• Gujarati News
  • National
  • Villagers Were Incensed When 11 People Were Killed In The Firing, Setting Fire To Police Vehicles

નાગાલેન્ડમાં હિંસા:સેનાના ફાયરિંગમાં 13 લોકોનાં મોત થતાં ગ્રામજનો ઉશ્કેરાયા, આર્મીના વાહનોને આગ ચાંપી; CM નેફિયો રિયોએ સીટની રચના કરી તપાસના આદેશ આપ્યા

2 મહિનો પહેલા
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે
  • નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે
  • રોષે ભરાયેલા લોકોએ અસમ રાઇફલ્સના કેમ્પમાં તોડફોડ, આગચંપી કરી, ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઇ

નગાલેન્ડના મ્યાનમાર સરહદ પરના મોન જિલ્લામાં સુરક્ષાદળોના ફાયરિંગમાં 13 નાગરિક માર્યા ગયા છે અને એક જવાનનું પણ મોત થયું છે. ઓટિંગ વિસ્તારમાં શનિવારે સાંજના આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલો અગ્નિ છે. નાગરિકોના મોતના દોષિત સુરક્ષાદળો પર કાર્યવાહીની માગ કરી રહેલા લોકોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી. રવિવારે અસમ રાઇફલ્સના કેમ્પ અને કોન્યક યુનિયનની ઓફિસમાં તોડફોડ થઇ. તંત્રએ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

પોલીસે કહ્યું કે આ ઓળખમાં ચૂકનો મામલો છે કે કેમ તેની તપાસ જારી છે. સૈન્યએ પણ ખેદ વ્યક્ત કરતા કોર્ટ ઑફ ઇન્કવાયરીનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી નેફિયો રિયોએ ઘટનાને વખોડી એસઆઇટી તપાસ કરાવવા કહ્યું છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ખાણમાં કામ કરતા શ્રમિકો કામ પૂરું થયા બાદ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે સુરક્ષાદળોએ તેમના પર ફાયરિંગ કર્યું. શ્રમિકો મોડી રાત સુધી ઘરે ન પહોંચતાં ગ્રામીણોએ તેમને શોધવાનું શરૂ કર્યું ત્યારે તેમના પરિવારજનોને સમગ્ર બનાવની જાણ થઇ.

ગ્રામજનોને બળવાખોર સમજી લીધા
રિપોર્ટ અનુસાર, એક હુપ્ત માહિતી પર કાર્યવાહી કરવા માટે સુરક્ષાદળોએ તિરુ-ઓટિંગ રોડ પર ઓચિંતો હુમલો કર્યો હતો. તે જ સમયે, તેમણે ભૂલથી ગ્રામવાસીઓને બળવાખોર તરીકે સમજી લીધા. ખરેખર, ઇનપુટમાં જે રંગની કાર બાબતે જણાવવામાં આવ્યું હતું, એ જ રંગની કાર ત્યાથી પસાર થઈ હતી. સૈનિકોએ કારને રોકવા માટે કહ્યું, પરંતુ તે રોકાઈ નહતી. આ પછી સુરક્ષાદળોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તસવીરોમાં જુઓ માર્યા ગયેલા લોકોના મૃતદેહ.. (આ તસવીરો વિચલિત કરી શકે છે)

  • સૈન્યનો જવાબ: ઉગ્રવાદી પ્રવૃત્તિઓના ઇનપુટ બાદ ઓપરેશન હાથ ધર્યું, ખેદ છે, એક જવાન પણ શહીદ થયો
  • સીએમની જાહેરાત: ઉચ્ચ સ્તરીય SIT તપાસ કરશે. જવાનો સામે કોર્ટ ઑફ ઇન્કવાયરીનો રાજ્યપાલનો આદેશ
  • ગ્રામીણોનો ગુસ્સો: સૈન્યના ઘણા વાહનોને આગ ચાંપી, સૈનિકો પર હુમલા કર્યા, હિંસામાં વધુ 4ના મોત

100-150 ગ્રામીણોનો સેના પર હુમલો
અસમ રાઇફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે તેમની શિબિરમાં રવિવારે 100-150 લોકોએ હુમલો કરતાં સ્વરક્ષણ માટે ફાયરિંગ કરવું પડ્યું. તેમાં લોકો ઘવાયાની આશંકા છે.

