તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાનપુર શૂટઆઉટ:SCએ કહ્યું- હૈદરાબાદ અને વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઘણો ફેર; જામીનના તમામ આદેશ અને રિપોર્ટ મંગાવ્યા

નવી દિલ્હી/લખનઉ10 મહિનો પહેલા
10 જુલાઈની આ તસવીર કાનપુર શહેરથી 17 કિમી દૂર ભૌતીની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સવારે ઉજ્જૈનથી આવતી વખતે ગાડી પલટી હતી. જેમાં સવાર વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેની પર ફાયરિંગ કર્યું, પોલીસની કાર્યવાહીમાં તેનું મોત થયું
  • 10 જુલાઈએ ગેંગસ્ટર વિકાસ દુબેનું કાનપુરના ભૌંતીમાં એન્કાઉન્ટર થયું હતું, 9 જુલાઈએ ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ધરપકડ થઈ હતી
  • 2 જુલાઈએ કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત 8 પોલીસકર્મીઓની વિકાસ દુબે અને તેના સહયોગીઓએ હત્યા કરી દીધી હતી.
  • એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની પર સોમવારે ચીફ જસ્ટિસે સુનાવણી કરી હતી

કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યાના આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના DGPની તરફથી હરીશ સાલ્વે અને રાજ્ય સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાની દલીલોને સાંભળીને કહ્યું કે, અમને ન સમજાવો કે વિકાસ દુબે શું હતો? ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે, હૈદરાબાદ એન્કાઉન્ટર અને વિકાસ દુબેના કેસમાં મોટો ફેર છે. તે એક મહિલાના દુષ્કર્મી અને હત્યારા હતા અને દુબે અને તેના સાથીઓ પોલીસકર્મીઓના હત્યારા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદાનું શાસન જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ધરપકડ, ટ્રાયલ અને પછી કોર્ટમાં સજા, આ જ કાયદાકીય પ્રક્રિયા છે.

 હવે તપાસ પંચમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને રિટાયર્ડ પોલીસ અધિકારી 
સુપ્રીમ કોર્ટે કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને રિટાયર્ડ પોલીસ અધિકારીને સામેલ કરવાનો આદેશ આપ્યો છે. જેની પર રાજ્ય સરકારે સહમતી દર્શાવી છે. સરકારે કહ્યું કે, એન્કાઉન્ટર કેસની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટિ ફરી બનાવવામાં આવશે. બુધવારે રાજ્ય સરકાર ડ્રાફ્ટ નોટિફીકેશન કોર્ટને સોંપશે.ત્યારપછી કોર્ટ તેને જોઈને પાસ કરશે. 

કાયદાનું શાસન હશે તો પોલીસ ક્યારે હતાશ નહી થાય 
સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યું કે, તપાસ થશે તો પોલીસનું મનોબળ તૂટશે. આ અંગે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, કાયદાનું શાસન હશે તો પોલીસ ક્યારે  નિરાશ નહીં થાય. વિકાસ દુબેના ક્રાઈમ રેકોર્ડ અંગે તેમણે કહ્યું કે, આટલા બધા કેસ વાળો વ્યક્તિ જામીન પર છૂટી ગયો અને તેને એવું તો શું કર્યું હતું? કોર્ટે કહ્યું કે, અમને તમામ આદેશોનો એક ચોક્કસ રિપોર્ટ આપવામાં આવે. આ સિસ્ટમની નબળાઈ દેખાડે છે.

CM, ડેપ્યુટી સીએમ અને પોલીસના નિવેદનની પણ તપાસ કરાશે
કોર્ટે એવું પણ કહ્યું કે, એ પાસું પણ જોવામાં આવશે કે સીએમ, ડેપ્યુટી સીએમ જેવા લોકોએ કેવા નિવેદનો આપ્યા છે? શું તેમના કહ્યાં પ્રમાણે જ પોલીસે કર્યું છે? અરજદારોએ એન્કાઉન્ટર અંગે આપવામાં આવેલા નિવેદનોનો હવાલો આપ્યો છે અને તેના આધારે ઉત્તરપ્રદેશ સરકાર પર સવાલ કરતા સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો