તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Violent Clash Between Police And BJP Activists In Siliguri, State President Says One Activist Killed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં હિંસા:સિલીગુડીમાં પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- એક કાર્યકર્તાનું મોત નિપજ્યું

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સિલીગુડીમાં બબાલ દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો - Divya Bhaskar
સિલીગુડીમાં બબાલ દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સોમવારે પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. ભાજપના કાર્યકર્તાઓ મમતા સરકાર વિરૂદ્ધ રેલી કાઢી રહ્યાં હતા. આ વચ્ચે જ્યારે પોલીસે તેમને રોક્યા તો બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જોતજોતમાં બબાલ એટલી વધી ગઈ કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યા. પોલીસે પણ કાર્યકર્તાઓ પર વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો કે પોલીસની લાઠીચાર્જમાં એક કાર્યકર્તાનું મોત નિપજ્યું છે.

BJP કાર્યકર્તાઓની હત્યા કરાવી રહી છે મમતા સરકારઃ ઘોષ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી BJP કાર્યકર્તાઓને નિશાન બનાવી રહી છે. તેઓ સતત કાર્યકર્તાઓની હત્યા કરાવી રહ્યાં છે. પોલીસ BJP કાર્યકર્તાઓને ધમકી આપી રહી છે. સમગ્ર રાજ્યમાં કુશાસન અને અરાજકતા છે.

ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

 • તૃણુમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુંડાગર્દી કરે છે. ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી રહ્યાં છે.
 • પોલીસ આરોપીઓને પકડવાને બદલે ભાજપના કાર્યકર્તાઓને પરેશાન કરી રહી છે.
 • કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓને રાજ્યની જનતા સુધી સરકાર નથી પહોંચવા દેતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો