તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Voting Continues On 43 Seats In Four Districts; 306 Candidates In The Fray, Including BJP National Vice president Mukul Roy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં છઠ્ઠા તબક્કાનું મતદાન LIVE:1.30 વાગ્યા સુધી 57.30% મતદાન, 43 બેઠક પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય સહિત 306 ઉમેદવાર મેદાનમાં

કોલકાતા25 દિવસ પહેલા
 • છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર મતદાન ચાલુ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર મતદાન સવારે 7 વાગ્યાથી ચાલુ છે અને 1.30 વાગ્યા સુધી 57.30% મતદાન નોંધાયું છે. આ તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને એક વખત મમતાના ખાસ રહેલા મુકુલ રોયના ભાગ્યનો નિર્ણય થશે. રોય નાદિયા જિલ્લાની કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર અભિનેતા કૌશાની મુખર્જી અને કોંગ્રેસના સિલ્વી સાહની સામે ચૂંટણી લડી રહ્યા છે.

તૃણમૂલના સિનિયર નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્ય અન્ય એક રાજકીય દિગ્ગજ છે, જેમનું ભાવિ પણ આજે EVMમાં ​કેદ થઈ જશે. તેમનો CPI-Mના તન્મય ભટ્ટાચાર્ય અને ભાજપના અર્ચના મજુમદાર સાથે સામનો થશે. ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજમાં, તૃણમૂલે કોંગ્રેસના ધારાસભ્ય મોહિત સેનગુપ્તાની સામે કનૈયા લાલ અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે.

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક-નિર્માતા રાજ ચક્રવર્તી બેરકપોર મત વિસ્તારમાંથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. બંગાળના મંત્રી મોહમ્મદ ગુલામ રબ્બાની ભાજપના ગુલામ સરવર અને કોંગ્રેસના મસૂદ નસીમ એહસનને ગોલપોસ્ટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.

બંગાળમાં છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર 306 ઉમેદવાર મેદાનમાં છે.
બંગાળમાં છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર 306 ઉમેદવાર મેદાનમાં છે.

ચાર જિલ્લાની 43 બેઠકો પર મતદાન
છઠ્ઠા તબક્કામાં ઉત્તર દિનાજપુર જિલ્લાની તમામ 9 બેઠક માટે, નદિયા જિલ્લાની 17 બેઠકમાંથી 9 બેઠક, ઉત્તર ચોબીસ પરગનાની 33 બેઠકમાંથી 17 બેઠક અને બર્ધમાન જિલ્લાની 24 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ જિલ્લાઓનાં સમીકરણ જોઈએ તો ઉત્તર દિનાજપુર જિલ્લામાં લોકસભાની ત્રણ બેઠક દાર્જીલિંગ, રાયગંજ અને બાલુરઘાટ છે. ત્રણેય પર ભાજપના સાંસદ છે, જ્યારે 9 વિધાનસભા બેઠકમાંથી 6 પર તૃણમૂલ, એક પર CPM, એક ફોરવર્ડ બ્લોક છે અને એક કોંગ્રેસના ધારાસભ્ય છે.

તૃણમૂલ અને ભાજપ છઠ્ઠા તબક્કાની તમામ 43 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. છઠ્ઠા તબક્કામાં 50.65 લાખ મહિલાઓ સહિત 1.03 કરોડથી વધુ મતદારો 14,480 મતદાન મથક પર પોતાનો મત આપશે. બાકીના બે તબક્કાઓ માટે મતદાન 26 એપ્રિલ અને 29 એપ્રિલે યોજાશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

લોકસભા અને પંચાયતની ચૂંટણીમાં મોટે પાયે હિંસક બનાવ બન્યા હતા
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે બંગાળમાં રાજકીય હિંસાના કુલ 663 કેસ નોંધાયા હતા અને કુલ 57 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન બંગાળમાં હિંસાના કુલ 693 કેસ રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને 11 લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી, 1 જૂન, 2019થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાન, રાજકીય હિંસાના કુલ 852 કેસ નોંધાયા હતા અને 61 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

કોરોના ગાઈડલાઇન્સનું કડકપણે પાલન કરવું પડશે
કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે, ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉના તબક્કામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યાં છે. મતદાનના ચોથા તબક્કામાં 10 એપ્રિલે કૂચબિહારમાં પાંચ લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણીપંચે છઠ્ઠા તબક્કામાં કેન્દ્રીય સૈન્યની ઓછામાં ઓછી 1,071 કંપની તહેનાત કરવાનો નિર્ણય લીધો છે, જેથી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ થાય. મતદાનપ્રક્રિયા દરમિયાન કોવિડ સબંધિત ગાઈડલાઇન્સનું કડકપણે પાલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો