તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • "We Are Preparing Plasma Bank, We Will Give Plasma To Those Who Need It After Doctor's Recommendation," Kejriwal Said.

પ્લાઝ્મા થેરપીથી કોરોનાની સારવાર:દિલ્હીમાં દેશની પહેલી પ્લાઝ્મા બેન્ક 2 દિવસમાં શરૂ થશે, કેજરીવાલે કહ્યું- પ્લાઝ્મા ડોનેટ કરનારને ટ્રાન્સપોર્ટની સુવિધા અપાશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને બેન્કમાં વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી
  • કેજરીવાલે કહ્યું- દિલ્હી સરકારે પ્લાઝમા થેરેપીથી કોરોના દર્દીઓના ઇલાજનું ટ્રાયલ કર્યું હતું જેમાં સફળતા મળી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસ સંક્રમિતોની સારવાર હવે પ્લાઝ્મા થેરપીથી પણ કરવામાં આવશે. તેના માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બાઈલિયરી સાયન્સ (ILBS)માં પ્લાઝ્મા બેન્ક તૈયાર કરવામાં આવી રહી છે. દેશની પહેલી પ્લાઝ્મા બેન્ક બે દિવસમાં શરૂ થશે. ડોક્ટરની ભલામણથી દરેક જરૂરિયાતના લોકોને પ્લાઝ્મા આપવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે પ્લાઝ્મા થેરપીથી કોરોના દર્દીઓની સારવારની ટ્રાયલ શરૂ કરી છે. તેમાં સફળતા મળી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ લોકોને બેન્કમાં વધુને વધુ પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે, જેથી વધારે લોકોને બચાવી શકાય. મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું છે કે, પ્લાઝ્મા દાન કરનાર લોકોને ટ્રાન્સપોર્ટની સુવિધા પણ આપવામાં આવશે.

ડો. અસીમના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય
કેજરીવાલે એલએનજેપી હોસ્પિટલના ડોક્ટર અસીમ ગુપ્તાની મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારને એક કરોડ રૂપિયા આપવામા આવશે. 

દિલ્હીમાં કોરોના સંક્રમણના 83 હજારથી વધુ કેસ
દિલ્હીમાં સોમવારે સવાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 83 હજારથી વધુ થઇ ગઇ છે. તેમાંથી 52607 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 2623 લોકોના મોત થયા છે. દેશમાં અત્યારસુધી 5 લાખ 48 હજાર 669 કોરોના કેસ નોંધાયા છે. તેમાંથી 3.21 લાખ દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 2.10 લાખ લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. 16 હજાર 492 સંક્રમિતોના મોત થયા છે. 

અન્ય સમાચારો પણ છે...