તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Forcible Offer! Buy A Village At A Flat Price: A New Mask To Wear On The Nose Only; Opened The Treasure To Buy The World's Largest Canvas Painting

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:જબરી ઓફર! ફ્લેટના ભાવે ગામ ખરીદોઃ નવતર માસ્ક જે માત્ર નાક પર પહેરવાનું; વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઈન્ટિંગ ખરીદવા ખજાનો ખોલ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એ ગામ લ્યો ભાઈ ફ્લેટના ભાવે ગામ! - Divya Bhaskar
એ ગામ લ્યો ભાઈ ફ્લેટના ભાવે ગામ!

સ્પેનના બે આખા ગામ વેચાઇ રહ્યા છે અને તે પણ લંડનમાં ફ્લેટના જેટલા ભાવ છે તેટલી કિંમતે. ઉત્તર-પશ્ચિમ સ્પેનના જેરડિજ અને અલ-મોરટોરિયો ગામ હવે સંપૂર્ણપણે ખાલી થઇ ચૂક્યા છે. અહીંના રહેવાસીઓ રોજગારીની શોધમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. બંને ગામની પ્રત્યેકની કિંમત 369000 પાઉન્ડ રખાઇ છે, જે લંડનમાં ફ્લેટના ભાવને સમકક્ષ છે. બંને ગામમાં 12થી વધુ ઘર અને 20 પ્લોટ છે.

હવે આવ્યું નાકનું માસ્ક

મેક્સિકન વિજ્ઞાની ગુસ્તાવો અકોસ્ટા અલ્ટમામિરાનો પોતાની નવી શોધ પોતાના નાક પર દર્શાવી રહ્યા છે. વાસ્તવમાં, તેમણે નેસલ માસ્ક વિકસિત કર્યુ છે. આ માસ્ક એવું છે જે માત્ર નાક પર પહેરવાનું છે. આપણે કોરોના કાળમાં સતત માસ્ક પહેરી રાખવો પડે છે અને જ્યારે પણ કંઈ ખાવું-પીવું હોય ત્યારે માસ્કને ખસેડવો પડે કે કાઢી નાખવો પડે છે. એવામાં આ મેક્સિકન વિજ્ઞાનીએ બનાવેલા માસ્કથી નાક આવરિત રહે છે અને મોં ખુલ્લુ રહે છે.

વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઈન્ટિંગ ખરીદવા ખજાનો ખોલ્યો

વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઇન્ટિંગ એક હરાજીમાં અંદાજે 450 કરોડ રૂ.માં વેચાયું છે. ‘જર્ની ઑફ હ્યુમેનિટી’ શીર્ષકવાળું આ પેઇન્ટિંગ બ્રિટિશ આર્ટિસ્ટ સાચા જાફરીએ (ઇનસેટ) બનાવ્યું છે. 1,065 પેઇન્ટ બ્રશ અને 6,300 લિટર પેઇન્ટ વડે બનેલા આ પેઇન્ટિંગની તમામ 70 ફ્રેમ દુબઇમાં રહેતા ફ્રેન્ચ બિઝનેસમેન આન્દ્રે અબ્ડોને ખરીદી છે. હરાજી દ્વારા મળેલી રકમ દુનિયાભરના બાળકોની સુખાકારી માટે વપરાશે. પેઇન્ટિંગ કુલ 17,176 સ્ક્વેર ફૂટમાં એટલે કે 6 ટેનિસ કોર્ટ જેટલી જગ્યામાં બનેલું છે. તેને વિશ્વના સૌથી મોટા આર્ટ કેનવાસ તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.

નીંભર તંત્રને જગાડવા ખાડામાં સ્નાન કરવા બેઠો

ઇન્ડોનેશિયાના એક શખસનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે તેના વિસ્તારના એક રસ્તા પર પડેલા ખાડામાં પહેલા માછલી પકડતો અને પછી નહાતો દેખાય છે. તેણે ખરાબ રસ્તાની સમસ્યા તરફ સત્તાવાળાઓનું ધ્યાન દોરવા માટે આમ કર્યું. વીડિયો સામે આવ્યા બાદ વેસ્ટ નૂસા તેંગારા પ્રાંતના અધિકારીઓએ કહ્યું કે આ રસ્તા પરના ખાડાં ટૂંક સમયમાં પૂરી દેવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો