મહારાષ્ટ્રના યવતમાલમાં શનિવારે એક ભૂગર્ભ પાઈપ લાઈન ફાટી ગઈ હતી. જેમાં પાણીના પ્રેશરથી રસ્તો પણ ફાટી ગયો હતો. પ્રેશર એટલું વધું હતું કે રસ્તાના ટુકડા પાણીની સાથે 15 ફૂટ સુધી હવામાં ઉછળ્યા હતા.
આ ઘટના યવતમાલમા મિંડે રોડ ટોક પર બની હતી. આ દરમિયાન નજીકથી પસાર થઈ રહેલા એક સ્કૂટી સવાર મહિલા ઘાયલ થઈ હતી. એ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
અવાજ એવો આવ્યો કે જાણે ધરતી ધસી ગઈ
આ ઘટનાને નજરે જોનાર અન્ય એક રાહદારી પૂજા વિશ્વાસે જણાવ્યું હતું કે હું ફોન પર વાત કરી રહી હતી, ત્યારે મેં જોયું કે પાણીના પ્રેસરથી ભૂગર્ભ પાઈપ લાઈન ફાટી ગઈ હતી અને ચારેય તરફ પાણી ભરાઈ ગયું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રોડ તૂટવાનો અવાજ પણ રેકોર્ડ થયો છે. દબાણના કારણે પહેલા રસ્તામાં તિરાડો જોવા મળી હતી અને થોડીવારમાં ફુવારાની જેમ પાણી ઉછળ્યું હતું. ભૂગર્ભ પાઈપલાઈન ફાટવાનો અવાજ જાણે એવો સંભળાયો હતો, જાણે જમીન ઘસી ગઈ હોય.
અમૃત યોજના હેઠળ પાઈપલાઈન નાખવામાં આવી હતી
યવતમાળમાં અમૃત યોજના હેઠળ રસ્તાઓ ખોદીને પાઈપલાઈન નાખવામાં આવી હતી, પરંતુ પાણીનું દબાણ વધવાને કારણે પાઈપલાઈન ફાટી ગઈ હતી. બાદમાં આ પાણી રસ્તો ફાડીને બહાર આવ્યું હતું. વિદર્ભ હાઉસિંગ સોસાયટીના લોકોનો આરોપ છે કે અમૃત યોજનાના કામમાં ગોટાળાના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો...
ઉજ્જૈનમાં ગેસ પાઈપલાઈન સાથે કાર અથડાઈ
ઉજ્જૈન રેસિડેન્શિયલ કોલોનીમાં ઘરની બહાર પાર્ક કરેલી કારને વધુ ઝડપે આવી રહેલી બીજી કારે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘણું નુકસાન થયું હતું. કારને કારણે ગેસ પાઇપલાઇનને પણ નુકસાન થયું છે.
છત્તીસગઢમાં મહિલા સેલની સામે નાખવામાં આવેલી પાઈપલાઈન ફાટી ગઈ
સિવિલ લાઇન રોડ પર મહિલા સેલની સામે નાખવામાં આવેલી મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે. આ સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે. તે છતા નપા દ્વારા હજુ સુધી સુધારવામાં આવ્યું નથી. જેના કારણે દરરોજ હજારો લીટર ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સહયોગ યુવા સંસ્થાના હોદ્દેદારોએ ગુરુવારે તૂટેલી પાઈપલાઈન રિપેર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યોગ્ય સાધનના અભાવે તેમાં સુધારો થઈ શક્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.