• Gujarati News
  • National
  • Why Is Walking A Mantra Of Political Success? Thousands Of Km Of Land Measured By Giant Leaders From Chandrasekhar To Digvijay; Now It's Prashant Kishor's Turn

પદયાત્રાનું પોલિટિક્સ:પદયાત્રા રાજકીય સફળતાનો મંત્ર શા માટે? ચંદ્રશેખરથી દિગ્વિજય સુધીના દિગ્ગજ નેતાઓએ માપી હજારો કિમી જમીન; હવે પ્રશાંત કિશોરનો વારો

23 દિવસ પહેલા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી રાજકારણમાં એન્ટ્રીના સંકેત આપ્યા છે. પીકેએ કહ્યું કે આગામી 3-4 મહિનામાં 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરશે. યાત્રાની શરૂઆત ચંપારણથી થશે. દરમિયાન PK આશરે 17 હજાર લોકો સાથે વાત પણ કરશે.

પોલિટીકલ એન્ટ્રીનો માર્ગ છેવટે પદયાત્રા જ શા માટે? શું છે તેની રાજકીય સફળતાનું અચૂક હથિયાર? પોલિટીકલ એન્ટ્રીનો માર્ગ છેવટે પદયાત્રા જ શા માટે? શું તે રાજકીય સફળતાનું અચૂક હથિયાર છે? કદાંચ હા...કારણ કે દેશમાં પદયાત્રાનો ઈતિહાસ આ દિશામાં ઈશારો કરી રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વર્ષ 1930માં આધુનિક પદયાત્રાનો પાયો નાખ્યો હતો. મીંઠા પર કર લગાવતા બ્રિટીશ ટેક્સના વિરોધમાં તેમણે 388 કિમીની દાંડી યાત્રા કરી હતી. ભૂતપુર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરથી લઈ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સુધી પદયાત્રા કરી ચુક્યા છે. ચાલો જાણીએ કે રાજકીય સફળતાની ફોર્મ્યૂલા બની ચૂકેલી પદ યાત્રાનો ઈતિહાસ...

1983: ચંદ્રશેખરની ભારતયાત્રા

વર્ષ 1983માં 4 હજાર કિમી લાંબી પદયાત્રા કરનાર ચંદ્રશેખર 1990માં દેશના વડાપ્રધાન બન્યા.
વર્ષ 1983માં 4 હજાર કિમી લાંબી પદયાત્રા કરનાર ચંદ્રશેખર 1990માં દેશના વડાપ્રધાન બન્યા.

યુવા નેતા તરીકે ઓળખ ધરાવતા ભૂતપુર્વ PM ચંદ્રશેખે વર્ષ 1983માં પદયાત્રા કરી હતી. કન્યાકુમારીથી દિલ્હી સુધી યોજવામાં આવેલી યાત્રાને ચંદ્રશેખરે ભારત યાત્રા નામ આપ્યું હતું. તેમની આ ભારત યાત્રા 4,000 કિમીથી વધારે હતી. 6 જાન્યુઆરી 1983ના રોજ કન્યાકુમારીના વિવેકાનંદ સ્મારકથી શરૂ થયેલી આ યાત્રા 25 જૂન 1984ના રોજ દિલ્હીના રાજઘાટ પર પૂરી થઈ. ચંદ્રશેખરે આ યાત્રાથી રાજકીય ફાયદો તો ન મળ્યો, પણ વર્ષ 1990માં તેઓ દેશના 8મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. જોકે, માર્ચ 1991માં બહુમતીના અભાવને પગલે ચંદ્રશેખરની સરકાર પડી ગઈ અને તેને PM પર પરથી રાજીનામું આપ્યું.

