તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Voting Continued In 36 Seats In 5 Districts Between Corona, With 268 Candidates In The Fray, Including 37 Women

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં 7મા તબક્કાનું મતદાન LIVE:36 બેઠકો પર 12 વાગ્યા સુધી 37.72% મતદાન, 37 મહિલા સહિત 268 ઉમેદવાર મેદાનમાં

કોલકાતા21 દિવસ પહેલા
  • બંગાળમાં 7મા તબક્કામાં 36 બેઠક પર મતદાન ચાલુ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટેનું મતદાન સવારે સાત વાગ્યાથી ચાલુ છે. રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 37.72% મતદાન થયું છે. મુર્શિદાબાદ જિલ્લામાં સૌથી વધુ 42.41% મતદાન નોંધાયું છે. વિધાનસભા બેઠક મુજબ જોઈએ તો સૌથી વધુ 48% મતદાન ચંચલ વિધાનસભા બેઠક પર થયું છે. જ્યારે, સૌથી ઓછું મતદાન રાસબિહારી બેઠક પર 27.45% અને ભવાનીપોરા બેઠક પર 28.31% મતદાન થયું હતું. માલદા અને દક્ષિણ દિનાજપુરમાં 39.96% મતદાન નોંધાયું છે.

આ તબક્કામાં 36 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. અહીં કુલ 268 ઉમેદવાર મેદાનમાં છે, તેમાં 37 મહિલા ઉમેદવારો પણ મેદાનમાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મતદાન કરવા અપીલ કરી છે.

જે 36 બેઠક પર મતદાન થઈ રહ્યું છે એ 5 જિલ્લામાં છે. આમાં દક્ષિણ દિનાપુર અને માલદા જિલ્લાની 6-6, મુર્શિદાબાદમાં 11, કોલકાતાની 4 અને બર્દવાનની 9 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આઠમાં અને છેલ્લા તબક્કામાં 35 વિધાનસભા બેઠક પર 29 એપ્રિલે મતદાન થવાનું છે. પરિણામ 2 મેના રોજ આવશે.

ખદહડમાં કોરોનાને કારણે તૃણમૂલના ઉમેદવારનું મોત
આ પહેલાં રવિવારે સવારે ખદહડ વિધાનસભાના તૃણમૂલના ઉમેદવાર કાજલ સિંહાનું કોરોનાથી નિધન થયું હતું. 22 એપ્રિલે તેમને સંક્રમણ લાગ્યા બાદ તેમને બેલિયાઘાટાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના નિધન પર ટીએમસીનાં વડાં મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો છે.

મમતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે હું ખૂબ જ દુઃખી છું, પરેશાન છું. કાજલ સિંહા, જે ખદહડથી અમારાં ઉમેદવાર હતાં, કોરોનાને કારણે તેઓ મૃત્યુ પામ્યાં. તેઓ ઘણાં વર્ષોથી રાજકારણમાં હતાં અને તૃણમૂલ કોંગ્રેસનાં પ્રતિબદ્ધ સભ્ય હતાં. અમે તેમને હંમેશાં યાદ રાખીશું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યેની અમારી સંવેદના છે.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે સખત કડક કાર્યવાહી કરી હતી
આ પહેલાં ગુરુવારે ચૂંટણીપ્રચાર દરમિયાન ચૂંટણીપંચે રાજકીય પક્ષો વતી કોરોના પ્રોટોકોલ તોડવા અંગે કડક વલણ અપનાવ્યું હતું. બંગાળમાં ચૂંટણીપ્રચાર માટે ECએ નવી ગાઈડલાઇન્સ જાહેર કરી હતી. આ અંતર્ગત રોડ શો, પદયાત્રાઓ, સાઇકલ રેલી અથવા બાઇક રેલી ન થવા દેવાની સૂચના આપવામાં આવી હતી. સભામાં 500થી વધુ લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. તેઆ અંગે રાજકીય પાર્ટીઓ પર કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ ECએ ઝાટકણી કાઢી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો