• Gujarati News
  • National
  • Final Presentation Leave Grandpa, Leave Brother ... Hit So Hard That The Screaming Stopped

UP લખીમપુરમાં ડ્રાઈવર ચીસો પાડતો રહ્યો, ટોળુ મારતુ રહ્યું:અંતિમ રજૂઆત- દાદા છોડી દો, ભાઈ છોડી દો...એટલો માર્યો કે ચીસો સંભળાતી બંધ થઈ ગઈ...જોકે કોઈને દયા ન આવી

લખીમપુર22 દિવસ પહેલા
  • આશિષ મિશ્રના ડ્રાઈવર હરિઓમને માર મારવાનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રના ડ્રાઈવર હરિઓમને માર મારવાનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. તેમાં ડ્રાઈવર જમીન પર સુતેલો છે, ત્રણ-ચાર લોકો તેને લાકડી-ડાડાથી ખરાબ રીતે મારી રહ્યાં છે. તે હાથ જોડીને પોતાને છોડાવવા માટેની વિનંતી કરી રહ્યો છે. જોકે તેને કોઈ સાંભળી રહ્યું નથી.

ડ્રાઈવરના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. તે ગભરાયેલો છે. તેના ચહેરા અને આંખોમાં મૃત્યુનો ડર છે. તે ક્યારેક સામે ઉભેલી ભીડને તો ક્યારેક ડાબી કે જમણી તરફ જોઈ રહ્યો છે. ડ્રાઈવર કહી રહ્યો છે કે દાદા છોડી દો, ભાઈ છોડી દો પરંતુ કોઈને દયા ન આવી.

ભીડમાં કેટલાક લોકો ડંડો દેખાડી રહ્યાં છે. ડ્રાઈવર ના પાડે છે તો પણ તેની ઉપર તૂટી પડે છે. કેટલાક લોકો બૂમો પાડી રહ્યાં છે, મારો...મારી નાંખો. વચ્ચે-વચ્ચે ગાળોનો અવાજ પણ આવે છે. તે પોતાના જીવની ભીખ માંગી રહ્યો છે. જોકે ડંડા વડે તેને એટલો માર મારવામાં આવ્યો કે તેની ચીસો પણ થંભી જાય છે.

રાજ્યમંત્રીના પુત્ર પર નોંધાયો હત્યાનો કેસ
લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસા પછી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશિષ મિશ્રની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે. આશિષ મિશ્રની વિરુદ્ધ હત્યા અને ઈરાદા સાથે હત્યાની કલમો લાગુ કરવામાં આવી છે. મામલામાં આઈજી રેન્જ લક્ષ્મી સિંહએ જણાવ્યું કે નિવેદનના આધારે આશીષ મિશ્ર મોનૂ અને 15-20 લોકોની વિરુદ્ધ કલમ 147, 148, 149, 302, 130 બી, 304 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે મામલો?
કૃષિ કાયદાઓ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રની ટિપ્પણીનો વિરોધ કરનાર ખેડૂત અને મંત્રીના પુત્રની વચ્ચે રવિવારે હિંસક ટક્કર થઈ. તિકુનિયામાં થયેલી બબાલ દરમિયાન પુત્ર આશીષ મિશ્રની ગાડીની નીચે કચડાઈ જવાથી ચાર ખેડૂતો અને અન્ય પાંચ લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

જાણી જોઈને ગાડી ચઢાવવાનો આરોપ લગાવતા ગુસ્સે થયેલા ખેડૂતોએ મંત્રીની ગાડીમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. જોકે મંત્રીના પુત્રએ ખેતરમાં ભાગીને જીવ બચાવ્યો. જોકે આ દરમિયાન થયેલી મારામારીથી ડ્રાઈવરનું મૃત્યુ થયું.

અન્ય સમાચારો પણ છે...