2003: વાઈએસઆરએ 1,500 કિમી યાત્રા કરી, CM બન્યા

પોતાની 1,500 કિમી પદયાત્રા સમયે વાયએસઆરએ આંધ્રના 11 જિલ્લાનો પ્રવાસ કર્યો
પોતાની 1,500 કિમી પદયાત્રા સમયે વાયએસઆરએ આંધ્રના 11 જિલ્લાનો પ્રવાસ કર્યો

9 એપ્રિલ 2003ના રોજ આંધ્ર પ્રદેશના નેતાવાઈએસ રાજશેખર રેડ્ડીએ 2 મહિનાની પદયાત્રાની શરૂઆત કરી. પોતાની 1,500 કિમી આ યાત્રા દરમિયાન વાઈએસઆરએ 11 જિલ્લાનો પ્રવાસ કર્યો અને અનેક પબ્લિક મીટિંગમાં ભાગ લીધો. યાત્રા સમયે લોકોને મળ્યા અને તેમની સમસ્યા સાંભળી. આ યાત્રાનો ફાયદો તેમને 2004ની વિધાનસભા ચૂંટણીમાં મળ્યો. મે,2004માં તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં અને સપ્ટેમ્બર 2009 સુધી કાર્યભાર સંભાળ્યો. તેમના દીકરા જગત મોહન રેડ્ડી અત્યારે આંધ્ર પ્રદેશના CM છે.

2013: ચંદ્રબાબુ નાયડુ સત્તા પરત માટે 1,700 કિમી હશે

વર્ષ 2004માં ખુરશી ગુમાવનાર ચંદ્રબાબુ નાયડુએ 2013માં પદયાત્રા કરી અને CM બન્યા
વર્ષ 2004માં ખુરશી ગુમાવનાર ચંદ્રબાબુ નાયડુએ 2013માં પદયાત્રા કરી અને CM બન્યા

વાયએસ રેડ્ડીની પદયાત્રાને લીધે ચંદ્રબાબુ નાયડુએ વર્ષ 2004માં CMની ખુરશી ગુમાવી હતી. તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુએ વર્ષ 2014માં 1,700 કિમી લાંબી પદયાત્રા કરી. નાયડુએ વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણી લડ્યા અને રાજ્યના મુખ્યમંત્રી ચૂંટવામાં આવ્યા. ચંદ્રબાબુએ વર્ષ 1989માં પણ નાયડુએ પદયાત્રા કરી હતી.વર્ષ 1995માં નાયડુએ તેલુગુ દેશન પાર્ટી (TDP)ના નેતા અને સસરા એનટી રામારાવને હટાવી સત્તો પલટો કર્યો અને પોતે મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા.

ડિસેમ્બર 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 230 વિધાનસભા બેઠકમાંથી 114 બેઠક પર જીત મળી હતી. જોકે, બન્ને પાર્ટી બહુમતીના આંકડા 116થી દૂર હતી. ભાજપને 109 બેઠક પર જીત હાંસલ કરી હતી. બાદમાં કોંગ્રેસે BSP અને SP સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.

વર્ષ 2017: દિગ્વિજય સિંહની નર્મદાયાત્રા

કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે સપ્ટેમ્બર 2017માં 6 મહિનાની નર્મદા યાત્રાની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે પ્રદેશની 110 વિધાનસભા બેઠકનો પ્રવાસ કર્યો અને પ્રજા પાસેથી તેમની સમસ્યા પણ સાંભળી. જોકે, દિગ્વિજયે તેમની આ યાત્રાને ધાર્મિક યાત્રા ગણાવી હતી.

વર્ષ 2017: જગન મોહને 341 દિવસમાં 3,648 કિમી યાત્રા કરી

પૈતૃક ગામથી યાત્રાની શરૂઆત કરી જગન મોહને આશરે 2 કરોડ લોકોનો સંપર્ક કરેલો.
પૈતૃક ગામથી યાત્રાની શરૂઆત કરી જગન મોહને આશરે 2 કરોડ લોકોનો સંપર્ક કરેલો.

પોતાના પિતા વાઈએસઆરના પગલે આગળ ચાલતા જગન મોહને પણ 3,848 કિમીની યાત્રા કરી. પદયાત્રા 341 દિવસમાં પૂરી થઈ. જગને નવેમ્બર 2017માં કડપા જિલ્લામાં પિતાના પૈતૃક ગામથી યાત્રાની શરૂઆત કરી. આ સમયે જગને આશરે 2 કરોડ લોકોનો સંપર્ક કર્યો. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે 175માંથી 151 બેઠક જીતી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.