ખેડૂતોએ આપેલું ભારત બંધ પૂરું:પ્રદર્શન સમયે દિલ્હી-સિંધુ બોર્ડર પર હાર્ટ એટેકથી એક ખેડૂતનું મોત, 10 કલાક બાદ દિલ્હી-ગાઝીપુર બોર્ડર ખુલી

નવી દિલ્હીએક મહિનો પહેલા

ત્રણ કૃષિ કાયદા સામે સોમવારે બોલાવવામાં આવેલ ભારત બંધનો અંત આવ્યો છે. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી અનેક રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરીમાર્ગ બંધ રહ્યા. અનેક રુટ ડાયવર્ટ કરવા પડ્યા. અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી અથવા તો વિલંબ થયો હતો. દિલ્હીથી જતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. બંધની અસર હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં વધારે રહી છે. દિલ્હી-ગાઝીપુર બોર્ડરને પણ 10 કલાક બાદ ખોલવામાં આવી હતી.

ભારતીય ખેડૂતો યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ભારત બંધ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. હવે સંયુક્ત કિસાન મોરચાની આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દરમિયાન પ્રદર્શન સમયે દિલ્હી-સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે હૃદય રોગને લીધે તેનું મૃત્યુ થયું છે. મૃતક ખેડૂતની ઓળખ ભગેલ રામ તરીકે થઈ છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ આ અંગે વધારે જાણકારી મળી શકે છે.

કોંગ્રેસ, RJD, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ડબેરી પક્ષોએ ભારત બંધનું સમર્થન કર્યું હતુ. અખિલ ભારતીય બેન્ક અધિકારી પરિસંઘ (AIBOC) તરફથી પણ બંધને સમર્થન મળ્યું હતુ.જ્યારે સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે તે આંદોલન છોડી વાતચીતનો માર્ગ અપનાવે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર ખેડૂતોને જે મુદ્દે વાંધો છે તે અંગે વિચારણા કરવા તૈયાર છે.

ખેડૂત નેતા ધવલેએ દાવો કર્યો- 25થી વધારે રાજ્યોમાં બંધ સફળ રહ્યું
અખિલ ભારતીય ખેડૂત સભાના અધ્યક્ષ અશોક ધવલેએ કહ્યું કે ભારત બંધને છેલ્લા કેટલાક વર્ષોમાં આટલું ભારે સમર્થન મળ્યું નથી. 25થી વધારે રાજ્યોમાં બંધ સફળ રહ્યું છે. જ્યાં સુધી ખેડૂત વિરોધી કાયદાને પાછો નહીં લે અને MSPની ગેરન્ટી આપતો કેન્દ્રીય કાયદો ન હોય અમે અમારો સંઘર્ષ ચાલુ રાખવા તૈયાર છીએ.

તામિલનાડુમાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી
તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં કૃષિ કાયદાની સામે આંદોલન કરી રહલા પ્રદર્શનકારીઓએ અનેક પોલીસ બેરિકેડ્સ તોડ્યા હતા. પોલીસના કહેવા પર પણ જ્યારે ખેડૂતો માન્ય નહીં, ત્યારબાદ પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી.

ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહાંના સભ્યોએ પટિયાલા નજીકના ઢાબલાન ગામમાં ખેડૂતોના ભારત બંધ દરમિયાન રેલવે-ટ્રેકને બ્લોક કર્યો છે.
ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહાંના સભ્યોએ પટિયાલા નજીકના ઢાબલાન ગામમાં ખેડૂતોના ભારત બંધ દરમિયાન રેલવે-ટ્રેકને બ્લોક કર્યો છે.

બિહારમાં વૈશાલી અને આરામાં RJDના કાર્યકરો રસ્તા પર ઊતર્યા હતા
બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસ પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે, જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે, જેમ કે રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનાઓમાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસતિગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઊતર્યા છે. આંદોલનકારીઓ વાહનવ્યવહાર ખોરવી રહ્યા છે.

RJD એ ભારત બંધનું સમર્થન કર્યું છે. પાર્ટી કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
RJD એ ભારત બંધનું સમર્થન કર્યું છે. પાર્ટી કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું હતુ. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે, જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે.

ખેડૂતોના વિરોધને જોતાં દિલ્હી મેટ્રોએ પંડિત શ્રી રામ શર્મા સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દીધી

અહીં બંધના એક દિવસ પહેલાં રવિવારે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ આંદોલન છોડીને વાતચીતનો માર્ગ અપનાવે. સરકારે તેમને કહ્યું હતું કે કૃષિ કાયદા બાબતે તેમના વાંધાને ધ્યાનમાં લઈને એના પર વિચાર કરવા માટે સરકાર તૈયાર છે. આ વિશે પહેલાં પણ ઘણી વખત વાત થઈ ચૂકી છે. આ પછી પણ, તેમને લાગે છે કે જો કોઈ મુદ્દો બાકી છે તો સરકાર ચોક્કસપણે એનો અમલ કરશે.

ભારત બંધને જોતાં ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો.

વિરોધને જોતાં દિલ્હી ટ્રાફિક-પોલીસે ગાઝીપુર બોર્ડર બંધ કરી દીધી

ખેડૂતોએ શંભુ બોર્ડર પર ટ્રાફિકજામ કર્યો

અન્ય સમાચારો પણ છે...