• Gujarati News
  • National
  • Was Running At A Speed Of 100 KMPH On The Highway, Braked Just 5 Seconds Before The Accident

સાયરસની મર્સિડીઝ 89 KMPH પર પુલ સાથે અથડાઈ:હાઇવે પર 100 KMPHની સ્પીડથી દોડી રહી હતી, અકસ્માતની 5 સેકન્ડ પહેલાં જ બ્રેક મારી હતી

22 દિવસ પહેલા

અમદાવાદ-મુંબઈ હાઈવે (NH-98) પર રવિવારે ડિવાઈડર સાથે અથડાતા પહેલા સાયરસની કાર અકસ્માતના ઠીક પહેલા 100 KMPHની સ્પિડથી દોડી રહી હતી. સાયરસની કારની તપાસ કર્યા પછી મર્સિડીઝ કંપનીએ આવી જાણકારી આપી હતી. કંપનીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે કારના અથડાયાના 5 સેકેન્ડ્સ પહેલા જ ડ્રાઈવરે બ્રેક લગાવી હતી, જેના કારણે સ્પિડ ઘટીને 89 KMPH પર આવી ગઈ હતી.

કારની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે હોંગકોંગથી મર્સિડીઝની એક્સ્પર્ટ્સની ટીમ આવશે, જે 12 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ પહેલા IIT ખડગપુરની ફોરેન્સિક ટીમે પણ અકસ્માતનું કારણ પુલની ડિઝાઈને લીધે આવું થયુ હોવું કહ્યુ હતુ. તો શરૂઆતના તપાસમાં પોલીસે ઓવરસ્પિડિંગ અને ઓવરટેકિંગ દરમિયાન જજમેન્ટ લેવામાં ભૂલ થઈ હોવાનું કારણ આપ્યુ હતુ.

રવિવારથી લઈને શુક્રવાર સુધીમાં એટલે કે કુલ 6 દિવસમાં અક્સ્માતને લઈને 3 થિયરી સામે આવી છે. નીચે આપેલા ગ્રાફિક્સની મદદથી કાર અકસ્માતના કારણ પણ સમજી લો...

આગળ વાંચતા પહેલા જાણો અકસ્માત વિશે...

અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપ રવિવારે થયેલા એક્સિડેંટમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયુ હતુ. તેમની મર્સિડીઝ GLC 220 કાર હાઈવે ઉપર સૂર્યા નદીના પુલ ઉપર બનેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેઓ ગુજરાતના ઉદવાડા પારસી મંદિરથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું (54) અને તેમની મિત્ર જહાંગીર પંડોલે (49)નું નિધન થયુ હતુ. જ્યારે ડ્રાઈવ કરી રહેલા ડો. અનાયતા પંડોલે અને પતિ દરીયસ પંડોલે ઘાયલ થયા હતા.

અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર સ્પીડ લિમિટ 90 KMPH
NH-98 પર ગાડીઓ માટે સ્પીડ લિમિટ 90 KMPH છે, જ્યારે સૂર્યા નદીના પુલની પહેલાં સ્પીડ લિમિટ 40 KMPH કરવાનો નિર્દેશ હતો. સાયરસની કારની સ્પિડ વોયલેશન અને આના ઉપર કાર્યવાહીના સવાલ ઉપર પાલઘરના SPએ રિપોર્ટ ના આવે ત્યાં સુધી રાહ જોવાની વાત કરી હતી.

મર્સિડીઝે 20 KMની દૂરી 9 મિનિટમાં કાપી લીધી હતી
સાયરસ મિસ્ત્રી જે કારમાં જઈ રહ્યા હતા, તેનો છેલ્લો CCTV ફૂટેજ પોલીને મળ્યા હતા. MH-47-AB-6705 નમબરની મર્સિડીઝ કારને રવિવારે બપોરે 2 વાગીને 3 મિનિટે સૂર્યા નદીના પુલ પર કારને અકસ્માત નડ્યો હતો મર્સિડીઝ કારને 20 KMએ આ દૂરીને માત્ર 9 મિનિટમાં જ કાપી લીધી હતી.

