તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Warrant Against Nirav Modi's Sister And Son in law Canceled; Court Order As Both Are To Be Witnesses To The Apology

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PNB બેંક કૌભાંડ:નીરવ મોદીના બહેન અને બનેવી વિરુદ્ધનું વોરંટ રદ; બંને માફીના સાક્ષીદાર બનવાના હોવાથી કોર્ટનો આદેશ

મુંબઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
નીરવ મોદીની ફાઇલ તસવીર - Divya Bhaskar
નીરવ મોદીની ફાઇલ તસવીર

પીએનબી બેંક કૌંભાડ પ્રકરણે ફરાર આર્થિક ગુનેગાર નીરવ મોદીની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતા વિરુદ્ધ કાઢવામાં આવેલ બિનજામીનપાત્ર વોરંટ સ્પેશિયલ કોર્ટે રદ કર્યું હતું. બંને માફીના સાક્ષીદાર બનવાના હોવાનું જણાવતા વોરંટ રદ કરવાની માગણી કરી હતી. તેના પછી કોર્ટે આ આદેશ આપ્યો હતો.

2018માં બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ થયું હતું
કૌભાંડમાં સહભાગી હોવા બાબતે સ્પેશિયલ કોર્ટે વિદેશમાં રહેતા મહેતા દંપતી વિરુદ્ધ 2018માં બિનજામીનપાત્ર વોરંટ બજાવ્યું હતું. એ પછી બંનેએ અરજી કરીને પોતે આ પ્રકરણે માફીના સાક્ષીદાર બનવા અને નીરવ મોદી વિરુદ્ધ સાક્ષી આપવા તૈયાર હોવાનું એક અરજી દ્વારા કોર્ટને જણાવ્યું હતું.

બંનેએ કૌભાંડની વિગતો જણાવવાની તૈયારી બતાવી હતી
જાન્યુઆરીમાં કોર્ટે તેમની આ માગણી માન્ય કરી અને તેમને માફી આપવામાં આવી હતી. બંને કૌભાંડની અને એની સાથે સંબંધિત તમામ માહિતી અને હકીકત જણાવશે એ શરતે કોર્ટે તેમની માફીના સાક્ષીદાર બનવાની માગણી માન્ય કરી હતી. એ પછી મહેતા દંપતિએ તેમના વિરુદ્ધ બજાવવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની માગણી કરતી અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો