તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન LIVE:ચૂંટણીમાં હિંસામાં 5ના મોત, CISFના ફાયરિંગ મુદ્દે TMC ચૂંટણી પંચ પહોંચ્યું; મમતાએ કહ્યું- ઘટના માટે અમિત શાહ જવાબદાર

કોલકાતા2 મહિનો પહેલા
બંગાળના 5 જિલ્લાની 44 બેઠક પર 373 ઉમેદવાર મેદાનમાં છે.
  • બંગાળના 5 જિલ્લાની 44 બેઠક પર આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલુ

પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 44 બેઠક પર આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલુ છે. આ દરમિયાન હિંસા થયાના સમાચાર પણ મળ્યા છે. કૂચ બિહારના સિતાલકૂચીમાં TMC અને BJPના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ સર્જાયું હતુ. આ અથડામણમાં 4 લોકોના મોત પણ થયા છે એ અન્ય 4 લોકો ઘાયલ થયા છે. આરોપ છે કે CISFના ફાયરિંગમાં આ લોકોને ગોળી વાગી હતી. જો કે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.જ્યારે કૂચબિહારમાં બૂથ નંબર 285માં મતદાન મથક બહાર બોમ્બ ફેંકવામાં આવ્યા છે અને ફાયરિંગ પર કરવામાં આવ્યું હતુ. તેમાં મતદાન કરવા આવેલ એક વ્યક્તિનું મોત થયું છે. મમતાએ કહ્યું કે ઘટના માટે અમિત શાહ જવાબદાર છે.

અત્યાર સુધીમાં 52.89% મતદાન
પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 44 બેઠક પર 76.16% મતદાન થયું. આ તબક્કામાં 373 ઉમેદવાર મેદાનમાં છે. તેમનાં ભાગ્યનો ફેંસલો 1,15,81,022 મતદારો કરશે. હાવડામાં 9, દક્ષિણ 24 પરગનાની 11, અલીપુરદ્વારની 5, કૂચબિહારની 9 અને હુગલીની 10 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી સહિત 3 સાંસદો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

હુગલીમાં ભાજપના નેતાની કાર પર હુમલો
હુગલીમાં ભાજપના નેતા લોકેટ ચેટર્જીની કાર પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. તેની સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પછી, સુરક્ષા દળોના ઘણા પ્રયત્નો પછી, તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. એના પછી તેમણે ચૂંટણી પંચ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે મારી કાર તોડી, મને મારી નાખવાનો પ્રયાસ કર્યો. મેં આ અંગેની ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. પોલીસે કાંઈ કર્યું નહીં. આ ઘટના બુથ નંબર-66 ની છે. મેં ચૂંટણી પંચને અહીં વધારાનું સૈન્ય તૈનાત કરવાની માંગ કરી છે.

બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારના સીતાલકુચીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે.જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ચૂંટણીપંચને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે સીતલકુચી, નટબરી, તૂફાનગંજ અને દિનહાટાનાં અનેક બૂથ પર ભાજપના ગુંડાઓ હોબાળો કરી રહ્યા છે અને TMC એજન્ટોને બૂથમાં પ્રવેશતાં અટકાવી રહ્યા છે. TMCએ ચૂંટણીપંચને પત્ર લખીને જરૂરી કાર્યવાહીની માગ કરી છે.

અપડેટ્સ
- ટોલીગંજથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ એક મતનદ કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે કહ્યું હતું કે અમારા એજન્ટ પાસે આઈકાર્ડ હતું, ત્યાર બાદ પણ તેને અંદર જવા દેવામાં આવ્યા. અમે વેબસાઇટ પરથી ફોટો લઈને બતાવ્યો કે બધું જ બરાબર છે, ત્યાર બાદ તેને એન્ટ્રી આપવામાં આવી.

- બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે બંગાળથી મમતા દીદી અને TMCને હટાવવાનો અમારો પડકાર છે. અહીંથી તેમના ઉમેદવાર અરૂપ વિશ્વાસ દીદીનાં તમામ કામમાં જમણા હાથ જેવા છે, આથી રાજ્યની આતંકની સ્થિતિમાં પરિવર્તન લાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો અને મહિલાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી.

- બંગાળની ચૂંટણીમાં ચુંચુરાથી ભાજપના ઉમેદવાર લોકેટ ચેટર્જી મતદાનના ચોથા તબક્કાની શરૂઆત પહેલાં એક મંદિરમાં પ્રાર્થના કરવા માટે પહોંચ્યા હતા.

બંગાળના 5 જિલ્લાની 44 બેઠક પર 373 ઉમેદવારો મેદાનમાં છે.
બંગાળના 5 જિલ્લાની 44 બેઠક પર 373 ઉમેદવારો મેદાનમાં છે.

હાઇ પ્રોફાઇલ બેઠક
કેન્દ્રીય પર્યાવરણમંત્રી બાબુલ સુપ્રિયો ટાલીગંજથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો TMCના વર્તમાન ધારાસભ્ય અરૂપ વિશ્વાસ સામે છે. બંગાળ સરકારમાં શિક્ષણમંત્રી અને TMCના મહાસચિવ પાર્થ ચેટર્જી પણ મેદાનમાં છે. તેમનો મુકાબલો BJPથી ચૂંટણી લડી રહેલાં ફિલ્મ-અભિનેત્રી સરબંતી ચેટર્જી સામે છે. TMC છોડીને BJPમાં જોડાયેલા પૂર્વ વનમંત્રી રાજીવ બેનર્જી હાવડા જિલ્લાની દોમજુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી ચૂચૂરા અને નિશિથ પ્રામાણિક દિનહાટા બેઠક પરથી મેદાનમાં છે.

દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણાં રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમ છતાં આ રીતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને ભીડમાં ચૂંટણીસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણાં રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમ છતાં આ રીતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને ભીડમાં ચૂંટણીસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા વ્યવસ્થા
44 બેઠક પર 15,940 મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે. સુરક્ષા માટે ચૂંટણીપંચે સુરક્ષાદળોની 789 કંપનીઓ તહેનાત કરી છે. એક કંપનીમાં 100 જવાન છે. એનો અર્થ એ કે આ તબક્કા માટે સુરક્ષામાં 78,900 જવાન કાર્ય સંભાળી રહ્યા છે. કૂચ બિહારમાં મહત્તમ 187 કંપની તહેનાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં સૌથી વધુ હિંસાની ઘટના નોંધાઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પર પણ અહીં હુમલો કરવામાં આવ્યો હતો.

કોવિડ અંગે ગાઈડલાઇન્સ
મતદારોએ માસ્ક પહેરનું જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. તમામ મતદારોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. મતદાન કર્મચારીઓને કોવિડ-19 સુરક્ષા કિટ આપવામાં આવશે.

બંગાળમાં 4 તબક્કા હજી બાકી
પશ્ચિમ બંગાળની 294 બેઠક પર 8 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 27 માર્ચે 30 બેઠકો, 1 એપ્રિલે બીજા તબક્કામાં 30 બેઠકો અને 6 એપ્રિલે ત્રીજા માં 31 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. આજે (10 એપ્રિલ) 44 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ પછી 17 એપ્રિલના રોજ પાંચમા તબક્કા હેઠળ 45 બેઠકો, 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, 26મી એપ્રિલના રોજ સાતમા તબક્કામાં 36 બેઠકો અને 29મી એપ્રિલે આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. મતગણતરી 2 મેના રોજ થશે.