બિહારમાં ભાગલપુરમાં બુધવારે ટ્રેનમાં મોબાઈલ ચોરીના આરોપમાં ટોળાએ એક યુવકને ઝડપી પાડ્યો હતો. તેને ખૂબ માર મારવામાં આવ્યો. પછી કોચના દરવાજા સાથે હાથ બાંધીને લટકાવી દીધો. લોકોએ કહ્યું, ટ્રેન સ્ટેશન પર હતી ત્યારે એક યુવક આવ્યો અને બારીમાંથી મોબાઈલ છીનવીને ભાગવા લાગ્યો. આ દરમિયાન લોકોએ તેનો હાથ પકડી લીધો હતો.
આ બનાવ ભાગલપુર સાહેબગંજના મમલખા રેલવે સ્ટેશનનો છે. ટ્રેન શરૂ થતાં પેસેન્જરોએ તેને પકડીને અંદર ખેંચી લીધો. આ પછી તેને ઢોરમાર માર્યો હતો તેમજ ટ્રેનના દરવાજા પરથી પણ લટકાવી દીધો. ટોળાએ ચોરને લગભગ 10 કિમી સુધી આવી રીતે ટ્રેનમાં લટકાવ્યો હતો. આ દરમિયાન ટ્રેનની સ્પીડ 80થી 100ની વચ્ચે હતી.
ટ્રેનની બારીમાંથી લોકો ચોરનો વીડિયો બનાવવા લાગ્યા. યુવકના પગ પાટા પર તો કયારેક થાંભલા પર અથડાતા માંડ-માંડ બચ્યો. લોકોએ કહ્યું- ઘરે લઈ જાઓ. તેને મારી નાખો. ચોરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.