• Gujarati News
 • National
 • Voting Will Take Place Today In The Seat Of These 7 Ministers Including CM Yogi, In 57 Seats Of 10 Districts

યુપીની 57 સીટ પર વોટિંગ:ગાજીપુરમાં યોગીએ કહ્યું- સપા-બસપાએ માત્ર કબ્રસ્તાનની બાઉન્ડ્રી વોલ બનાવી છે; ચંદ્રશેખરે બોગસ વોટિંગના આરોપ કર્યા

7 મહિનો પહેલા
 • સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન
 • 2 કરોડ 14 લાખથી વધુ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

UPમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુરુવારે 10 જિલ્લાની 57 સીટ પર મતદાન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 53.31% મતદાન થયું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના 5 મંત્રી સહિત કુલ 676 ઉમેદવારના ભાવી EVMમાં સીલ થઈ ગયા છે. આ ફેઝમાં સૌથી વધુ EVMને લગતી ફરિયાદો મળી. ગોરખપુરમાં યોગી વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા ચંદ્રશેખરે બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો.

ચૂંટણી દરમિયાન બલિયાથી ભાજપના ઉમેદવાર દયાશંકર સિંહે ટ્વીટ કરીને તેમના કાફલા પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમના કાફલા પર દુબહર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આખારમાં લગભગ 12:30 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા તુનજી પાઠકના વાહનને નુકસાન થયું હતું.

ગોરખપુરમાં ત્રણ જગ્યાએથી ઈવીએમમાં ખામી હોવાની ફરિયાદો મળી હતી. આ જ કારણોસર ખજની વિધાનસભાના બૂથ નંબર 80 પર મતદાન 7.30 વાગ્યે શરૂ થયું હતું.

મતદાન અપડેટ્સ

 • ગોરખપુરનાં ઘણાં બૂથ પર મોબાઈલ લઈને મતદાન કરવા પહોંચેલા લોકોને તેમનો મોબાઈલ સાઈલન્ટ અથવા બંધ કરવાનો એડીએમ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
 • એસપીના પ્રમુખ ઓપી રાજભરે પોતાનો મત આપ્યો. કહ્યું- અમે ગોરખપુર ડિવિઝનમાં 18 સીટો જીતી રહ્યા છીએ.
 • સીએમ યોગીએ સૌથી પહેલા મત આપ્યો હતો. એ પહેલાં તેમણે ગોરખનાથ મંદિરમાં પૂજા કરી હતી.
 • મતદાન બાદ યોગીએ મીડિયા સાથે વાત પણ કરી હતી. તેમણે તમામ મતદારોને ઘરની બહાર આવીને મતદાન કરવા અપીલ કરી હતી.
 • છઠ્ઠા તબક્કાના મતદાન બાદ અમે લગભગ 300થી 300 બેઠકો જીતી રહ્યા છીએ, એવો દાવો યોગીએ કર્યો હતો.
 • મંત્રી સતીશ દ્વિવેદીએ સિદ્ધાર્થનગરમાં મતદાન કર્યું હતું.
 • ગોરખપુરના કેમ્પિયરગંજ બૂથ નંબર 9 અને 224 પર EVMમા ખામીને કારણે મતદાનને અસર થઈ હતી.
 • ગોરખપુરની પિપરાઈચ વિધાનસભાની જંગલ ડુમરી નંબર 1 ઈસ્ટ સેકન્ડરી સ્કૂલના બૂથ નંબર 33 પર ઈવીએમ મશીન 57 મિનિટ સુધી ખરાબ થઈ ગયું હતું.

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 10 જિલ્લાની 57 સીટ પર મતદાન શરૂ થયું છે. જોકે તમામની નજર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર રહેશે, જેઓ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે પ્રથમ વોટ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર રોડ સ્થિત સ્કૂલમાં જઈને વોટ આપ્યો અને પ્રથમ મતદારોમાં સામેલ રહ્યા. મતદાન અગાઉ તેમણે ગોરખનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ અને ભાજપ છોડીને સપામાં ગયેલા સ્વામી પ્રસાદ મૌર્ય પર પણ નજર રહેશે. ગત ચૂંટણીમાં ભાજપે અહીં 57માંથી 46 સીટ જીતીને મોટી સફળતા મેળવી હતી.

ગોરખપુરની ખજની વિધાનસભામાં કોરોના પ્રોટોકોલ હેઠળ મતદારોની તપાસ કરીને મતદાન કરવામાં આવી રહ્યું છે.
ગોરખપુરની ખજની વિધાનસભામાં કોરોના પ્રોટોકોલ હેઠળ મતદારોની તપાસ કરીને મતદાન કરવામાં આવી રહ્યું છે.

આ જિલ્લામાં મતદાન
છઠ્ઠા તબક્કામાં ગોરખપુર, દેવરિયા, આંબેડકરનગર, બસ્તી, બલિયા, બલરામપુર, સંતકબીરનગર, કુશીનગર, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં મતદાન થશે. આ તબક્કામાં કટેહરી, ટાંડા, આલાપુર, જલાલપુર, અકબરપુર, તુલસીપુર, ગૈનસારી, ઉતરૌલા, બલરામપુર, શોહરતગઢ, કપિલવસ્તુ, બાંસી, ઈટવા અને ડુમરિયાગંજમાં પણ મતદાન થશે.

છ તબક્કામાં 349 બેઠક પર મતદાન પૂર્ણ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવેના બંને તબક્કામાં મતદાન થશે એ વિસ્તાર પૂર્વાંચલનો છે. જે એક સમયે સપા અને બસપાનો ગઢ ગણાતો હતો, પરંતુ છેલ્લી ચૂંટણીમાં ભાજપે અન્ય ક્ષેત્રની જેમ અહીં પણ સપા અને બસપાને પાછળ છોડીને પોતાના ખાતામાં લઈ લીધી હતી.

યોગી પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે
યોગી આદિત્યનાથ પહેલી વખત વિધાનસભા ચૂંટણી ગોરખપુર સદર સીટ પરથી લડી રહ્યા છે. આ પહેલાં તેઓ લોકસભા સાંસદ રહ્યા હતા અને CM બન્યા બાદ તેઓ ગૃહમાં જવા માટે વિધાન પરિષદના રસ્તે ગયા હતા. આવામાં યોગી માટે પોતાની સીટ જીતવા કરતાં વધુ આ વિસ્તારમાં ભાજપને ગત વખત કરતાં મોટી જીત અપાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...