તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Violence In Bengal, Lok Sabha 2024 Elections, Is There Any Connection Between BJP? What Does Mamta Say?

બંગાળમાં બધુ બરાબર છે?:બંગાળમાં હિંસા, લોકસભા 2024 ચૂંટણી, ભાજપા વચ્ચે છે કોઈ કનેક્શન? શું કહે છે મમતા?

કોલકાતા3 મહિનો પહેલા
બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી અનેક જિલ્લામાં હિંસા ફેલાઈ. આ દરમિયાન સેંકડો રાજકીય કાર્યકર્તાઓ માર્યા ગયા છે.
  • બંગાળમાં હિંસા અંગે તપાસ પણ ભાજપાની નજર 2024ની લોકસભા ચૂંટણી પરઃ રાજકીય વિશ્લેષકોનો મત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી અનેક જિલ્લામાં હિંસા ફેલાઈ. આ દરમિયાન સેંકડો રાજકીય કાર્યકર્તાઓ માર્યા ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેની તપાસ પણ કરી રહ્યું છે. ત્રીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના એક દિવસ બાદ કેન્દ્ર દ્વારા કેન્દ્રીય ટીમને તપાસ માટે મોકલવા અંગે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનરજીએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ.

પરિણામો પછી રાજ્યમાં 24 કલાકથી ઓછા સમયમાં હિંસાથી સવાલ થાય એ વ્યાજબી છે. કેન્દ્રીય ટીમની આ મુલાકાત ભાજપાના કેન્દ્રીય નેતૃત્વ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેમજ ભાજપા સાથે સંકળાયેલા અન્ય સંગઠનો દ્વારા સોશિયલ મીડિયા પર છેડાયેલા અભિયાન પછી યોજાઈ છે. આ સંજોગોમાં વિશ્લેષકો માને છે કે રાજ્ય વિધાનસભા, કર્ણાટકમાં નગરપાલિકા ચૂંટણી, ઉત્તરપ્રદેશમાં પંચાયત ચૂંટણી અને રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19ના નબળા સંચાલન પ્રત્યેથી દેશનું ધ્યાન હટાવવાની કોશિશ અંતર્ગત ભાજપા આવું કરી રહી છે.

ભાજપા પરનો આરોપ શું છે?

સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું, ‘શપથ લીધા પછીના એક કલાકમાં જ મને કેન્દ્ર તરફથી એક પત્ર મળે છે અને તેમની ટીમ બીજા દિવસે 24 કલાકથી પણ ઓછા સમયમાં પહોંચી જાય છે. મેં આવું ક્યારેય જોયું નથી. જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે કેન્દ્રીય ટીમ ક્યાં હતી? જ્યારે હાથરસ (યુપી)માં એક દુષ્કર્મની મોટી ઘટના બની ત્યારે ક્યાં હતી? વાસ્તવિસીએમ મમતા બેનરજીએ કહ્યુંકતા એ છે કે તેઓ હારને પચાવવામાં પણ પરાજિત થયા છે.’ મમતા એ ચાર સભ્યોની ટીમનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેને ગૃહ મંત્રાલયે ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં હિંસાની સ્થિતિ જાણવા માટે મોકલી હતી.

સીએમ મમતા બેનરજીએ કહ્યું કે જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે કેન્દ્રીય ટીમ ક્યાં હતી?
સીએમ મમતા બેનરજીએ કહ્યું કે જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે કેન્દ્રીય ટીમ ક્યાં હતી?

શું કહે છે પત્રકારો અને રાજકીય નિરીક્ષકો ?
પત્રકારો અને રાજકીય નિરીક્ષકોએ બંગાળમાં રાજકીય સંઘર્ષને ભાજપાએ ઘડી કાઢેલી રણનીતિ ગણાવી છે. બંગાળની રાજનીતિ વિશે લખનારા વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલે શુક્રવારે ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે બંગાળમાં હિંસાને ઉજાગર કરવામાં ભાજપાની સક્રિય ભૂમિકા પાછળનું કારણ પાર્ટીની 2024ની લોકસભા ચૂંટણીની યોજના હતી. તેમના અનુસાર, ભાજપા 2024માં મમતા બેનરજીની આગેવાની વિપક્ષના ગઠબંધનની સંભાવનાને ખતમ કરવાની કોશિશ કરી રહી હતી.

અન્ય એક વરિષ્ઠ પત્રકાીર સુમન ભટ્ટાચાર્યએ ભાજપાની ભૂમિકાને ‘વિભાજનકારી રણનીતિ’ ગણાવી છે. તેમણે કહ્યું કે બંગાળમાં અપમાનજનક હાર, કર્ણાટકની નગરપાલિકા ચૂંટણીમાં હાર, કેન્દ્રનું કોવિડ-10 અંગે નબળું સંચાલન પ્રત્યેથી તેઓ દેશનું ધ્યાન હટાવવાની કોશિશ કરી રહ્યા છે.

કોલકાતાની બંગબાસી કોલેજમાં પોલિટિકલ સાયન્સ ભણાવતા રાજકીય વિશ્લેષક ઉદયન બંદ્યોપાધ્યાય પણ કહે છે કે ભાજપા રાજ્ય વિધાનસભા, કર્ણાટકમાં નગરપાલિકા ચૂંટણી, ઉત્તપ્રદેશમાં પંચાયત ચૂંટણી અને રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19ના નબળા સંચાલનથી દેશનું ધ્યાન હટાવવાની કોશિશ કરી રહી હતી. તેમણે કહ્યું કે ભાજપા રાષ્ટ્રીય સ્તરે પોતાના ભવિષ્ય અંગે ડરે છે અને તેમને પરેશાન કરનારા મુદ્દાઓથી જનતાનું ધ્યાન હટાવવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત, ભાજપા એ વાત પચાવવામાં નિષ્ફળ રહી છે કે બંગાળના લોકોએ તેમની હિન્દુ ધ્રુવીકરણની યોજનાને નકારી દીધી છે.