• Gujarati News
  • National
  • Thousands Of Laborers Are Collecting Houses In Coal Sacks; Investigation Order Issued By IG

એશિયાની સૌથી મોટી કોલસાની ખાણમાં ચોરી, VIDEO:હજારો મજૂરો કોલસો કોથળામાં ભરીને ઘર ભેગો કરી રહ્યા છે; IGએ આપ્યા તપાસના આદેશ

બિલાસપુરએક મહિનો પહેલા

એશિયાની સૌથી મોટી કોલ માઈન્સ કોરબાની દીપકા-ગેવરા માઈન્સમાં સંગઠીત રીતે કોલસાની ચોરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પૂર્વ IAS અને ભાજપના નેતા ઓપી ચૌધરીએ પણ ટ્વીટ કર્યો છે. કોલસા ચોરીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ બિલાસપુર IG રતનલાલ ડાંગી એક્શન મોડમાં આવી ગયા છે. તેમને તપાસ માટે ક્રાઈમ બ્રાંચની ટીમને જવાબદારી સોંપી છે, અને રિપોર્ટ સોંપવાનું કહ્યું છે.

પૂર્વ IAS અને ભાજપના નેતા ઓપી ચૌધરીએ કોલસાની ચોરી કરતા મજૂરોનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેમને લખ્યું છે કે આ દ્રશ્યો છે એશિયાની સૌથી મોટી કોલ માઈન્સના. છત્તીસગઢના કોરાબ સ્થિત ગેવરા માઈન્સમાં માફિયા રાજ ચાલી રહ્યું છે અને કોલસાની ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે. હજારો મજૂરો અને સેંકડો ગાડીઓએ ખુલ્લેઆમ કોલસાની ચોરી થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હજારો મજૂર ખાણમાંથી કોથળા ભરીને ગાડીઓમાં ઠાલવી રહ્યાં છે.

કોલસાની ખાણમાંથી કોથળા ભરીને કોલસાની ચોરી કરીને મજૂરો માફિયાને વેચે છે.
કોલસાની ખાણમાંથી કોથળા ભરીને કોલસાની ચોરી કરીને મજૂરો માફિયાને વેચે છે.

વીડિયો વાઇરલ થયા બાદ બિલાસપુર IG રતનલાલ ડાંગીએ તપાસના આદેશ આપ્યા છે. તેમને એન્ટી ક્રાઈમ એન્ડ સાઈબર યુનિટ (ACCU) પ્રભારીને તપાસની જવાબદારી સોંપી છે. તપાસ માટે તેમને સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીઓની પણ મદદ લેવાના આદેશ આપ્યા છે. સાથે જ તપાસ પૂરી કરીને વિસ્તૃત રિપોર્ટ કરવાના આદેશ આપ્યા છે.

કોલસાચોરીની આ મુદ્દે તપાસ થશે

  • વાઇરલ વીડિયો કોઈ ખાણ અને કયા જિલ્લાનો છે.
  • આટલી મોટી સંખ્યામાં ખાણમાં પ્રવેશ કરવાથી ત્યાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળના લોકો કેમ રોકી ન શક્યા.
  • SECL ખાણની સુરક્ષામાં તૈનાત કેન્દ્રીય સુરક્ષાદળ તેમજ જિલ્લા પોલીસમાં કેવો તાલમેળ છે.
  • આ પહેલાં કોલસા ચોરીનો રિપોર્ટ SECLના અધિકારીઓ દ્વારા ક્યારે-ક્યારે અને કયા પોલીસ સ્ટેશનમાં કર્યો અને તેના પર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી. જો કાર્યવાહી નથી કરી તો કેમ નથી કરી.
  • ચોરી કરેલો કોલસો ખરીદનાર કોણ કોણ છે. તેઓ ચોરીનો કોલસો કોને વેચી રહ્યાં છે.
  • કોલસા ચોરીના આ પ્રકરણમાં શું અધિકારી-કર્મચારીની ભાગીદારી છે.

ચૌધરીએ કહ્યું- છત્તીસગઢમાં અતિની સીમા પાર
પૂર્વ IAS અને ભાજપના નેતા ઓપી ચૌધરીએ પોલીસ અને પ્રશાસનિક વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે કોલ માઈન્સે આ માફિયા રાજમાં છત્તીસગઢમાં હવે બધું જ વધુપડતું થઈ રહ્યું છે, જે અતિની સીમા પાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...