સાયરસની કાર ચરૌતી ચેક પોસ્ટથી બપોરે 2:21 વાગે ક્રોસ થઈ હતી, 2:30 વાગે કારનો અકસ્માત થયો હતો.
સાયરસની કાર ચરૌતી ચેક પોસ્ટથી બપોરે 2:21 વાગે ક્રોસ થઈ હતી, 2:30 વાગે કારનો અકસ્માત થયો હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું પણ હતું કે કારની ગતિ ઘણી જ હતી. જેને એક મહિલા ચલાવી રહી હતી. સીર્યા નદીના પુલ પર ઓવરટેકિંગના સમયે કાર ડિવાઈડરથી અથડાઈ હતી. સ્થાનિય લોકોએ સૌથી પહેલા કારથી લોકોને કાઢવામાં આવ્યા હતા.

ફોરેન્સિક ટીમનો રિપોર્ટ-પુલની ડિઝાઈનમાં ખરાબી
અકસ્માતના તપાસ માટે પહોંચેલી IIT ખડગપુરના 7 મેમ્બર ફોરેન્સિક ટીમે કારની ડિટેઈલ તપાસ કર્યા પછી જણાવ્યુ હતુ કે અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર સૂર્યા નદીના પુલની ડિઝાઈનમાં જ ખરાબી છે. જેના કારણે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયુ હતુ.

સાયરસની કાર આ ડિવાઇડર સાથે અથડાઈ હતી.
સાયરસની કાર આ ડિવાઇડર સાથે અથડાઈ હતી.

મર્સિડીઝની ડેટા ચિપ ડિકોડિંગ માટે જર્મની મોકલવામાં આવી
પોલીસનું કહેવું છે કે મર્સિડીઝનો દાવો છે કે તેણે યોગ્ય પરિક્ષણ બાદ જ તેના તમામ વાહનોને પ્લાન્ટમાંથી સપ્લાય કર્યા છે. તેથી, કંપનીને પૂછવામાં આવ્યું છે કે મેન્યુફેક્ચરર દ્વારા કરાયેલા ટેસ્ટ અને ઇન્વેસ્ટીગેશનમાં કોલિજન ઈમ્પેક્ટનો રિપોર્ટ શું છે.... અને શું કારમાં કોઈ મિકેનિકલ ફોલ્ટ હતો ? પોલીસ દ્વારા પણ આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે કારણ કે મર્સિડીઝની GLC 220ને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.

કાર અકસ્માત થતાં જ પોલીસે મર્સિડીઝ કંપનીને અકસ્માત અંગે જાણ કરી હતી. આ પછી, કંપનીએ પાલઘર પોલીસને કહ્યું છે કે કારમાં લાગેલી ડેટા રેકોર્ડર ચિપને ડીકોડિંગ કરવા માટે જર્મની મોકલવામાં આવી છે. તેને ડીકોડ કરવાથી SUV વિશે સંપૂર્ણ માહિતી મળશે, જે પોલીસ સાથે શેર કરવામાં આવશે.

હાઈવેનો ઓડિટ થશે, 2013માં 9 બ્લેક સ્પોટ્સ મળ્યા હતા
પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ જણાવ્યુ હતુ કે રાજમાર્ગ મંત્રાલયની ટીમ સાથે જિલ્લા પ્રશાસનની ટીમ 14 સપ્ટેમ્બરે NH-98નો ઓડિટ કરશે. આ હાઈવેની ડિઝાઈનમાં ટેક્નિકલ ફોલ્ટની પણ ખબર પડી જશે. વર્ષ 2013માં આ હાઈવે ઉપર 9 બ્લેક સ્પોટ્સ મળ્યા હતા, અટલે કે આ હાઈવે દુર્ઘટનાની સંભાવનાના ભાગો મળ્યા હતા. હવે આ હાઈવે ના બ્લેક સ્પોટ્સ પર સાઈન બોર્ડ લગાવવાની તૈયારી પણ થઈ ગઈ છે.