• Gujarati News
  • National
  • 'Wake Up, Look At Me Once', Video Of Wife Crying Hysterically Near Martyr's Earthly Body

પંજાબ:‘એય ઉઠો, મને એક વાર જોઈ લો’, શહીદના પાર્થિવ દેહ પાસે પત્નીનું હૈયાફાટ રૂદન, ભલભલાને રડાવી દે તેવો વીડિયો

14 દિવસ પહેલા

‘ઓજી ગજ્જનસિંહ, આયે ઉઠ જા, મૈંનૂ તો દેખ લે એક વારી’. આ શબ્દો છે જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદી સાથેની અથડામણમાં શહીદ થયેલા પંજાબના જવાન ગજ્જસિંહની પત્નીના. શહીદ પતિના પાર્થિવદેહ પાસે હૈયાફાટ રૂદન કરી રહેલી પત્નીએ સૌ કોઈની આંખો ભીની કરી દીધી. હરપ્રિત એટલું જ કહે છે, એક વખત આંખો ખોલો અને તેને જોઈ લો. રડતાં રડતાં હરપ્રિત કાયર આતંકવાદીઓ વિશે પણ બોલી રહી છે

વિધિની વક્રતા તો જુઓ
13 ઓક્ટોબરે જ ગજ્જનસિંહ રજા પર આવવાના હતા. 10 દિવસની રજા હોવાથી ઘરમાં બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી. અને આ જ દિવસે તિરંગામાં વીંટળાઈને તેમનો પાર્થિવ દેહ ઘરે આવે છે. પરિવારજનો આ ઘડીની કલ્પના પણ કરી શકતા નથી. પરિવારજનો જ નહીં ગામ આખું આઘાતમાં છે.

ગત ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા હતા
હજુ તો ગત ફેબ્રુઆરીમાં જ ગજ્જનસિંહ અને હરપ્રિતના લગ્ન થયા હતા. ખેડૂત યુનિયનના ઝંડા સાથે પરણવા નીકળેલા ગજ્જનસિંહની એક તસવીર ખુબ જ વાઇરલ થઈ હતી. લગ્નના દિવસે ગજ્જનસિંહ કંઈક હટકે અંદાજમાં દુલ્હનને ટ્રેક્ટરમાં બેસાડી ઘરે લાવ્યા હતા.

સોમવારે શહીદ થયાના સમાચાર મળ્યા
સોમવારે જમ્મુ કાશ્મીરના પૂછમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ જવાન શહીદ થયા હોવાના સમાચાર આવ્યા હતા. આ પાંચ શહીદો પૈકી એક ગજ્જનસિંહ હતા. તેઓ સૈન્યની 23 શીખ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા.

પંજાબના પરચંદામાં અંતિમ સંસ્કાર
શહીદ ગજ્જનસિંહને બુધવારે વતન પરચંદામાં અંતિમ વિદાય આપવામાં આવી. આ સમયે મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...