હૈદરાબાદમાં પટનાના રહેવાસી IB અધિકારી કુમાર અમિરેશ (51)નું મૃત્યુ થયું હતુ. 20 મેના રોજ અમિરેશ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુલાકાત બાબતે સુરક્ષા તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પરથી અચાનક પડી જવાને કારણે તેમનું મોત થયું હતું. બુધવારે આ અકસ્માત થયો હતો. અમિરેશ IBમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ પર હતા.
દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે
આ સમગ્ર દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં અમિરેશ ઓડિટોરિયમની અંદર પોલીસ અધિકારીઓ સાથે જોવા મળે છે અને સુરક્ષા તપાસને લગતા પોતાના મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા હોય છે. આ દરમિયાન તેમનો પગ સ્ટેજના ખૂણા પરની ગ્રીલમાં ફસાઈ જાય છે અને તેઓ લથડાતા 4 ડગલાં આગળ ધસી જાય છે અને નીચે પડી જાય છે. આ પછી ત્યાં હાજર બાકીના પોલીસ અધિકારીઓ તેમની તરફ દોડે છે.
અમિરેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. તેલંગાણા પોલીસ અને આઈબીની ટીમ સંયુક્ત રીતે અહીં ઓડિટોરિયમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવી રહી હતી, જેમાં કાર્યક્રમ યોજાનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.