દર્દના નિશાન: કોલસાની ખાણમાંથી પાછા ફરતા શ્રમિકો પૈકી કોઇના 2 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા, તો કોઈ કેન્સરપીડિત પિતાનો એકમાત્ર સહારો હતો
સુરક્ષાદળોને ઇનપુટ મળ્યા હતા કે જિલ્લામાં ઉગ્રવાદી સંગઠન એનએસસીએન (કે)ના લોકો છે અને કોઇ ઘટનાને અંજામ આપી શકે છે. ત્યારબાદ સુરક્ષાદળો ઉગ્રવાદીઓની શોધમાં પહોંચ્યા. ઓટિંગ અને તિરુ વચ્ચે ખાણ શ્રમિકોની ગાડી ત્યાંથી પસાર થઇ. સુરક્ષાદળોએ ગાડી રોકવા કહ્યું પણ તે ન ઊભી રહેતાં તેમણે ફાયરિંગ કર્યું. પછી ખબર પડી કે ગાડીમાં નાગરિકો હતા. સૂત્રોના કહેવા મુજબ, આ બનાવમાં 6 નાગરિક માર્યા ગયા હતા જ્યારે એટલામાં ગ્રામજનો ત્યાં આવી ગયા અને સુરક્ષાદળો પાસેથી હથિયાર ઝૂંટવી લેવા માંડ્યા. તેમના વાહનને પણ આગ ચાંપી. ત્યાર બાદ સુરક્ષાદળોએ કરેલા ફાયરિંગમાં બીજા 7 નાગરિક માર્યા ગયા. એક જવાન પણ માર્યો ગયો.

રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી હતી
જણાવવામાં આવી રહ્યું છે કે તમામ પીડિત મજૂરો હતા, જેઓ કામ કર્યા બાદ પીકઅપમાં સવાર થઈને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઑ મોડી રાત સુધી ઘરે ન પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમને શોધવાનું શરૂ કર્યું અને પછી તેઓને આ ઘટના અંગે માહિતી મળી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી. ગુસ્સે થયેલા ટોળાને કાબૂમાં લેવા માટે જવાનોને પણ ઘણું મુશ્કેલીઓ પડી હતી.

નાગાલેન્ડના મુખ્યમંત્રીએ ઘટનાની નિંદા કરી
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ ઘટનાની તપાસ માટે તેમણે SITની પણ રચના કરી છે. સીએમએ ટ્વીટ કરીને મોનના ઓટિંગમાં નાગરિકોની હત્યા પર દુ:ખ વ્યક્ત કરતાં ઘટનાની નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. આ મામલે SIT તપાસ કરશે અને તે કાયદા અનુસાર ન્યાય અપાવશે. હું બધા જ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે નાગાલેન્ડની ઓટિંગની દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ દુ:ખી છું. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર દ્વારા ગઠિત એક ઉચ્ચ સ્તરીય SIT આ ધટનાની ઉંડી તપાસ કરશે જેથી ન્યાય મળી શકે.

રિપોર્ટ અનુસાર ઘટના મોન જિલ્લાના ઓટિંગના તિરુ ગામમાં થઈ છે. હુમલામાં માર્યા ગયેલા લોકો એક પિકઅપ મિની ટ્રકથી પરત ફરી રહ્યા હતા. સ્થાનીય લોકોએ જણાવ્યું કે ઘટના કાલે સાજે 4 વાગ્યાની છે. જ્યારે મોડી રાતે પણ લોકો ઘરે પરત ન ફર્યા તો ગામના વોલેન્ટિયર્સ તેમને શોધવા નીકળ્યા. ત્યારે તેમને મૃતદેહો મળી આવ્યા હતા.

ઉચ્ચ સ્તરે કાર્યવાહી થશે: સૈન્ય
સૈન્યએ નિવેદન જારી કરી ફાયરિંગ અને તે પછીની ઘટનાઓ અંગે અફસોસ વ્યક્ત કર્યો. કોર્ટ ઑફ ઇન્કવાયરીનો આદેશ કરાયો છે.

ગૃહ મંત્રાલય શું કરે છે?: રાહુલ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સરકારે જવાબ આપવો જોઇએ કે ગૃહ મંત્રાલય શું કરે છે? નાગરિકો પોતાના દેશમાં સુરક્ષિત નથી.

અન્ય સમાચારો પણ છે...