• Gujarati News
  • National
  • Violation Of Guideline On Running Luxury Vaccination Drive In Hotels, Hospitals Doing So Will Be Prosecuted

લક્ઝરી વેક્સિનેશન અંગે કેન્દ્રની ચેતવણી:હોટલોમાં લક્ઝરી વેક્સિનેશન ડ્રાઇવ ચલાવવી તે ગાઈડલાઇનનું ઉલ્લંઘન, આવું કરતી હોસ્પિટલો પર કાર્યવાહી કરાશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટેલો તેમના લક્ઝરી વેક્સિનેશન પેકેજમાં વેક્સિન મુકાવનારા લોકોને ઘણી સુવિધાઓ આપી રહી
  • સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે

લક્ઝરી હોટલોમાં વેક્સિનેશન ડ્રાઇવ ચલાવી રહેલ હોસ્પિટલો પર કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારે આવી હોસ્પિટલો પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. શનિવારે આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિનેશનની ગાઈડલાઇનનું પાલન ન કરતી હોટલો અને હોસ્પિટલો પર અધિકારીઓએ નજર રાખવી જોઈએ.પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક ખાનગી હોસ્પિટલોએ મોટી હોટલો સાથે કરાર કર્યા છે.તેમાં વેક્સિનેશન પેકેજ આપવામાં આવી રહ્યું છે. આ સીધું જ ગાઈડલાઇનનું ઉલ્લંઘન છે.

વેક્સિનેશન અંગે કેન્દ્રની ગાઈડલાઇન શું છે

  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન થઈ શકે છે.
  • કંપનીઓ તેમના કર્મચારીઓને વેક્સિનેશન ઓફિસમાં કરાવી શકે છે.
  • જ્યારે રવેક્સિનેશન કેન્દ્ર દૂર હોય ત્યારે વૃદ્ધો માટે સોસાયટીમાં શિબિરનું આયોજન કરી શકાય છે.
  • આ ઉપરાંત પંચાયતની ઇમારતો, શાળાઓ અને કોલેજોને હંગામી વેક્સિનેશન સેન્ટર બનાવી શકાય છે.

હોટેલો કયા પ્રકારનું પેકેજ ઓફર કરે છે?
હોટેલો તેમના લક્ઝરી પેકેજમાં વેક્સિન મુકાવનારા લોકોને ઘણી સુવિધાઓ આપી રહી છે. તેમાં રોકાણની વ્યવસ્થા, હેલ્થી બ્રેકફાસ્ટ, ડિનર અને વાઇફાઇ ઉપરાંત હોસ્પિટલોના એક વેક્સિનેશન નિષ્ણાતની સેવા પણ આપવામાં આવી રહી છે. તેનો સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

દિલ્હીના ડેપ્યુટી CMએ ઉઠાવ્યો હતો આ મુદ્દો
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે તેનાથી સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારો વેક્સિનની ભારે અછત સામે સંઘર્ષ કરી રહી છે. આ કારણે 18 થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન બંધ થઈ ગયું છે. સિસોદિયાએ કેન્દ્રને પૂછ્યું હતું કે જ્યારે કેન્દ્ર પાસે રાજ્યોને આપવા માટે વેક્સિન નથી, ત્યારે ખાનગી હોસ્પિટલોમાંથી સ્ટોક ક્યાંથી આવી રહ્યો છે. દિલ્હી સરકાર રાજ્યના તમામ યુવાનોનું મફતમાં વેક્સિનેશન કરાવવા માંગે છે. જો રાજ્ય સરકારને આ કામગીરી માટે વેક્સિન ન મળી રહી હોય, તો ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન પહોંચવી તે આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલો ડોઝ માટે 1 હજાર રૂપિયા ચાર્જ લઈ રહી છે.