• Gujarati News
  • National
  • Vinisha, An Indian Student In Glasgow, Says Stop Talking, Start Work, Give A Standing Ovation On Stage

કોપ-26 સંમેલન:ગ્લાસગોમાં ભારતીય વિદ્યાર્થિની વિનિશાએ કહ્યું - વાતો બંધ કરો, કામ શરૂ કરો, મંચે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

ગ્લાસગો24 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમિલનાડુની વિનિશાએ સૌર ઊર્જાથી ચાલતી ઈસ્ત્રી બનાવી છે. જે 5 કલાકના તડકાથી છ કલાક માટે વીજળી આપી શકે છે. - Divya Bhaskar
તમિલનાડુની વિનિશાએ સૌર ઊર્જાથી ચાલતી ઈસ્ત્રી બનાવી છે. જે 5 કલાકના તડકાથી છ કલાક માટે વીજળી આપી શકે છે.
  • ભારતીય વિદ્યાર્થીના ઈનોવેશન અને ભાષણને દુનિયાભરમાં પ્રશંસા મળી
  • 15 વર્ષની વિનિશાની બનાવેલી ઈસ્ત્રી સૌર ઊર્જાથી ચાલે છે

પ્રતિભા વય અને શોહરતની મોહતાજ નથી હોતી. 15 વર્ષીય વિદ્યાર્થિની વિનિશા ઉમાશંકરે આ વાત સાબિત કરી બતાવી. ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવા માટે દુનિયાભરના મોટા મોટા નેતાઓ વચ્ચે કોપ-26 સંમેલનમાં તમિલનાડુની આ વિદ્યાર્થિનીએ પોતાનું ભાષણ પૂરું કર્યું તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત અનેક દેશોના પ્રમુખોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.

વિનિશાએ કહ્યું કે હું ફક્ત ભારતની છોકરી નથી પણ આ ધરતીની દીકરી છું. હું અને મારી પેઢી આજે તમારા કાર્યોના પરિણામોને જોવા માટે જીવિત રહેશે. તેમ છતાં આજે આપણે જે ચર્ચા કરીએ છીએ તેમાંથી કોઈપણ મારા માટે વ્યવહારિક નથી. તમે નક્કી કરી રહ્યા છો કે આપણી પાસે રહેવા લાયક દુનિયામાં રહેવાની તક છે કે નહીં. આપણે લડવા લાયક છીએ કે નહીં, હવે સમય આવી ગયો છે કે આપણે વાત કરવાનું બંધ કરવું પડશે અને કામ કરવાનું શરૂ કરવું પડશે. વિનિશાના આ ભાષણ બાદ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમે કહ્યું કે આ બાળકીએ અમને બધાને શરમમાં નાખી દીધા. તેમણે આ મંચ પર અર્થશૉટ સ્પર્ધામાં પસંદગી પામેલ વિનિશા સહિત તમામ ફાઈનાલિસ્ટનો પરિચય કરાવ્યો. બધાને 10 કરોડ રૂપિયાના ઈનામ પણ આપ્યા. વિલિયમે કહ્યું કે આપણે એવું વાતાવરણ સર્જવું જોઈએ કે જેમાં આ પેઢી સારી રીતે ઉછરી શકે.

ભારતીય મૂળના અકીલનને એન્ટીપ્રાઈમ નંબર પર રિસર્ચ માટે વૈશ્વિક પુરસ્કાર
14 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી અકીલન શંકરનને 2021 બ્રોડકૉમ માસ્ટર્સનો ટોચનો પુરસ્કાર અપાયો છે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સ્પર્ધામાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મનાય છે. અકીલન દ્વારા બનાવેલ પ્રોગ્રામ એન્ટીપ્રાઈમ નંબરોની ગણતરી કરી શકે છે જે 1000થી વધુ અંકો સાથે વધુ વિભાજ્ય સંખ્યાઓ છે. તેણે આ સંખ્યાઓની વિભાજ્યતાનું વિશ્લેષણ કરવા માટે કાર્યોના એક નવા વર્ગની શોધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...