પોલીસની દાદાગીરી વાઈરલ:બાઈક પર 3 સવારી જોઈને રોક્યા, પછી માર માર્યો; યુવકે કહ્યું- 500 રુપિયા ન આપ્યા તો ગળું દબાવ્યું

5 દિવસ પહેલા

ઈન્દોરમાં ASIએ એક યુવકને રસ્તા વચ્ચે લાતો મુક્કા અને લાફા મારીને ધીબી નાખ્યો. રવિવારની આ ઘટનાનો વીડિયો સોમવારે સામે આવ્યો છે. યુવકનો આરોપ છે કે ASIએ તેના પાસેથી 500 રુપિયાની ડિમાન્ડ કરી. રુપિયા ન આપ્યા તો તેનું ગળ દબાવવાનો પ્રયત્ન કર્યો. SP આશુતોષ બાગરીએ ટ્રાફિક ASI હરગોપાલ પાંડેને લાઈન એટેચ કર્યા છે. સાથે જ CSPને તપાસના આદેશ આપ્યા છે.

સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અશોક પાટીદારનું કહેવું છે કે યુવક તેના અન્ય બે સાથીઓ સાથે બાઇક પર જઈ રહ્યો હતો. 3 લોકોને બાઇક પર બેઠેલા જોઈને સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ASI એચજી પાંડેએ રોકીને પેપર્સ બતાવવા કહ્યું. આના પર બાઇક પર સવાર રામેશ્વર યાદવ બોલાચાલી કરવા લાગ્યો. યુવકની ઉશ્કેરણી પર ASIએ તેને માર માર્યો હતો. આ પછી સ્થળ પર પોલીસને બોલાવામાં આવી અને પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

લોકોએ કહ્યું-મારપીટ કરવી ખોટી બાબત
સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે જો ત્રણ સવારી હોય તો ASIએ મેમો ફટકારવો જોઈતો હતો. માર મારવો અને દુર્વ્યવહાર કરવો ખોટું છે. પોલીસને આ રીતે લાતો મારવાનો અધિકાર નથી. સોશિયલ મીડિયા પર પણ વીડિયો પર કોમેન્ટ કરીને લોકો ASIના આ કૃત્યને ખોટું કહી રહ્યા છે.

પરિવારે માફી માગી છોડાયો
પોલીસ યુવકને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે પાછળથી પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા. શ્યામનગર નિવાસી રામેશ્વરના પિતા ભગવાન યાદવે પોલીસની માફી માંગી હતી. આ પછી પોલીસે ચલણની કાર્યવાહી કરતાં યુવકને પોલીસ સ્ટેશનમાંથી જવા દીધો હતો.

પૈસાની માગ કરીને ગાડીની ચાવી નિકાળી દીધી
રામેશ્વર કહે છે કે તે રેલ્વે સ્ટેશને પપ્પાની ટિકિટ બુક કરાવવા ગયો હતો. પાંડે સાહેબે તેમની કાર રોકી અને ચાવી કાઢી દીધી. 500 રુપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપવા પર મારપીટ કરી અને ગળુ પણ દબાયુ.

અન્ય સમાચારો પણ છે...