તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Waqf Board Hospital Manager Cuts Employee's Beard With Trimmer, Locks Him In Operation Theater

ભોપાલમાં હોસ્પિટલના કર્મચારીની દાઢી કાપી:વક્ફ બોર્ડની હોસ્પિટલના સંચાલકે કર્મચારીની ટ્રિમરથી દાઢી કાપી નાખી, ઓપરેશન થિયેટરમાં બંધ કરીને માર માર્યો

ભોપાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભોપાલના જૂના વિસ્તારમાં વક્ફ બોર્ડના શિફા હોસ્પિટલના સંચાલકે પોતાના જ એક કર્મચારીને ઓપરેશન થિયેટરમાં બંધ કરીને માર માર્યો છે, એટલું જ નહીં તેની દાઢી પણ કાપી નાખી છે. આ કર્મચારી પર હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દી સાથે અભદ્રતા કરવાનો આરોપ છે. કર્મચારીની ગેરવતર્ણૂંકનો વીડિયો અન્ય એક વ્યક્તિએ ઉતારીને હોસ્પિટલના સંચાલકને મોકલ્યો હતો. તેનાથી નારાજ હોસ્પિટલના સંચાલકે સજાના ભાગરૂપે કર્મચારીને માર માર્યો તેમજ ટ્રિમરથી તેની દાઢી કાપી નાખી. હવે કર્મચારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને કહ્યું કે 'હું તો દર્દીઓની સેવા કરતો હતો. મને ષડયંત્ર અંતર્ગત ફસાવવામાં આવ્યો છે અને મારી દાઢી કાપી નાખી છે, જે એક ઘણો જ મોટો ગુનો છે. જો જવાબદારોને સજા નહીં આપવામાં આવે તો હું જીવ આપી દઈશ.' હાલ સંચાલક મોહસિન ખાન અને તેના બે સાથીઓ મુદ્દિસર તેમજ શહરોજ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ન્યૂ કબાડખાના સ્થિત શિફા હોસ્પિટલમાં આ ઘટના બે દિવસ પહેલાંની છે. અહીં ડ્રાઈવર હાફિઝ મોહમ્મદ અતીફ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે. તેને થોડાં દિવસ પહેલાં હોસ્પિટલમાં દર્દીને એટેન્ડ કરવાની ડ્યૂટી આપવામાં આવી હતી. તેનો આરોપ છે કે, 'મને હોસ્પિટલમાં દાખલ એક દર્દીની જવાબદારી આપવામાં આવી હતી. જ્યાં રાત્રે 9થી સવારે 9 વાગ્યા સુધી ડ્યૂટી કરતો હતો. એક દિવસ કોમામાં પહોંચી ગયેલા આ પેશન્ટનું બેડ, તકિયા બધું જ સરખું કરી રહ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલના અન્ય કર્મચારીએ ખુન્નસમાં મારો વીડિયો બનાવીને હોસ્પિટલ પ્રબંધનને મોકલી દીધો. કહેવામા આવ્યું કે હું દર્દીઓની સાથે અભદ્ર રીતે વર્તન કરું છું. જે બાદ હોસ્પિટલના સંચાલક મોહસિન અને તેમના બે સાથીઓએ રાત્રે દોઢ વાગ્યે ઓટીમાં બંધ કરીને માર માર્યો અને મારી દાઢી કાપી નાખી.'

કાયદાનો સાથ લીધા વગર કોઈને સજા કરવી ગેરકાયદે
હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે આ સમગ્ર મામલામાં હાફિઝ અતીક દોષી છે કે હોસ્પિટલ પ્રબંધન, તે હકિકત તપાસ બાદ આવશે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ વ્યક્તિને સજા આપવી તે ગેરકાયદે વાત છે. જો હાફિઝ અતીક કોઈ રીતે દોષી હતો તો તેને નોકરીમાંથી હાંકી મુકવે કે FIRની કાર્યવાહી કરવાની જરૂર હતી. કોઈ વ્યક્તિને પોતે સજા આપવી તેવો અધિકાર હોસ્પિટલ મેનેજમેન્ટને કોને આપ્યો?

વક્ફ બોર્ડને આધીન છે હોસ્પિટલ
શિફા હોસ્પિટલ મધ્યપ્રદેશ વક્ફ બોર્ડની જગ્યા પર બનાવવામાં આવી છે અને તેનું સંચાલન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. તત્કાલીન બોર્ડ અધ્યક્ષ મરહૂમ ગુફરાન એ આઝમે તેનો પાયો મુક્યો હતો. ગત કમિટીને બદલીને લગભગ બે-ત્રણ માસ પહેલાં તેનું સંચાલન ડૉ. આસિમની અધ્યક્ષતાવાળી કમિટીને સોંપવામાં આવી છે. જો કે બતાવવામાં આવે છે કે ડૉ. આસિમનું નામ કમિટીમાં માત્ર ફિલરની જેમ જ ઉપયોગ કરાયું છે. નવી વ્યવસ્થા શરૂ થયા બાદથી ક્યારેય તેઓએ હોસ્પિટલની મુલાકાત પણ નથી લીધી. અહીંનો સંપૂર્ણ વહિવટ મોહસિન ખાન નામના બિલ્ડરની પાસે છે.