તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 'Matsya Manav' Was Born In Hyderabad, Died Within Two Hours, The Child Had A Strange Disease

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીબ ઘટના:હૈદરાબાદમાં 'મત્સ્ય માનવ'નો જન્મ થયો, બે કલાકમાં જ મૃત્યુ થયું, બાળક વિચિત્ર બીમારી ધરાવતું હતું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીરો) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીરો)

હૈદરાબાદમાં એક જલપરી જેવા બાળકનો જન્મ થયો છે. કમનસીબે તે વધારે સમય સુધી જીવિત રહી શક્યું નથી. જોકે આ દુર્લભ નજારો જોઈને તે બાળકના પરિવાર તથા ડોક્ટરને પણ ભારે આશ્ચર્ય થયું હતું. કારણ કે ખૂબ જ દુર્લભ પ્રકારની બીમારી છે,જે 10 લાખ બાળક પૈકી કોઈ એક બાળકને થઈ શકે છે.

તેમા બાળકનું શરીર માનવીનું અને અડધુ શરીર માછલીની આકૃત્તિ હોઈ શકે છે. તેને મરમેડ સિંડ્રોમ કહેવામાં આવે છે. લોકો તેને મત્સ્ય-માનવ પણ કહે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હૈદરાબાદમાં આવેલી પેટલાબુર્જ મેટરનિટી હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો હતો. લોકો તેને મરમેડ બેબી તરીકે પણ ઓળખે છે. એટલે કે જલપરી જેવું બાળક. અડધુ માનવ શરીર અને અડધુ માછળી. જોકે આ બાળક કેટલાક કલાક જ જીવિત રહી શક્યું. કારણ કે તેને જન્મ સંબંધિત બીમારી થઈ હતી, જેને મરમેડ સિંડ્રોમ કહેવામાં આવે છે.

મરમેડ સિંડ્રોમને લીધે બાળકના શરીરનો ઉપરનો ભાગ માનવી જેવો હોય છે, પણ નીચેનો ભાગ વિકસિત થઈ શકતો નથી. તેને લીધે નીચેનો ભાગ માછલીની પૂંછ જેવો દેખાય છે. એટલે કે માછલીની પાંખો જેવી હોય છે.

મરમેડ સિંડ્રોમને સાઈરેનોમેલિયા પણ કહે છે. ગયા સપ્તાહમાં બાળકનો જન્મ થયો હતો. જન્મ થયાના થોડા કલાકો સુધી તે જીવિત રહી શક્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ તપાસમાં જાણી શકાયું ન હતું કે બાળક આ બીમારીનો ભોગ બનેલું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મરમેડ સિંડ્રોમ અથવા સાઈરેનોમેલિયા ત્યારે થાય છે કે જ્યારે માતા-પિતા પૈકી કોઈ એકમાં જેનેટીક ડિસઓર્ડર હોય અથવા પર્યાવરણને લીધે જીન્સમાં કોઈ ખામી આવી જાય છે. સામાન્ય રીતે આ ત્યારે થાય છે કે જ્યારે એક માનવીથી બીજા માનવીમાં પૂરા જીન્સ પહોંચતા નથી. કોઈ કારણથી રક્તવાહીની સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત થઈ શકતી નથી.

હૈદરાબાદમાં જન્મેલું બાળક બે પગ ધરાવતું ન હતું. તેના શરીરના નીચેના ભાગના હાંડકા એકબીજા સાથે જોડાઈ ગયેલા હતા. પેટમાં પણ અનેક અંગ ગુમ હતા. પેલ્વિસ તથા બન્ને કિડની પણ ન હતી. NCBIના મતે સામાન્ય રીતે આ પ્રકારના બાળકનો જન્મ થાય છે પણ તે લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી.

વર્ષ 2018માં મહારાષ્ટ્રના અંબાજોગાઈ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ સરકારી હોસ્પિટલમાં પણ આ જ પ્રકારના એક બાળકનો જન્મ થયો હતો. તેનું પણ 15 મિનિટમાં મૃત્યુ થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો