ડોકટરના એકના એક પુત્રએ ફાંસી લગાવી:કોટામાં IITની તૈયારી કરી રહ્યો હતો, લખ્યું- સોરી, મમ્મી-પપ્પા હું કોઈ વાતને લાયક નથી

કોટા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના કોટામાં IITની તૈયારી કરી રહેલા 17 વર્ષના કોચિંગ સ્ટૂડન્ટે ગળાફાંસો લગાવીને સુસાઈડ કરી લીધી છે. તેને સુસાઈડ નોટમાં લખ્યું- 'સોરી મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. મારો પ્રેમ ખોટો ન હતો, પણ એક યુવક સાથે થયો હતો.' મામલો કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

પોલીસે જણાવ્યું કે MPના છિંદવાડામાં રહેતા પ્રથમ જૈન (17) છેલ્લાં 2 મહિનાથી કોટામાં રહીને IITની તૈયારી કરી રહ્યો હતો. સ્ટૂડન્ટ મહાવીર નગર ફર્સ્ટ વિસ્તારમાં ફોર ટૂ હોસ્ટેલમાં રહેતો હતો. તેના પિતા ડોકટર છે.

શુક્રવાર સવારે તે કોચિંગ ગયો ન હતો. સવારે 10 વાગ્યે મિત્રો સાથે વાતચીત કરી અને તેમની સાથે ખાવાનું ખાધું. પછી મિત્રો જતા રહ્યાં, પ્રથમ પોતાના રૂમમાં જતો રહ્યો. બપોરે 2 વાગ્યે મિત્રોએ જ્યારે દરવાજો ખખડાવ્યો તો તેને ન ખોલ્યો. મિત્રોને લાગ્યું કે તે સૂઈ ગયો હશે.

સાંજે મિત્રોએ ફરી દરવાજો ખખડાવ્યો, પરંતુ તેને ન ખોલ્યો. પછી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે રૂમનો દરવાજો તોડ્યો તો સ્ટૂડન્ટ ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં મળ્યો. પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી.

પોલીસે સ્ટૂડન્ટની પણ પૂછપરછ કરી રહી છે. સાથે જ હોસ્ટેલ ઓનર પાસેથી પણ સ્ટૂડન્ટની ડેઈલી એક્ટિવિટી સહિત અન્ય જાણકારીઓ લીધી છે.
પોલીસે સ્ટૂડન્ટની પણ પૂછપરછ કરી રહી છે. સાથે જ હોસ્ટેલ ઓનર પાસેથી પણ સ્ટૂડન્ટની ડેઈલી એક્ટિવિટી સહિત અન્ય જાણકારીઓ લીધી છે.

સુસાઈડ નોટમાં લખ્યું- સોરી, મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. તમારો પુત્ર ઘણું લડ્યો, પરંતુ હારી ગયો. આટલા બધાં પૈસા મારી પાછળ બરબાદ કરવા માટે સોરી. હવે ખાલી ચૂચૂના અભ્યાસનો ખર્ચો થશે. મારો પ્રેમ ખોટો ન હતો, યુવક સાથે થયો હતો, પરંતુ એકદમ સાચો હતો. ભવ્યને ઘણો જ પ્રેમ કરું છું.

જવાહરનગર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. મૃતકના અંકલ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય ડિટેલ્સ અંગે વાત કરી.
જવાહરનગર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. મૃતકના અંકલ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય ડિટેલ્સ અંગે વાત કરી.

​​​​​જવાહરનગર પોલીસ સ્ટેશનના CI રામકિશને જણાવ્યું કે મૃતકે સુસાઈડ નોટમાં જે યુવકનો ઉલ્લેખ કર્યો છે, તે તેના નાનપણનો મિત્ર છે. આ અંગે તપાસ ચાલી રહી છે. તેમને જણાવ્યું કે ઘટનાની સુચના બાદ શનિવારે સવારે પરિવારના લોકો કોટા આવ્યા છે. સુસાઈડના કારણની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...