તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ward Boy Tried To Rape A 45 year old Infected Woman By Closing The Room At Night; The Accused Was Arrested

મહામારીમાં પણ નરાધમો સુધરતા નથી:રાત્રીના સમયે રૂમ બંધ કરી 45 વર્ષિય સંક્રમિત મહિલા સાથે વોર્ડ બોયે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો; આરોપીની ધરપકડ કરાઈ

ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોટસ હોસ્પિટલનું કોવિડ સેન્ટર, જ્યાં આ ઘટના બની - Divya Bhaskar
લોટસ હોસ્પિટલનું કોવિડ સેન્ટર, જ્યાં આ ઘટના બની

મધ્ય પ્રદેશમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ મહિના સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. અડધી રાત્રે વોર્ડ બોયે રૂમને અંદરથી બંધ કરી કોવિડ પોઝિટિવ મહિલાના ચેકઅપના નામે તેની સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે મહિલાએ બૂમો પાડતા વોર્ડ બોય ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના ગ્વાલિયરની લોટસ હોસ્પિટલના કોવિડ સેન્ટર ગોલ્ડન વિલેજની છે.

વોર્ડ બોયે મહિલાના દિકરા અને જેઠ સાથે પણ મારપીટ કર્યાનો આરોપ છે. આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવારે કોવિડ હોસ્પિટલના ડો.પ્રશાંત અગ્રવાલ પર પણ આરોપીને બચાવવાનો અને ભગાડવાનો આરોપ મુક્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શિવપુરીની વિવેકાનંદ કોલોનીમાં રહેતા 45 વર્ષિય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. 16 એપ્રિલની સાંજે ગ્વાલિયરની લોટસ હોસ્પિટલના કોવિડ સેન્ટર, ગોલ્ડન વિલેજ હોટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં શનિવારે સવારે મહિલાને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે 11 વાગે વોર્ડ બોય વિવેક લોધી મહિલાના રૂમમાં પહોંચ્યો હતો. તેણે પૂછ્યું કે કેવુ લાગી રહ્યું છે. ત્યારે મહિલાએ કહ્યું કે ઠીક નથી.

ત્યારે વોર્ડ બોયે મહિલાના કપડાની ચેન ખોલી છેડછાડ કરવા લાગ્યો. પહેલા મહિલાને લાગ્યું કે આ પ્રકારે કોઈ તપાસ હશે,જે કોવિડ દર્દીની આ રીતે તપાસ કરવામાં આવતી હશે. પણ જ્યારે વોર્ડ બોય તેની મર્યાદા વટાવવા લાગ્યો તો તેણે વિરોધ કર્યો. તે રૂમમાંથી જતો રહ્યો. તે ફરી વખત 12 વાગે રૂમમાં આવ્યો. તેણે રૂમને અંદરથી બંધ કરી દીધો. તેણે ફરી મહિલાને પૂછ્યું કેવું લાગે છે. તો મહિલાએ કહ્યું કે ઠીક નથી. તુ જા અહીંથી. આરોપીએ હાર્ટ બીટ તો વધી નથી તે પૂછી મહિલા સાથે જબરદસ્તી શરૂ કદી દીધી. આ સંજોગોમાં મહિલા જોરજોરથી બૂમો પાડવા લાગી તો તે ભાગી છૂટ્યો.

આરોપીએ મહિલાના દિકરા, જેઠ સાથે પણ મારપીટ કરી
ઘટનાથી ગભરાઈ મહિલાએ ફોન કરી દિકરાને બોલાવ્યો. દિકરા તથા મહિલાના જેઠ ત્યાં પહોંચ્યા. જ્યારે મહિલાએ પૂરી ઘટના અંગે વાત કરી ત્યારે દિકરો હોસ્પિટલની નીચે આવ્યો તો બહાર આરોપી વિવેક લોધી ઉભો હતો. જ્યારે તેને પકડ્યો તો તેણે મહિલાના દિકરા અને જેઠ સાથે પણ મારઝૂડ કરી હતી. આ સંજોગોમાં હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ ત્યાં આવી જતા તેને ભગાડી દેવામાં આવ્યો હતો.

આરોપીની ધરપકડ કરવામાં આવી
આરોપી સાથે છેડછાડ અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની વિવેક લોધીની ધરપકડ કરી લેવામાં આવી છે. ડો.પ્રશાંત અગ્રવાલ પર લગાવવામાં આવેલ આરોપની પણ તપાસ કરવામાં આવી રહી છે.