છે, તો ક્યાંક અશ્રુવાયુ. છેતરપિંડી-ચોરીના પણ શિકાર થઇ રહ્યા છે. આગળ શું કરીશું, કેવી રીતે કરીશું તે પછીની ચિંતા છે, અત્યારે તો ઘેર પહોંચવું છે. સંઘર્ષની આ યાત્રામાં નાના ભૂલકાઓ પણ સાથે છે... કારણ કે ચાલતા જવું છે....
રાજસ્થાન: મદદ ન મળી તો, 600 કિમીના પ્રવાસે ઊઘાડા પગે જ નીકળી પડ્યા 
સોમવારની બપોરે જયપુરથી આશરે 25 કિમી અંતરે આગરા-અજમેર કોટા હાઇવે પર એક પરિવાર મળ્યો. તે 3 દિવસથી ભાલવાડાથી 600 કિમી અંતરે મધ્યપ્રદેશના ભિંડ જવા નીકળ્યો છે, પગપાળા જ... કારણ કે પૈસા નથી અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ નથી. ભર બપોરે અને ગરમીમાં આ બાળકી ઉઘાડા પગે ચાલવા મજબૂર છે. પુછવાથી પરિવારના મુકેશે કહ્યું કે ‘10-12 વર્ષથી ભીલવાડામાં જ પરિવાર સાથે મજૂરી કરી ગુજારો કરતા હતા. પરંતુ પહેલી વખત આવું સંકટ આવ્યું કે જીવવવાના ફાંફા પડી ગયા છે. તેથી બાળકો સાથે ઘર જવા પગપાળા જ નીકલી પડ્યા છીએ. માર્ગમાં ઘણા લોકોએ મદદ કરી. અમને કહેવાયું હતું કે તમારા લોકોએ ઘેર જવા માટે સરકાર અને તંત્ર ટુંકમાં કોઇ વ્યવસ્થા કરશે. પરંતુ ઘણા દિવસો સુધી કંઇ ન થયું તો પગપાળા જ નીકળવું પડ્યું છે. હવે આગળ જે થશે, જોઇ લેવાશે.’ તેમના સાથી કલ્યાણ સિંહે કહ્યું કે ‘અમારા ગરીબોની સાંભળે કોણ? જ્યારે રોજગાર છીનવાતા ભૂખ્યા જ મરવું છે તો પોતાના પ્રદેશ અને ધરતી પર જઇને મરીશું. ઘણા દિવસોથી ઘેર જવા અહીંના તંત્ર પાસે આસ લગાવી રાખી હતી પરંતુ આશાએ હવે સાથ છોડી દીધો તો શું કરીએ? શરૂમાં ઘણી સંસ્થાઓએ અમારી મદદ કરી, પરંતુ પછી તે પણ બંધ થઇ ગઇ. હવે તો ગમે તેમ કરીને ઘેર પહોંચવું છે.’
પંજાબ: ટિકિટના બદલે દંડા મળ્યાં, હવે ઘરે જવા 15 દિવસ પગપાળા સફર 
ખભા અને માથે સામાનની બેગ ઉઠાવી આકરા તાપની પરવા કર્યા વિના પોતાના ઘર તરફ નીકળેલા પ્રવાસી મજૂરો રિફાઇનરીમાં કામ કરતા હતા. તેઓ બહુ જ દુ:ખી મનથી જણાવે છે કે કોન્ટ્રાક્ટરે બે મહિનાનો પગાર આપ્યો નથી. જે થોડુંઘણું ખિસ્સમાં હતું, તેનાથી જ રાશન-પાણી લાવતા હતા.પરંતુ હવે તો તે પણ ખતમ થઇ ગયું. રેલગાડી ચાલવાથી ઘર જવાની આશા બંધાઇ હતી, પણ રજિસ્ટ્રેશન અને મેડિકલ સર્ટિ બનાવ્યા છતાં ટ્રેનમાં બેસી શક્યા નહીં. ઉલટાનું પોલીસના દંડા ખાવા પડ્યા. તેઓ કહે છે કે ‘રજિસ્ટ્રેશન અને મેડિકલ સર્ટિફિકેટ બનાવતા કહેવાયું કે 10 મેના રોજ ગાડી જશે. પરંતુ કોઇ ફોન આવ્યો નહીં. ઘણા લોકો સ્ટેશન જઇ રહ્યા હતા, અમે પણ નીકળી પડ્યા. સવારથી સાંજ સુધી રાહ જોતા રહ્યા અને ગાડીમાં બેસવા તો ન મળ્યું ઉલટા પોલીસે દંડા મારી ભગાડી દીધા. તેથી અમે ગાડીમાં બેસવાનો ઇરાદો જ છોડી દીધો. ઝારખંડ સ્થિત ઘેર તો જવું જ છે. તેથી પગપાળા જ નીકળી પડ્યાં છીએ. દિવસ-રાત ચાલીશું તો 12થી 15 દિવસમાં પહોંચીશું’ કામ-ધંધો છૂટવાને કારણે બેરોજગારી વેઠી રહેલા ઘણા પ્રવાસી મજૂરો અગાઉ પણ પોતાના પરિવાર સાથે પગપાળા જ રેલવે લાઇનોથી જઇ ચૂક્યા છે. જ્યારે ઘણા લોકો ટ્રક કે અન્ય વાહનોથી ચોરી-છૂપી પલાયન કરી ચૂક્યા છે. અહીંમ સુધી કે તેના માટે તેમની પાસેથી પૈસા પણ પડાવી લેવામાં આવ્યા છે.
છત્તીસગઢ: લિફ્ટ આપનારાઓ પૈસા વસૂલીને પણ અડધા રસ્તે છોડી દે છે
શ્રમિકોનું એક ટોળું ભરબપોરે ટ્રકની આસ-પાસ રાયપુર-બિલાસપુર રોડ પર ધનેલી પાસે ઊભુ હતું. ડ્રાઇવર ઢાબામાં ભોજન લઇ રહ્યો હતો. ટ્રકમાં 10 મહિલા સહિત 22 મજૂરો હતા. તેઓ હૈદરાબાદથી નીકળ્યા છે. ત્યાં રોજમદાર મજૂરી કરતા હતા. તેમને તિપાઇપાલી ગામ પહોંચવું છે. મજૂર માનિક દાસે ભાસ્કરને જણાવ્યું કે હૈદરાબાદમાં કોરોનાને કારણે અમે લોકો દહેશતમાં જીવી રહ્યા હતા. પરંતુ કોઇનાથી મદદ મળી રહી નહતી. તેથી જીવ બચાવવા નીકળી પડ્યાં. માર્ગમાં ચાર વખત ટ્રકોમાં લિફ્ટ લીધી. તેમણે એક એક માણસના 900થી હજાર રૂપિયા સુધી વસુલ્યા. તેમ છતાં અડધા રસ્તે ઉતારી દીધા. મુસાફરીમાં જેટલી મુશ્કેલી થઇ અને ખર્ચ થયો તેનાથી અડધા પૈસામાં ટ્રેનથી અમે ઘેર પહોંચી ગયા હોત.’બીજી બાજુ તંત્રે કેટલાક મજૂરોને પિથૌરામાં અશ્રય આપ્યો છે. એક શ્રમિકે કહ્યું કે કોઇ વ્યવસ્થા ન હોવાથી પગપાળા જ બે દિવસ પહેલાં નાગપુરથી નીકળી પડ્યા. માર્ગમાં ટ્રક કે અન્ય વાહનોથી લિફ્ટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો