બિહારના બક્સર જિલ્લામાં થર્મલ પાવર પ્લાન્ટને લઈને ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો હતો. ઉગ્ર વિરોધ કરતા ગ્રામજનો આ બાબતે પોલીસ અને પાવર પ્લાન્ટ પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. પોલીસની ગાડીઓની તોડફોડ કરી, આગ ચાંપી ફૂંકી મારી હતી. પ્લાન્ટના ગેટ પર આગ લગાવી દેવામાં આવી હતી.
પોલીસે હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ પહેલાં મંગળવારે ખેડૂતોએ પ્લાન્ટના મુખ્ય દ્વાર પર પ્રદર્શન કર્યું હતું. રાત્રે પોલીસે તેમના ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર માર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો. પોલીસની દબંગાઈના વિરોધમાં બુધવારે સવારે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લાકડીઓ લઈને ગામલોકો પ્લાન્ટ પર પહોંચી ગયા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો.
ખરેખર બક્સરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના બનારપુર ગામ પાસે થર્મલ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનો એનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે રાત્રે 11:30 વાગે પોલીસ ગામમાં પહોંચી. પોલીસે સૂઈ રહેલા ખેડૂતોના ઘરના દરવાજા જોર-જોરથી ખખડાવવા લાગ્યા હતા. કેટલાક ખેડૂતોએ તેમના દરવાજા પણ ખોલ્યા ન હતા, પરંતુ જે ખેડૂતોએ પાતાના ઘરનો દરવાજો ખોલ્યો તેના પર પોલીસ તૂટી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો.
બચાવવા આવેલી મહિલાઓ અને બાળકોને પણ છોડ્યા ન હતા
જમીન અધિગ્રહણ મામલાને લઈને 85 દિવસથી શાંતિપૂર્ણ ધરણાં પર બેઠેલા ખેડૂતોએ તેમની માગણીઓને લઈને મંગળવારે થર્મલ પાવરના મુખ્ય ગેટ પર જ તાળું મારીને બેસી ગયા હતા. જોકે દિવસ દરમિયાન પોલીસ અને અધિકારીઓ 2KM દૂર તહેનાત હતા, પરંતુ જેવું
અંધારું થતાં જ રાત્રે 11 વાગ્યે બનારપુર ગામના ખેડૂત પરિવારો પર પોલીસ લાઠીચાર્જ કરતાં તૂટી પડી હતી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પોલીસે ઘરની મહિલાઓ અને બાળકો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ગ્રામજનોએ પોલીસ નરેન્દ્ર તિવારીને જણાવ્યું હતું કે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.