• Gujarati News
  • National
  • Wankhede Submits Forged Documents For Government Jobs, Dalit Organizations Complain To Scrutiny Committee

સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો:વાનખેડેએ સરકારી નોકરી માટે બનાવટી દસ્તાવેજ રજૂ કર્યા, દલિત સંગઠનોએ સ્ક્રૂટની કમિટિને ફરિયાદ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમીર વાનખેડે- ફાઈલ ફોટો - Divya Bhaskar
સમીર વાનખેડે- ફાઈલ ફોટો

મુંબઈમાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે. ક્રૂઝ ડ્ર્ગ્સ કેસની તપાસ વચ્ચે તે પોતે જ ઘણા કેસોમાં ફસાઈ રહ્યા છે. જ્યારથી નવાબ મલિકે તેમના પર બનાવટી નોકરી લેવાનો આરોપ લગાવ્યો છે, તેમની મુશ્કેલીઓ પહેલાથી વધી ગઈ છે. હવે દલિત સંગઠનોએ પણ સમીર વાનખેડે વિરુદ્ધ આરોપ લગાવાનું શરુ કર્યું છે.

સમીર વાનખેડેની જાતિ પર સવાલ ઉઠી રહ્યા છે
દલિત સંગઠનો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે સમીર વાનખેડેએ નોકરી પામવા માટે પોતાને SC બતાવ્યા હતાં. અનામત લેવા માટે સમીર તરફથી બનાવટી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતાં. આ આરોપ સ્વાભિમાની રિપ્બલિકન આર્મી અને ભીમ આર્મીની તરફથી લગાવામાં આવ્યા છે. તેમના તરફથી District Scrutiny Committee પાસે પણ એક ફરિયાદ નોંધવામાં આવી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સમીર વાનખેડે દિલ્હીમાં અનુસુચિત જાતિ-જનજાતિ આયોગની ઓફિસ પહોંચ્યા હતાં. ત્યાં જઈને તેમણે પોતાનું જાતિ પ્રમાણ પત્ર, પહેલી પત્નીથી થયેલા બાળકનું બર્થ સર્ટિફિકેટ અને ડિવોર્સના દસ્તાવેજ સોંપ્યા હતાં. અત્યારે આયોગ તે દસ્તાવેજોની તપાસ કરી રહી છે પરંતુ તે પહેલા જ સમીર વાનખેડે પર આરોપ લાગવાના શરુ થઈ ગયા છે.

મુસ્લિમ કે દલિત, વિવાદ જારી
આ આરોપો દરમિયાન સમીર વાનખેડેના પિતાએ કહ્યું છે કે તેઓ દલિત છે અને તેમનો દીકરો પણ દલિત છે. મુસ્લિમ ધર્મ જોડે તેમના કોઈ લેવા-દેવા નથી. પરંતુ દાવાની વિપરીત સમીરની પહેલી પત્નીના પિતા જણાવે છે કે તેમની દીકરીની એક મુસ્લિમ પરિવારમાં લગ્ન થયા હતાં અને ત્યાં દરેક ઈસ્લામિક રીતિ-રિવાજોનું પાલન થયું હતું. તેવામાં બને તરફથી આરોપ-પ્રત્યારોપનો દોર ચાલૂ છે. સમીર વાનખેડે પર લગાવવામાં આવતા આરોપોની શરુઆત ક્રૂઝ ડ્રગ્સ કેસ પછી ચાલૂ થયા છે.

અન્ય સમાચારો પણ છે...