તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tauji Came To Bastar With 5 Rupees From Bhave, Teaches Tribals In 37 Ashrams To Establish Peace

જવાનને નક્સલીઓથી છોડાવનાર 'તાઉજી':વિનોબા ભાવે પાસેથી 5 રૂપિયા લઈને બસ્તર આવ્યા હતા, શાંતિ સ્થાપિત કરવા 37 આશ્રમોમાં આદિવાસીઓને શિક્ષણ આપે છે

2 મહિનો પહેલા
92 વર્ષીય ધરમપાલ સૈની બસ્તરમાં તાઉજી તરીકે પ્રખ્યાત છે. તેમણે કમાન્ડોની મુક્તિ માટે સરકાર અને નક્સલવાદીઓ વચ્ચે મધ્યસ્થી કરી હતી.
  • બસ્તર વિસ્તારમાં 1976થી હોવાના કારણે તાઉજીને વાતચીત અર્થે પસંદ કરાયા હતા
  • તાઉજીના પરિશ્રમથી અત્યારે બસ્તર વિસ્તારમાં 50 ટકાથી વધુ આદિવાસીઓ સાક્ષર છે

છત્તીસગઢના બીજાપુરમાં 3 એપ્રિલના રોજ નક્સલીઓ અને જવાનો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ થયા હતા. જેમાંથી એક જવાન રાકેશ્વરસિંહને નક્સલીઓએ પોતાના તાબા હેઠળ લઈ લીધો હતો. 5 દિવસ પછી નક્સલીઓએ એને ઘટનાસ્થળ પર સેંકડો ગ્રામજનોની સભા વચ્ચે આઝાદ કર્યો હતો. એમની સાથે એક વડિલનો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વૃદ્ધ વરિષ્ઠ મહાનુભાવનું નામ ધરમપાલ સૈની છે. 92 વર્ષના વૃદ્ધ સૈની આખા બસ્તરમાં 'તાઉજી'ના નામથી ઓળખાય છે. સેનાના બંદી જવાનને છોડાવવા માટે એમણે જ સરકાર અને નક્સલીઓ વચ્ચે મધ્યસ્થતા કરી હતી. ધરમપાલની આ ગામમાં આવવાની પ્રત્યેક કડી અનોખી છે, ચલો આજે એમના જીવનપથ અંગે થોડી જાણકારી મેળવીએ.

તું ઓછામાં ઓછા 10 વર્ષ સુધી બસ્તરમાં રહેજેઃ વિનોબા ભાવે
ધરમપાલ સૈની મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા અને તેઓ વિનોબા ભાવેના શિષ્ય પણ હતા. 60ના દશકામાં સૈનીએ બસ્તર વિસ્તારમાં સ્થિત યુવતીઓ અંગે એક સમાચાર વાંચ્યા હતા. જેમાં લખ્યું હતું કે દશેરાના મેળામાંથી પરત ફરતી વખતે કેટલાક યુવાનોએ યુવતીઓની છેડતી કરી. યુવતીઓએ વળતો જવાબ આપતા છોકરાઓના હાથ-પગ કાપ્યા બાદ હત્યા કરી દીધી હતી. સૈનીએ આ સમાચાર વાંચ્યા પછી બસ્તર જઈને છોકરીઓને યોગ્ય માર્ગ સૂચિત કરવાનું મન બનાવી લીધું હતું. કેટલાક વર્ષો પછી તેઓએ વિનોબા ભાવે પાસે બસ્તર જવાની પરવાનગી માંગી હતી. જેના જવાબમાં વિનોબા ભાવેએ 5 રૂપિયા આપીને કહ્યું હતું કે તું બસ્તર ભલે જાય પરંતુ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી અહીંયા પાછો ન આવતો. ત્યાં જ રહેજે.

ધરમપાલ સૈની કમાન્ડો રાકેશ્વર સાથે. આ તસવીર બીજાપુરના ગામની છે જ્યાં નક્સલવાદીઓએ કમાન્ડોને મુક્ત કર્યો હતો.
ધરમપાલ સૈની કમાન્ડો રાકેશ્વર સાથે. આ તસવીર બીજાપુરના ગામની છે જ્યાં નક્સલવાદીઓએ કમાન્ડોને મુક્ત કર્યો હતો.

1992માં સૈનીને પજ્ઞશ્રીથી સન્માનિત કરાયા
1976માં સૈની બસ્તરમાં આવ્યા અને પછી અહીંયા જ સ્થાયી થઈ ગયા હતા. તેઓએ આગ્રા યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સૈની એક એથલિટ પણ રહી ચૂક્યા છે. જ્યારે તેઓ બસ્તર આવ્યા ત્યારે અહીંયાના નાના બાળકો પણ સરળતાથી 10-15 કિમી ચાલી શકતા હતા. જેથી તેઓએ બાળકોની આ ક્ષમતાને સ્પોર્ટ્સમાં આગળ વધારવાની ઓપ આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. 1985માં એમના આશ્રમની વિદ્યાર્થીનીઓને પ્રથમ વખત એમણે સ્પોર્ટ્સની કોમ્પિટિશનમાં ઉતારી હતી. ત્યારપછી હજારો બાળકીઓને તેઓએ ભણતર સાથે જોડી હતી અને જેના પરિણામે તેઓને 1992માં પજ્ઞશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 2012માં ધ વીક મેગેઝીને સૈનીને મેન ઓફ ધ યર પસંદ કર્યા હતા.

