તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Voting Continues For 35 Seats In The 8th And Final Phase, Deciding The Fate Of 283 Candidates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળ વિધાનસભાની ચૂંટણી LIVE:8મા અને છેલ્લા તબક્કામાં 35 બેઠક પર મતદાન ચાલુ, 283 ઉમેદવારનાં ભાવિનો નિર્ણય થશે

કોલકાતા16 દિવસ પહેલા
  • અંતિમ તબક્કામાં સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ
  • આ તબક્કામાં 35 બેઠક પર 283 ઉમેદવાર મેદાનમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 8મા અને અંતિમ તબક્કામાં 35 બેઠક માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. આ તબક્કામાં 283 ઉમેદવારનાં ભાવિનો નિર્ણય થશે. મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં લઘુમતીના મતો પર દરેકની નજર રહેશે. આ દૃષ્ટિકોણથી, આ વખતે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો રહેવાનો છે. છેલ્લા સાત તબક્કામાં TMC અને માત્ર ભાજપ જ આમને-સામને રહ્યા છે.

સુરક્ષા માટે કેન્દ્રીય દળોની 753 કંપની
ચૂંટણીપંચે આઠમા તબક્કામાં હિંસા અટકાવવા કેન્દ્રીય સુરક્ષા દળોની 753 કંપનીને તહેનાત કરી છે. હિંસા માટે જાણીતા બીરભૂમ, મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં જવાનો તહેનાત કરાયા છે. બીરભૂમ જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષાદળની 224 કંપની તહેનાત કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં 212 કંપની, માલદામાં 110 અને કોલકાતા ઉત્તરમાં 95 કંપની તહેનાત કરવામાં આવી છે.

11,860 બૂથ પર 84.78 લાખ મતદારો મતદાન કરશે
આ 35 બેઠકના ઉમેદવારોનું ભાવિ 41 લાખ 21 હજાર 735 મહિલા મતદારો અને 158 ટ્રાન્સજેન્ડર મતદારો સહિત કુલ 84 લાખ 77 હજાર 728 મતદારો નક્કી કરશે, જેમાં પુરુષ મતદારોનો સમાવેશ થાય છે, જેમની સંખ્યા 43 લાખ 55 હજાર 835 છે. મતદાન સાંજના 6:30 વાગ્યા સુધી ચાલશે. મતદાન માટે કુલ 11,860 બૂથ બનાવવામાં આવ્યાં છે. આમાં બીરભૂમમાં 3908, માલદામાં 2073, મુર્શિદાબાદમાં 3,796 અને કોલકાતા ઉત્તરમાં 2,083 મતદાન મથકો છે.

ચાર જિલ્લામાં કોંગ્રેસ અને ટીએમસીનો રહ્યો છે દબદબો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના આઠમા તબક્કામાં 35 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે, એમાં માલદાની 6, બીરભૂમમાં 11, મુર્શિદાબાદની 11 અને કોલકાતા ઉત્તરની 7 બેઠકો સામેલ છે. માલદા અને મુર્શિદાબાદમાં 7મા તબક્કાની કેટલીક બેઠકો પર પણ મતદાન યોજાયું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર મુર્શિદાબાદ જિલ્લામાં સીપીઆઈ-કોંગ્રેસ-આઈએસએફ ગઠબંધન સારાં પરિણામની અપેક્ષા રાખે છે.

2016નાં પરિણામોની વાત કરીએ તો આ 35 બેઠકમાંથી મમતા બેનર્જીની પાર્ટીએ 17 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસે 13 બેઠક જીતી હતી. ભાજપ માત્ર એક જ બેઠક જીતી શક્યો હતો અને 3 બેઠકો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના ખાતામાં ગઈ હતી. આ સિવાય એક બેઠક અપક્ષે જીતી હતી.

પરિણામ પછી કોઈપણ ઉમેદવાર પોતાનું વિજેતા પ્રમાણપત્ર મેળવવા માટે માત્ર બે જ લોકો સાથે જઈ શકે છે. તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના 2 મેના રોજ પરિણામ આવવાનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો