સિરોહીમાં અજાણી બિમારીથી ભય:7 માસૂમોના મોતથી ગામમાં શોકનું વાતાવરણ, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સની દુકાનો બંધ કરાવાઈ

સિરોહીએક મહિનો પહેલા
  • હેલ્થ વિભાગની ટીમે દુકાનોમાં વેચાતા ઠંડા-પીણાના સેમ્પલ લીધા હતા

રાજસ્થાનનાં સિરોહી જીલ્લામાં ફુલાબાઈ ખેડામાં ભેદી બિમારીથી ચાર દિવસમાં 7 બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ માસુમોના મોતના કારણ બાબતની તપાસ કરવામાં વ્યસ્ત છે. ટીમોંએ ગુરૂવારે ગામનાં 250થી વધું ઘરોમાં સર્વે કર્યો હતો. ઘરે-ઘરે જઈને 58 બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની તપાસ માટે સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકોનું મોત વાઈરસના કારણે થયું હતું. બાળકો ત્રણ દિવસથી બીમાર હતા. આ સાથે વિસ્તારની દુકાનોમાંથી આઈસ્ક્રીમ અને કેટલાક ઠંડા પીણાના સેમ્પલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે, પીડિત પરિવારના લોકોનું કહેવું છે કે બાળકોને ખેંચ, અકડાઈ ગયા અને લોહીની ઉલટી થતી હતી. આ પછી તેની તબિયત બગડી અને તેનું મૃત્યુ થયું હતુ.

ગુરુવારે પણ ત્રણ બાળકોની તબિયત લથડી હતી
મેડિકલ અને હેલ્થ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. જોગેશ્વર પ્રસાદે જણાવ્યું કે ગુરુવારે યોગેશ (4) પુત્ર વિકારામ, વકારામ (11) પુત્ર થાવારામ, ગુડિયા (11) પુત્રી સોનારામ આ ત્રણેયની તબિયત લથડી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાળકોના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કલેક્ટર ભંવરલાલ ચૌધરીએ ગામના અન્ય બાળકોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. મૃત્યુ પામેલા બાળકોને લોહીની ઉલટીઓ થઈ હતી. આશંકા છે કે વાયરલ અથવા અન્ય બાબતના કારણે પણ આવું થયું હોઈ શકે છે.

AIIMSની ટીમ તપાસ કરી રહી છે
જયપુર અને જોધપુરની AIIMSની ટીમ આ વિચિત્ર બીમારી વિશે માહિતી એકઠી કરી રહી છે કે, આ બાળકોના મોત કેવી રીતે થયા ? ટીમોએ સ્થાનિક તબીબી અધિકારીઓ અને તંત્ર સાથે વાત કરી અને પીડિત પરિવાર સાથે પણ મુલાકાત કરીને પૂછપરછ કરી હતી.

ગામમાં હાજર આરોગ્ય વિભાગની ટીમ.
ગામમાં હાજર આરોગ્ય વિભાગની ટીમ.

ટીમે લારી પર વેચાતા ઠંડા-પીણાના સેમ્પલ લીધા હતા
મેડિકલ અને હેલ્થ વિભાગની ટીમે દુકાનો અને સ્ટોલમાં વેચાતા ઠંડા પીણાના સેમ્પલ લીધા હતા. વહીવટીતંત્રે ઘણા ઠંડા-પીણાં, દુકાનદારો અને લારીઓને જપ્ત કરી હતી અને માલિકોને તેનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી બીજી તરફ ફુલાબાઈ ખેડા ગામમાં સુમસામ છવાયું છે. લોકો ખૂબ જ ડરી ગયા છે. પિંડવાડાના BCMO ડૉ. એસપી શર્માએ જણાવ્યું હતું કે દુકાનો અને લારી પર વેચાતા ઠંડા-પીણાંના સેમ્પલ તપાસ માટે જયપુર અને જોધપુર મોકલવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ઘરે-ઘરે જઆને સર્વે કર્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ઘરે-ઘરે જઆને સર્વે કર્યો હતો.

વાઈરલના કારણે બાળકોના મોત થયા
પીએમઓ એકે મૌર્યએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ અને સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે બાળકોના મોત વાયરલના કારણે થયા છે. ત્રણ દિવસનું બાળકો બીમાર હતા. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાળકોની તપાસ કરવામાં આવી હતી તેમાંથી એકને ન્યુમોનિયાના લક્ષણો હતા. હિમ સિરોહી જિલ્લા હોસ્પિટલ રીફર કરવામાં આવેલ છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું- સર્વે પૂર્ણ થઈ ગયો છે
આ બાબતે રાજ્યના આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ જણાવ્યું હતું કે આ બાબતે કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ મૃત્યુ વાયરલના કારણે થયા છે. બાળકોનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. જોધપુર અને જયપુરની મેડિકલ ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...