સૈની તેમના આશ્રમોમાં, છોકરીઓને તેમના જીવનમાં આવતી દરેક બાબતોને સકારાત્મક રીતે શીખવવાનો પ્રયાસ કરે છે.
સૈની તેમના આશ્રમોમાં, છોકરીઓને તેમના જીવનમાં આવતી દરેક બાબતોને સકારાત્મક રીતે શીખવવાનો પ્રયાસ કરે છે.
દર વર્ષે સૈનીના આશ્રમમાં ભણતી છોકરીઓ રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં એવોર્ડ મેળવે છે.
દર વર્ષે સૈનીના આશ્રમમાં ભણતી છોકરીઓ રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં એવોર્ડ મેળવે છે.

અત્યારે 50 ટકાથી વધુ આદિવાસીઓ સાક્ષર
સૈની ગાંધીવાદી વિચારસરણી અને આદર્શો પર ચાલે છે, તેઓએ બસ્તર વિસ્તારમાં 37 જેટલા આશ્રમો પણ સ્થાપિત કર્યા છે. જ્યાં તે આદિવાસી બાળકોને શિક્ષણ આપે છે. આ તમામ બાળકો માટે આ આશ્રમો એક હોસ્ટેલ જેવા હોય છે. સૈની જ્યારે બસ્તરમાં નહોતા આવ્યા ત્યારે અહીંયાનો સાક્ષરતા દર 10 ટકાથી પણ ઓછો હતો. પરંતુ એમના પરિશ્રમથી અત્યારે અહીંયા 50 ટકાથી વધુ આદિવાસીઓ સાક્ષર છે. પહેલા આ વિસ્તારની એકપણ આદિવાસી યુવતી ભણતરને પ્રાધાન્ય નહોતી આપતી, પરંતુ અત્યારે ઘણીબધી સૈનીની છાત્રાઓ ઉચ્ચ હોદ્દાઓ પર કાર્ય કરી રહી છે.

તાઉજી છોકરીઓને શારીરિક તાલીમ આપવાની સાથે પોતે પણ લે છે.
તાઉજી છોકરીઓને શારીરિક તાલીમ આપવાની સાથે પોતે પણ લે છે.

સૈનીના આશ્રમાં રહેનારી લગભગ તમામ બાળકીઓ અલગ-અલગ પ્રતિયોગીતાઓમાં એવોર્ડ જીતી રહી છે. હવે પ્રતિવર્ષ 100થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લઈને વિસ્તારનું નામ રોશન કરે છે. અત્યારસુધી 2300 વિર્દ્યાર્થીનીઓ વિવિધ સ્પોર્ટ્સના ઈવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકી છે. ડિમરાપાલ આશ્રમમાં હજારો મેડલ અને ટ્રોફીઓ પણ મુકવામાં આવ્યા છે. આશ્રમની છાત્રાઓ અત્યારસુધી સ્પોર્ટ્સના ઈનામ પેઠે 30 લાખથી વધુની ધનરાશિ જીતી ચૂકી છે.

સૈની તેના આશ્રમની છોકરીઓની તાલીમ, આહાર અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. બસ્તરના આદિવાસી પરિવારો સૈની આદર આપે છે.
સૈની તેના આશ્રમની છોકરીઓની તાલીમ, આહાર અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. બસ્તરના આદિવાસી પરિવારો સૈની આદર આપે છે.

આ કારણોસર તાઉજીને વાતચીત અર્થે પસંદ કરાયા હતા
પોલીસે એમના ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના કમાન્ડો રાકેશ્વરને છોડાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી. ઓફિસરોને ઈનપુટ મળ્યા હતા કે નક્સલીઓ કોઈ નિષ્પક્ષ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ વાતચીતને આગળ વધારવા માંગે છે. સૈની બસ્તર વિસ્તારમાં 1976થી છે. અહીંયાના નક્સલ પ્રભાવિત ગામોમાં તેઓ શિક્ષણને લઈને કાર્ય કરી રહ્યા છે. એવામાં સૈની જ એક આસ હતા, જેથી પોલીસે ધરમપાલ સાથે આ અંગે વાતચીત કરી. સૈની પોતે પણ ઘણા અવસરો પર નક્સલીઓ સાથે વાતચીત કરીને ગામમાં શાંતિ સ્થાપિત કરવા અંગે પોતાનો મત આપી ચૂક્યા છે. જેના કારણે એમના મિત્ર જય રૂદ્ર કરે, આદિવાસી સમાજના બોરૈય તેલમ, સુકમતી હક્કા અને 7 પત્રકારોની ટીમ નક્સલીઓ સાથે વાતચીત કરવા માટે મોકલવામાં આવી હતી.