• Gujarati News
  • National
  • Violence Breaks Out After VIDEO Goes Viral, Internet Service Shut Down In 7 Districts

મેઘાલયમાં પોલીસ ગોળીબારમાં 6ના મોત:VIDEO વાઇરલ થતાં હિંસા ફેલાઈ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા ઠપ્પ

8 દિવસ પહેલા

આસામ-મેઘાલય સરહદ પર મંગળવારે સવારે પોલીસ ગોળીબારમાં છ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારાઓમાં આસામનો એક ફોરેસ્ટ ગાર્ડ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો ટ્રક દ્વારા સરહદને અડીને આવેલા જંગલમાંથી લાકડાની દાણચોરી કરી રહ્યા હતા. જ્યારે આસામ પોલીસ અને વન વિભાગે તેમને પશ્ચિમ જયંતિયા હિલ્સના મુકરોહ ખાતે રોક્યા ત્યારે ફાયરિંગ થયું હતું.

આ ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકો મેઘાલયના છે. આ માહિતી ફેલાતાની સાથે જ મેઘાલયના 7 જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી, મુખ્યમંત્રી કોનરાડ સંગમાના આદેશ પર આ જિલ્લાઓમાં 48 કલાક માટે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમાં પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી-ભોઈ, પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે.

મેઘાલયના CMએ ઘટનાને દુ:ખદ ગણાવતા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પણ થયું તે ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં મેઘાલય પોલીસે FIR નોંધી છે. તેની તપાસ કરવામાં આવશે.

વીડિયો વાઇરલ થતાં હિંસા ફેલાઈ
મંગળવારે સવારે થયેલા ગોળીબારમાં છ લોકોના મોતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા ફેલાઈ હતી. આ પછી મેઘાલયના સાત જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. કાયદો અને વ્યવસ્થાની બગડતી પરિસ્થિતિ જોઈને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, યૂ-ટ્યુબ આગામી 48 કલાક સુધી બંધ રહેશે. આ જિલ્લાઓમાં પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે.

આસામ અને મેઘાલય વચ્ચેનો સીમા વિવાદ 50 વર્ષથી વધુ જૂનો છે. આ વર્ષની શરૂઆતમાં બંને રાજ્યોના સીએમ હિમંતા બિસ્વા સરમા અને કોનરાડ કોંગકલ સંગમાએ દિલ્હીમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી 12 સૌથી વિવાદિત વિસ્તારોમાંથી 6ની રાજ્ય સીમા નક્કી કરવામાં આવી હતી. MoU પર હસ્તાક્ષર થયા ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

MoU પર હસ્તાક્ષર કર્યા પછી આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે અમારા માટે આ એક ઐતિહાસિક દિવસ છે. આ MoU બાદ બાકીના વિવાદિત સ્થળોની સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમે પૂર્વોત્તર ક્ષેત્રને દેશના વિકાસનું એન્જિન બનાવવાની દિશામાં કામ કરીશું.

31 જાન્યુઆરીએ મોકલ્યો હતો પ્રસ્તાવ
આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીએ ગૃહ મંત્રાલયને તપાસ અને વિચાર માટે એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આસામ અને મેઘાલયની સરકારે 884 કિલોમીટરની સરહદ પરના 12માંથી 6 ભાગોમાં સરહદ વિવાદ ઉકેલવા માટે સંમત છે. 36.79 ચોરસ કિમી જમીન માટે મોકલવામાં આવેલી ભલામણો મુજબ, આસામ 18.51 ચોરસ કિમી જાળવી રાખશે અને બાકીનો 18.28 ચોરસ કિમી મેઘાલયને આપવામાં આવશે.

બંને રાજ્યો વચ્ચે આ સમજૂતી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. તેની શરૂઆત 1972 માં જ્યારે મેઘાલય આસામથી અલગ થયું હતું. નવા રાજ્યની રચના માટેના કરારમાં સીમાંકન દરમિયાન ઘણા ક્ષેત્રોને લઈને વિવાદો સામે આવ્યા હતા.

સરહદ વિવાદને કારણે હિંસક ઘટનાઓ
14 મે 2010 ના રોજ આસામના કામરૂપની સરહદે પશ્ચિમ ખાસી હિલ્સના લાંગપેહ ખાતે આસામ પોલીસ કર્મચારીઓ દ્વારા ગોળીબારમાં ખાસી સમુદાયના ચાર લોકો માર્યા ગયા હતા. જ્યારે 12 ઘાયલ થયા હતા.

26 જુલાઈ 2021ના રોજ અત્યાર સુધીની સૌથી ભયાનક હિંસા થઈ હતી. જેમાં આસામ પોલીસના છ જવાનો શહીદ થયા હતા અને બંને રાજ્યોના લગભગ 100 લોકો અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

બંને રાજ્યોની સરહદમાં 6 ક્ષેત્રો
આસામ-મેઘાલય સરહદ વિવાદમાં સામેલ છ વિસ્તારો તારાબારી, ગિજાંગ, હાહિમ, બોકલાપારા, ખાનપારા-પિલાંગકાટા અને રાતચેરા છે. જે મેઘાલયમાં પશ્ચિમ ખાસી હિલ્સ, રી-ભોઈ અને પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લાઓનો ભાગ છે અને આસામ બાજુના કચર, કામરૂપ (મેટ્રો) અને કામરૂપ જિલ્લાઓ છે. આંતર-રાજ્ય સરહદે આવેલા 36 વિવાદિત ગામોમાંથી 18.29 ચોરસ કિમીના કુલ ભૌગોલિક વિસ્તાર સાથે 30 મેઘાલયમાં રહેશે જ્યારે 18.51 ચોરસ કિમી આસામમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...