તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vistadome Tourist Coaches Photos; Piyush Goyal Update | Indian Railways Completes 180 Kmph Speed Trial

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલાશે ટ્રેનની મુસાફરી:રેલવેએ પારદર્શક છત અને મોટી બારીવાળો કોચ તૈયાર કર્યો, 180 કિમીની સ્પીડ પર ટ્રાયલ રન કરાયો

2 મહિનો પહેલા
કોચમાં સુવિધા સાથે સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે - Divya Bhaskar
કોચમાં સુવિધા સાથે સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

પારદર્શક છત અને બહારનું દૃશ્ય જોવા માટે મોટી-મોટી બારીઓ, આરામદાયક સીટોની સાથે 180 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનની સફર. રેલવેએ આ સુવિધાઓ સાથેના વિસ્ટાડોમ કોચની મંગળવારે સફળ ટ્રાયલ કરી છે. એને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે.

રેલમંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર એની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે વર્ષના અંતે આ સારા સમાચાર. ભારતીય રેલવેએ આ નવી ડિઝાઈનવાળા વિસ્ટાડોમ કોચની ટ્રાયલ પૂરી કરી લીધી છે. આ કોચ પેસેન્જર્સની મુસાફરી યાદગાર બનાવી દેશે અને ટૂરિઝમને પ્રોત્સાહન આપશે.

નક્કી કરેલા સમયે ટ્રાયલ પૂરી
રેલવે મિનિસ્ટ્રીના એક સિનિયર ઓફિસરે ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે ગયા સપ્તાહે કોટા ડિવિઝનમાં કોચનો ઓસિલેશન ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એને 180 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચલાવવામાં આવી હતી. આ ટ્રાયલ નક્કી કરેલા સમયના એક સપ્તાહ પહેલાં પૂરી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે કોચની સ્ક્વિઝ ટ્રાયલ આ મહિનાની શરૂઆતમાં ICFમાં કરવામાં આવી હતી.

કોચના અંતે ઓબ્ઝર્વેટરી લોન્જ લગાવવામાં આવ્યું છે.
કોચના અંતે ઓબ્ઝર્વેટરી લોન્જ લગાવવામાં આવ્યું છે.

ફરતી સીટ અને વાઇફાઇ

 • રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચમાં છતના ભાગમાં કાચ લગાવવામાં આવ્યા છે.
 • દરેક કોચમાં 180 ડીગ્રી ફરી શકે એવી 44 સીટ છે. વાઈફાઈ બેઝ્ડ પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ છે.
 • એમાં ઓબ્ઝર્વેટરી લોન્જ પણ છે. પહેલીવાર એને LHB પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. એ ઘણી સુરક્ષિત છે.
 • નવા કોચમાં દરેક સીટ પર પેસેન્જર માટે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યો છે.
 • મ્યુઝિક પસંદ કરતા લોકો માટે ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન અને સ્પીકરની સાથે સાથે એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે.
 • પર્સનલ ગેઝેટ માટે કન્ટેન્ટ ઓન ડિમાન્ડ માટે વાઈફાઈ સુવિધા આપવામાં આવી છે.
 • વ્હીલ ચેર લાવવા માટે મોટા ગેટ છે. બંને બાજુ અંદર આવવા માટે ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર પણ છે.

10 કોચ બનાવવાના છે, 2 તૈયાર
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ICFમાં આવા 10 કોચ બનાવવાના છે, બે કોચ તૈયાર છે. એને સેન્ટ્રલ રેલવેને સોંપી દેવામાં આવ્યા છે. એમાંથી એક કોચની સ્પીડ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે, બાકીના કોચ આવતા વર્ષે 31 માર્ચ પહેલાં તૈયાર થઈ જશે.
અત્યારસુધીમાં વિસ્ટાડોમ કોચનો ઉપયોગ મોટા ભાગે ટૂરિસ્ટ પ્લેસ પર ચાલતી ટ્રેનોમાં થાય છે. તેમાં દાદર-મડગાંવ, અરકુ વેલી, કાશ્મીર ઘાટી, દાર્જીલિંગ હિમાલયન રેલવે, કાલકા-શિમલા રેલવે, કાંગડા ઘાટી રેલવે, માથેરાન હિલ રેલવે અને નીલગિરિ માઉન્ટેન રેલવે-ટ્રેક પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો