• Gujarati News
  • National
  • Violence From Social Media Posts, Arrest Of 40; A Curfew Has Been Imposed In The City Since The Violence

હુબલીમાં હોબાળો:સોશિયલ મીડિયા પોસ્ટથી હિંસા , 40ની ધરપકડ; હિંસા બાદથી શહેરમાં કર્ફ્યૂ લાગુ કરાયો છે

હુબલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો - Divya Bhaskar
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો

કર્ણાટકના જૂના હુબલી શહેરમાં સોશિયલ મીડિયા પોસ્ટ અંગે રવિવારે મોટી સંખ્યામાં લોકોએ કથિતરૂપે હોબાળો કર્યો હતો. તેમણે પોલીસની ગાડીઓ, નજીકની એક હોસ્પિટલ અને એક હનુમાન મંદિરને નુકસાન પહોંચાડ્યું અને અમુક પોલીસ અધિકારીઓને પણ ઘાયલ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે હુબલી શહેરમાં કલમ 144 લાગુ કરાઈ છે.

હુબલી-ધારવાડના પોલીસ કમિશનર લઘુ રામે જણાવ્યું કે લગભગ 40 લોકોની ધરપકડ કરાઈ છે અને અમુક એફઆઈઆર પણ નોંધાઈ છે. ડ્યુટી પર તહેનાત અમારા 1‌2 અધિકારી ઘવાયા હતા અને કેટલાક પોલીસ વાહનોને પણ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે અગમચેતીના પગલા સ્વરૂપે કાર્યવાહી કરાઈ રહી છે.

પોલીસે જણાવ્યું કે કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેના પર અન્ય લોકોએ વાંધો વ્યક્ત કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. તેના પછી એક કેસ નોંધી તે વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ. જોકે કાર્યવાહીથી સંતુષ્ટ ન હોવાથી કેટલાક લોકો પોલીસ સ્ટેશનની આજુબાજુ એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...